જો તમે તમારી હોમ લોન, ઓટો લોન કે કોઈ પણ પ્રકારની લોન લીધી છે તો તે હાલ સસ્તી થશે નહિ. આવું એટલા માટે છે કારણ કે રિઝર્વ બેન્કે તેના રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેટને 3.35 ટકા યથાવત રાખ્યો છે.
રિઝર્વ બેન્ક દર બે મહિને દરોને બદલવા અથવા બદલવા અંગે બેઠક કરે છે. તેમાં તેમની 6 લોકોની ટીમ હોય છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે 2021-22 માટે GDPમાં 10.5%ના ગ્રોથનું અનુમાન વ્યક્ત કર્યું છે. MPCની બેઠક બુધવારે 3 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી.
રેપો રેટમાં અત્યારસુધીમાં 155 બેસિસ પોઈન્ટનો ઘટાડો
જાણકારોને પહેલાં આશા હતી કે RBI રેપો રેટમાં કાપ મૂકવાથી બચશે. રેપો રેટનો અર્થ RBI દ્વારા બેન્કોને આપવામાં આવતી લોન પરનો વ્યાજદર છે. ખાસ વાત એ છે કે એક ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ 2021-22 બાદ RBIની આ પ્રથમ બેઠક છે. રિઝર્વ બેન્કે ગત વર્ષેના ફેબ્રુઆરીથી અત્યારસુધીના રેપો રેટમાં કુલ 115 બેસ પોઈન્ટ ઘટાડો કર્યો છે.
ચેકથી લઈને ડિજિટલ પેમેન્ટ સુધી RBI ગર્વનરની 10 મોટી જાહેરાતો
1) વ્યાજદરોમાં ફેરફાર નહીં:
RBIએ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યા નથી. એટલે કે રેપોરેટ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.
2) દરેક બ્રાન્ચમાં ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS)
રિઝર્વ બેન્કે કહ્યું, ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) દરેક બેન્કોની દરેક બ્રાન્ચમાં લાગુ કરવામાં આવશે. અત્યારે 18,000 બ્રાન્ચમાં આ સુવિધા નથી.
3) ડિજિટલ પેમેન્ટ માટે 24 કલાકની હેલ્પલાઈન
રિઝર્વ બેન્કે કહ્યું, લોકોને ડિજિટલ પેમેન્ટ સેવામાં આવતી કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે દરેક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સને એક 24*7ની હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે.
4) એક દેશ એક લોકપાલ
રિઝર્વ બેન્કે ગવર્નરને કહ્યું કે, અત્યારે બેન્ક, એનબીએફસી અને નોન-બેન્ક પ્રીપેડ પેમેન્ટ ઈશ્યુઅર (PPIs) માટે ત્રણ અલગ અલગ લોકપાસની વ્યવસ્થા છે. તે માટે રિઝર્વ બેન્કે અંદાજે 22 લોકપાલ ઓફિસ બનાવી છે. તે માટે દરેકને એકીકૃત કરીને એક દેશ એક લોકપાલની વ્યવસ્થા કરવામાં આવશે.
5) ડબલ ડિજિટમાં દોડશે અર્થવ્યવસ્થા
રિઝર્વ બેન્કે આગામી નાણાકીય વર્ષે 2021-22માં GDPમાં 10.5 ટકાના વધારાનું અનુમાન લગાવ્યું છે. ઉલ્લેખનીય છે કે બજેટમાં એ 11 ટકા થવાનું અનુમાન લગાવ્યું છે.
6) મોંઘવારી વધશે
રિઝર્વ બેન્કે કહ્યું રિટેલ મોંઘવારી 6 ટકા કરતાં ઓછી રહેવાની શક્યતા છે. રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2021-22માં પહેલાં છ મહિનાની રિટેલ મોંઘવારીનો અંદાજ વધારીને 5થી 5.2 ટકા કરી દીધો છે. પહેલાં આ 4.6થી 5.2 ટકા કરવામાં આવ્યો હતો.
7) રિયલ એસ્ટેટમાં સુધારો
RBI ગવર્નરે કહ્યું ધીરે ધીરે ઘરોના વેચાણમાં સુધારો થયો છે. તે સાથે જ હવે લોકોની ખર્ચ કરવાની ક્ષમતામાં ફરી રિકવરી થઈ રહી છે. તાજેતરમાં જે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યો છે તેનાથી રોકાણની સ્થિતિમાં સુધારો થયો છે.
8) નાના રોકાણકારો પણ ખોલી શકશે ગિલ્ટ એકાઉન્ટ
શક્તિકાંત દાસે કહ્યું કે, હવે સામાન્ય રોકાણકારોને પણ રિઝર્વ બેન્કમાં ગિલ્ટ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપવામાં આવશે. નાના રોકાણકારો હવે પ્રાઈમરી એન્ડ સેકેન્ડરી ગવર્નમેન્ટ બોન્ડમાં રોકાણ કરી શકશે.
9) CRR વધશે
રિઝર્વ બેન્કે કહ્યું કે, કેશ રિઝર્વ રેશિયો (CRR)માં અત્યારે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ આગામી બે પેઝમાં વધારીને 4 ટકા કરવામાં આવશે. માર્ચ 27 સુધી તે 3.5 ટકા અને 22 મે સુધી 4 ટકા થશે.
10) સહકારી બેન્કોની મજબૂતી
શક્તિકાંત દાસે કહ્યું છે કે, સહકારી બેન્કોને મજબૂત બનાવવા માટે એક્સપર્ટ કમિટી બનાવવામાં આવશે. જે સૂચનો આપશે કે આ સેક્ટરને કેવી રીતે મજબૂત કરી શકાય અને તે માટે શું કાયદાકીય ફેરફાર જરૂરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.