તેજી અટકી:વોલેટાઇલ માર્કેટમાં નિફ્ટીની રેન્જ 18100-18450 વચ્ચે રહેશે

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી રોકાણકારોની ખરીદી પર નજર

વૈશ્વિક સ્તરે મોંઘવારીનો ડર હજુ ઘટ્યો નથી પરિણામે ફેડરલ રિઝર્વ અને અન્ય સેન્ટ્રલ બેન્કો વ્યાજદર વધારો અપનાવશે તેવા અહેવાલોના પગલે ઇક્વિટી માર્કેટની તેજીને બ્રેક લાગી છે. આગામી ફેડની બેઠકમાં કેટલો વ્યાજ વધારો આવે છે અને વિદેશી રોકાણકારોનો ટ્રેન્ડ કેવો રહે છે તેના પર બજારનું ચિત્ર સ્પષ્ટ થશે જોકે, બજાર ઉછાળા માટે કેટલાક ટ્રિગર પોઈન્ટ્સની રાહ જોઈ રહ્યું છે એકાદ પોઝિટીવ સેન્ટીમેન્ટ આવતા નવી ઉંચાઇ સર કરશે.

વૈશ્વિક બજારોના પગલે ભારતીય રિઝર્વ બેન્ક પણ 0.30-0.40 bps વ્યાજ વધારો આપે તો નવાઇ નહીં. કોર્પોરેટ કંપનીઓના ત્રિમાસીક પરિણામ અનુમાન કરતા સારા રહ્યાં હતા જેના કારણે બજારને મજબૂત સપોર્ટ મળી ગયો. આ ઉપરાંત બેન્ક નિફ્ટી રેકોર્ડ સ્તરે પહોંચી હોવાથી રોકાણકારોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે. આગામી સપ્તાહે વોલેટાલિટી ભર્યો માહોલ જોવા મળી શકે છે. નિફ્ટી નીચામાં 18100 પોઇન્ટ અને ઉપરમાં 18450 પહોંચે તેવો અંદાજ છે.

સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 161.56 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે 61663.48 પોઇન્ટ બંધ રહ્યો હતો જોકે, માર્કેટ 61981 પોઇન્ટના રેકોર્ડ સ્તરે બંધ આપી ઘટ્યું છે. જ્યારે નિફ્ટી 42.05 પોઇન્ટ ઘટી 18307.65 પોઇન્ટ બંધ રહ્યો હતો.

રોકાણકારોની મૂડી 282.33 લાખ કરોડની સપાટીએ પહોંચી છે. વિદેશી રોકાણકારોએ સરેરાશ સપ્તાહ દરમિયાન નજીવી ખરીદી હતી. આગળ જતા ખરીદી વધે તો બજારને સપોર્ટ મળી શકે છે. સ્થાનિક રોકાણકારો પણ દરેક ઉછાળે પ્રોફિટબુક કરી રહ્યાં છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ફરી નબળો પડી 82ની સપાટી નજીક 81.74 બંધ રહ્યો છે. 83 સુધી ઘટે તેવું અનુમાન છે.

ફાર્મા, FMCG-ITમાં પ્રોફિટ બુકિંગની શક્યતા
એફઓએમસીના સભ્યોએ ફરી એકવાર હોકિશ ટોન જાળવી રાખતાં ઈક્વિટી માર્કેટ્સમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. ચાલુ સપ્તાહે બેંકિંગ શેર્સે આઉટપર્ફોર્મન્સ જાળવી રાખ્યું છે. જે ટ્રેન્ડ આગામી સપ્તાહે પણ જળવાયેલો જોવા મળી શકે છે. જ્યારે બીજી બાજુ ફાર્મા, એફએમસીજી અને આઈટીમાં પ્રોફિટ બુકિંગની શક્યતાં છે. નિફ્ટીમાં 18130ના ટ્રેઈલીંગ સ્ટોપલોસ સાથે લેવરેજ લોંગ પોઝિશન્સ જાળવી શકાય છેે. > આસિફ હિરાણી, ડિરેક્ટર, ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝ.

અન્ય સમાચારો પણ છે...