ઈન્ડિગો / પ્રમોટર્સ વચ્ચેના મતભેદના રિપોર્ટ પર સીઈઓએ કહ્યું- મેનેજમેન્ટને બોર્ડનો સંપૂર્ણ સપોર્ટ

Growth strategy remains unchanged says indiGo ceo after reported disagreement of promoters

રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલ
રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલ
X
રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલરાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલ

  • મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે પ્રમોટર રાહુલ ભાટિયા અને રાકેશ ગંગાવલમાં મતભેદ
  • સીઈઓ રોન્જોય દત્તાએ કર્માચારીઓને કહ્યું- ગ્રોથ સ્ટ્રેટેજીમાં કોઈ ફેરફાર નથી

Divyabhaskar.com

May 16, 2019, 05:57 PM IST

નવી દિલ્હી: ઈન્ડિગો એરલાઈનના પ્રમોટર રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલમાં મતભેદના રિપોર્ટ પર સીઈઓ રોન્જોય દત્તાએ કર્મચારીઓને ઈમેલ મોકલ્યો છે. દત્તાનું કહેવું છે કે એરલાઈનની ગ્રોથની સ્ટ્રેટેજીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેને લાગુ કરવામાં મેનેજમેન્ટને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનું સંપૂર્ણ સમર્થન છે.

પ્રમોટરો વિવાદની પતાવટ માટે કાયદાકીય ફર્મની મદદ લઈ રહ્યાં છે: રિપોર્ટ

દત્તાએ કર્મચારીઓને કહ્યું મને ભરસો છે કે આપણા પ્રમોટર રાહુલ ભાટિયા અને રાકેશ ગંગાવલની વચ્ચે કથિત મતભેદ હોવાના મીડિયા રિપોર્ટ્સ બાબતે તમે પણ સજાગ હશો. 

કેટલાંક મીડિયા રિપોર્ટમાં ગુરૂવારે કહેવામાં આવ્યું કે ભાટિયા અને ગંગવાલની વચ્ચે મતભેદ છે. વિવાદની પતાવટ માટે બંને ફર્મ કાયદાની મદદ લઈ રહ્યાં છે. ભાટિયાની પાસે ઈન્ડિગોના લગભગ 38 ટકા અને ગંગવાલની પાસે લગભગ 37 ટકા શેર છે.

પ્રમોટર્સની વચ્ચે મતભેદના સમાચારોથી ઈન્ડિગોના શેરમાં વેચવાલી વધી ગઈ છે. એનએસઈ પર શેર 9 ટકા ઘટીને 1453.20 રૂપિયાના નીચેના સ્તરે પહોંચી ગયો છે. બીએસઈ પર 1450.50 રૂપિયા સુધી ઘટ્યો. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી