નકારાત્મક ટ્રેન્ડ:નિફ્ટી ઘટી 14500 પોઇન્ટ સુધી પહોંચી શકે : BofA

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય ઈક્વિટી માર્કેટમાં ટ્રેન્ડ નકારાત્મક રહ્યો છે. ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં જ બોટમ-આઉટ થશે અને નિફ્ટી 50-શેર બેન્ચમાર્ક વર્ષના અંત સુધીમાં વધુ 6 ટકા ઘટીને 14500 પોઈન્ટ સુધી પહોંચી શકે તેવો નિર્દેશ અમેરિકન બ્રોકરેજે ફંડે રજૂ કર્યો હતો. સતત ઘટતી જતી ઇન્વેન્ટરી, કંપનીઓની કમાણીમાં ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો નિફ્ટી શેરોના “નબળા” મૂલ્યાંકનને દોરી રહ્યો હોવાનું બોફા સિક્યોરિટીઝ દ્વારા રજૂ કરાયું છે.

બ્રોકરેજે શરૂઆતમાં અંદાજ લગાવ્યો હતો કે વર્ષના અંત સુધીમાં નિફ્ટી વધીને 19100 સુધી પહોંચશે અને સેલ-ઓફ પછી ટાર્ગેટને 17000 સુધી ઘટાડશે પરંતુ તે સ્થિતી અવળી પડી છે. વૈશ્વિક સ્તરે વ્યાજદરમાં થઇ રહેલા સતત વધારાના કારણે વૈશ્વિક બજારમાં ઘટાડાની ચાલ રહી છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો પણ નબળો પડી 81ની સપાટી નીચે સરકી શકે છે.

આજે નિફ્ટી વધુ ઘટી 15413.30 પોઈન્ટ પર બંધ થયો હતો. વૈશ્વિક સ્તરે નાણાકીય નીતિ કડક થવા અને યુક્રેન પર રશિયન આક્રમણને પગલે કોમોડિટીના ઊંચા ભાવ જેવા પરિબળોને કારણે છે. બ્રોકરેજના નિષ્ણાતોએ જણાવ્યું કે તાજેતરના બજાર કરેક્શન છતાં અમે બજારો પર સાવચેત છીએ.

બ્રોકરેજે જણાવ્યું હતું કે 2022ના અંત સુધીમાં રૂપિયો તેની અપેક્ષાઓ કરતાં વધુ ઘટીને યુએસ ડોલર સામે રૂ. 81 પર પહોંચી જશે. આજે રૂપિયો 21 પૈસા ઘટીને 78.35ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો. અમે માનીએ છીએ કે જોખમ હજુ પણ રૂપિયા માટે વધુ અવમૂલ્યન તરફ ડાઇવર્ટ થયેલું છે. જ્યાં સુધી વ્યાજદર વધારો અટકશે નહીં, વિદેશી રોકાણકારોની ખરીદી નહીં આવે ત્યાં સુધી ટ્રેન્ડ નરમ રહેશે.

અન્ય સમાચારો પણ છે...