• Gujarati News
  • Business
  • Nine Healthcare Companies Raised An Average Of Rs 12,000 Crore This Year Through IPOs

IPOની બોલબાલા:નવ હેલ્થકેર કંપનીઓએ આઈપીઓ મારફત ચાલુ વર્ષે સરેરાશ 12 હજાર કરોડ એકત્ર કર્યાં

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાયગ્નોસ્ટિક સર્વિસિઝથી માંડી વેલનેસ, હોસ્પિટલ ચેઈન અને બલ્ક ડ્રગ મેકર્સ કંપનીઓ આઈપીઓ મારફત મોટાપાયે ફંડ એકત્ર કરી રહી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં કુલ 41 આઈપીઓ યોજાઈ ચૂક્યાં છે. જેમાં હેલ્થકેર કંપનીઓનો હિસ્સો 22 ટકા રહ્યો છે. નવ હેલ્થકેર કંપનીઓએ આઈપીઓ દ્વારા રૂ. 12000 કરોડથી વધુ ફંડ એકત્ર કર્યું છે.

તેની સાથે સેગમેન્ટની અન્ય કંપનીઓ પણ આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, મહામારી બાદ લોકો સ્વસ્થ અને તંદુરસ્ત જીવન શૈલી પર ભાર મૂકી રહ્યાં છે. જેનાથી વેલનેસ પ્રોડક્ટ્સ અને સર્વિસિઝની માગ વધી છે. તદુપરાંત મહામારીએ ચીન પરની નિર્ભરતાં ઘટાડતાં ભારતીય કંપનીઓની તકોમાં વધારો થયો છે.

કંપનીઓ ચાઈના પ્લસની રણનીતિ પર કામ કરી રહી છે. જેનાથી બલ્ક ડ્રગ મેન્યુફેક્ચરર્સને ફિનિશ્ડ ડ્રગ મેકર્સ પાસેથી નવા ઓર્ડર મોટાપાયે મળી રહ્યાં છે. બિઝનેસના વિસ્તરણ માટે ફંડ એકત્ર કરવા હેલ્થકેર સેગમેન્ટની કંપનીઓ આઈપીઓનો માર્ગ પસંદ કરી રહી છે. જેની પાછળનું મુખ્ય કારણ શેર બજારની રેકોર્ડ તેજી વચ્ચે રોકાણકારોનો ઉત્સાહ છે.

એવામાં કંપનીઓ પોતાના વિસ્તરણ, દેવાંની ચૂકવણી અને અન્ય કોર્પોરેટ હેતુઓ પૂર્ણ કરવા આઈપીઓ યોજી રહી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં કુલ 9માંથી ચાર હેલ્થકેર કંપનીઓએ આઈપીઓ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ પોતાના વિસ્તરણ અને ઈક્વિપમેન્ટની ખરીદી પાછળ કર્યો છે. જ્યારે પાંચએ નાણાકીય જવાબદારીઓની ચૂકવણી કરી છે.

અત્યારસુધીમાં કુલ 41 આઈપીઓએ રૂ. 65 હજાર કરોડ એકત્ર કર્યાં છે. પેટીએમ, અદાણી વિલમર, આધાર હાઉસિંગ ફાઈનાન્સ, પારાદીપ ફોસ્ફેટ્સ, સેવન આઈલેન્ડ, શિપિંગ, કેવેન્ટર એગ્રો, અને આરોહણ ફાઈનાન્સિયલ સર્વિસિઝ જેવી કંપનીઓ સામેલ છે.

ન્યૂરેકાએ આઠ માસમાં 375 ટકા રિટર્ન આપ્યું
ડિજિટલ મેડિકલ ડિવાઈસ મેન્યુફેક્ચરર ન્યૂરેકા લિ.એ ફેબ્રુઆરીમાં આઈપીઓ મારફત રૂ. 100 કરોડ એકત્ર કર્યાં હતા. જે આઠ માસમાં 375 ટકા સુધી રિટર્ન છૂટ્યું છે.

કેમપ્લાસ્ટ સનમારમાં બે માસમાં 48.4% ઉછાળો
એગ્રો અને ફાર્મા કેમિકલ ઉત્પાદક કેમપ્લાસ્ટ સનમારે ઓગસ્ટમાં આઈપીઓ દ્વારા રૂ. 3850 કરોડ એકત્ર કર્યાં હતાં. બે માસમાં તેમાં 48.4 ટકા ઉછાળો જોવા મળ્યો છે. કુલ નવમાંથી 3 ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ, વિન્ડલાસ બાયોટેક, ક્રશ્ના ડાયગ્નોસ્ટિક્સમાં 9થી 26 ટકા નેગેટીવ રિટર્ન
નોંધાયું છે.

2021માં આ કંપનીઓએ IPOયોજ્યા
ન્યૂરેકા, કૃષ્ણા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, તત્વચિંતન ફાર્મા કેમ, ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ, વિન્ડલાસ બાયોટેક, કૃષ્ણા ડાયગ્નોસ્ટિક્સ, કેમપ્લાસ્ટ સનમાર, એમી ઓર્ગેનિક્સ, વિજયા ડાયગ્નોસ્ટિક્સ સેન્ટર.

આ કંપનીઓના IPO પાઈપલાઈનમાં
વેલનેસ ફોરેવર મેડિકેયર, ગ્લોબલ હેલ્થ, સહજાનંદ મેડિકલ ટેક્નોલોજીસ, વીદા ક્લિનિકલ રિસર્ચ, હેલ્થિયર્ન મેડટેક, મેડપ્લસ હેલ્થ સર્વિસિઝ, ઈનફિનિઅન બાયોફાર્મા, એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

અન્ય સમાચારો પણ છે...