તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોકાણ:NFO દ્વારા ડિસેમ્બરમાં 8000 કરોડનું ફંડ મેળવાશે, 13 મ્યુચ્યુઅલ ફંડ્સના એનએફઓ યોજાઇ રહ્યા છે

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: મહેશ ત્રિવેદી
  • કૉપી લિંક

સેકન્ડરી માર્કેટમાં આવેલા સુધારાના પગલે પ્રાઇમરી માર્કેટમાં આગામી એક વર્ષમાં રૂ. 10000 કરોડથી વધુના આઇપીઓ પાઇપલાઇનમાં છે. તો બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી પણ એનઓફઓની વણઝાર લઇને આવી રહી છે. ડિસેમ્બર દરમિયાન એકસાથે 13 એનએફઓ યોજાઇ રહ્યા છે. ટૂંકમાં ડિસેમ્બર માસ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી આશરે રૂ. 8000 કરોડનું ફંડ એનએફઓ મારફત મેળવશે. જેમાં આદિત્ય બિરલા, આઇસીઆઇસીઆઇ પ્રુડે., યુટીઆઇ, એચડીએફસી, ઇન્વેસ્કો વગેરે નવી થીમ લઇને આવી રહ્યા છે. ચાર ઓફર્સ પૂરી થઇ ચૂકી છે. જ્યારે બાકીની તમામ ઓફર્સ તા. 18 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઇ જશે.

આદિત્ય બિરલા સનલાઇફ ઇએસજી ફંડઃ એનએફઓ તા. 18 ડિસેમ્બરે બંધ થશે. આ સ્કીમ એન્વાયર્ન્મેન્ટ, સોશિયલ અને ગવર્નન્સ (ઇસીજી) થીમને અનુસરતી કંપનીઓમાં રોકાણ કરશે. ફંડ ફંડે વૈશ્વિક ઇએસજી રિસર્ચ પ્રોવાઇડર સસ્ટેનાલિટિક્સ સાથે ઇએસજી સ્કોર્સ અને રેટિંગ્સ માટે જોડાણ કર્યું છે. ઇએસજી પ્રેક્ટીસનું પાલન કરતી આંતરરાષ્ટ્રીય સિક્યુરિટીઝમાં ફંડની નેટ એસેટ્સના 35 ટકા સુધી રોકાણ કરી શકાશે.

ઇન્વેસ્કો ગ્લોબલ કન્ઝ્યુમર ટ્રેન્ડ્સ ફંડ ઓફ ફંડઃ ફંડ તેની એસેટના 95 ટકા– 100 ટકા ઇન્વેસ્કો ગ્લોબલ કન્ઝ્યુમર ટ્રેન્ડ્સ ફંડના શેર્સમાં રોકશે.યુનિયન હાઇબ્રિડ ઇક્વિટી ફંડઃ સ્કીમ 65-80 ટકા ઇક્વિટીમાં તથા 20-35 ટકા ડેટ અને મની માર્કેટમાં રોકશે.
યુટીઆઇ સ્મોલકેપ ઇક્વિટી સ્કીમઃ મુખ્યત્વે સ્મોલકેપ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરશે. ખાસ કરીને વ્યવસાયના મોડલનું વિસ્તરણ કરી શકતી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરશે.આઇટીઆઇ લાર્જકેપ ફંડઃ આ ઓપન એન્ડેડ સ્કીમ લાર્જકેપ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરશે. લાંબાગાળે મૂડી વૃદ્ધિને ધ્યાનમાં રાખશે.
એચડીએફસી ડિવિડન્ડ યિલ્ડ ફંડઃ આ ઓપન એન્ડેડ સ્કીમ આકર્ષક ડિવિડન્ડ યિલ્ડ ધરાવતી કંપનીઓના શેર્સમાં ઇન્વેસ્ટ કરશે.
બરોડા બેન્કિંગ એન્ડ પીએસયુ બોન્ડ ફંડઃ 80-100 ટકા બેન્ક અને પીએસયુના ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં અને 20 ટકા અન્ય ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકશે.
એક્સિસ સ્પેશિયલ સિચ્યુએશન ફંડઃ અસાધારણ ગ્રોથની તકો ધરાવતી કંપનીઓના શેર્સમાં રોકાણ કરશે. કોરોના ક્રાઇસિસ પછી અચાનક થતાં ફેરફારો અને તકોને ધ્યાનમાં રાખીને આ ફંડ લોન્ચ કરાયું છે.

આઇપીઓની જેમજ મ્યુચ્યુઅલ ફંડના શેર્સની ઇનિશિયલ ઓફર
NFO આ જાણવું જરૂરી
આઇપીઓની જેમજ મ્યુચ્યુઅલ ફંડના શેર્સની ઇનિશિયલ ઓફર આવે છે. ઇન્વેસ્ટમેન્ટ કંપની દ્રારા ઓફર એટ પાર હોય છે. જેના દ્રારા ફંડ્સ રોકાણકારોને આકર્ષવા ઉપરાંત ફંડ એકત્ર કરે છે.

NFOમાં તકો કેવી છે ?
હાલના જે ફંડ્સ હોય તેના કરતાં તે સસ્તામાં મળે છે. એક્સચેન્જ ખાતે લિસ્ટેડ થયા પહેલાં મળે છે. જેમ જેમ પરફોર્મન્સના આધારે એનએવીમાં વધઘટ થતી રહે છે. તેથી સારાં એનએફઓમાં ઇન્વેસ્ટ કરનારા રોકાણકારોને લાંબાગાળે સારું રિટર્ન મળતું હોય છે. એનએફઓ પછી પણ તે સ્કીમના યુનિટ્સ ખરીદી કે વેચી શકાય છે.

ઇન્વે. પૂર્વે ચકાસો આ બાબતો

  • સ્કીમની ઇન્વેસ્ટમેન્ટ થીમ કેવી હશે
  • તે મ્યુચ્યુઅલ ફંડ હાઉસનો ટ્રેક રેકોર્ડ
  • ફંડ મેનેજરનો પણ ટ્રેક રેકોર્ડ ચકાસો
  • સ્કીમ સાથે સંકળાયેલા વિવિધ ખર્ચાઓ
  • ઇન્વેસ્ટમેન્ટ ઉપર કેટલો ટેક્સ લાગી શકે

ડિસેમ્બર દરમિયાન યોજાઇ રહેલા એનએફઓ

એનએફઓબંધ થવાની તારીખ
મોતીલાલ ઓસવાલ 5 વર્ષના જી- સેક ઇટીએફ રેગ્યુલર પ્લાન2-12-20
ડીએસપી વેલ્યૂ ફંડ રેગ્યુલર પ્લાન4-12-20
કોટક ઇએસજી ઓપોર્ચ્યુનિટી ફંડ રેગ્યુલર પ્લાન4-12-20
મિરાઇ એસેટ બેન્કિંગ એન્ડ ફાઇ. સર્વિસિસ ફંડ રેગ્યુલર પ્લાન4-12-20
આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ ક્વોન્ટ ફંડ7-12-20
બરોડા બેન્કિંગ એન્ડ પીએસયુ બોન્ડ ફંડ રેગ્યુલર પ્લાન10-12-20
યુનિયન હાઇબ્રિડ ઇક્વિટી ફંડ રેગ્યુલર પ્લાન11-12-20
એચડીએફસી ડિવિડન્ડ યિલ્ડ ફંડ રેગ્યુલર પ્લાન11-12-20
યુટીઆઇ સ્મોલકેપ ફંડ રેગ્યુલર પ્લાન16-12-20
આઇટીઆઇ લાર્જ કેપ ફંડ રેગ્યુલર પ્લાન16-12-20
આદિત્ય બિરલા સન લાઇફ ઇએસજી ફંડ રેગ્યુલર પ્લાન18-12-20
ઇન્વેસ્કો ઇન્ડિયા- ઇન્વે. ગ્લો. કન્ઝ્યુ. ટ્રેન્ડ્સ ફંડ ઓફ ફંડ રેગ્યુ. પ્લાન18-12-20
એક્સિસ સ્પેશિયલ સિચ્યુએશન ફંડ રેગ્યુલર પ્લાન18-12-20
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો