જોડાણ / ટાટા ગ્રુપની ઇન્ડિયન હોટેલ્સ હોટલ એસેટ્સ હસ્તગત કરવા રૂ. 4,000 કરોડનું ભંડોળ એકઠું કરશે

કરાર સમયની તસવીરમાં ડાબેથી જીઆઇસીના ઇન્ડિયા હેડ કિશોર ગોટેટો અને ઇન્ડિયન હોટેલ્સના મેનેજિંગ ડિરેક્ટર પુનિત છટવાલ
કરાર સમયની તસવીરમાં ડાબેથી જીઆઇસીના ઇન્ડિયા હેડ કિશોર ગોટેટો અને ઇન્ડિયન હોટેલ્સના મેનેજિંગ ડિરેક્ટર પુનિત છટવાલ
X
કરાર સમયની તસવીરમાં ડાબેથી જીઆઇસીના ઇન્ડિયા હેડ કિશોર ગોટેટો અને ઇન્ડિયન હોટેલ્સના મેનેજિંગ ડિરેક્ટર પુનિત છટવાલકરાર સમયની તસવીરમાં ડાબેથી જીઆઇસીના ઇન્ડિયા હેડ કિશોર ગોટેટો અને ઇન્ડિયન હોટેલ્સના મેનેજિંગ ડિરેક્ટર પુનિત છટવાલ

  • ફંડ ભેગું કરવા કંપનીએ સિંગાપોરના સોવરિન વેલ્થ ફંડ જીઆઇસી સાથે ભાગીદારી કરી
  • ઇન્ડિયન હોટેલ્સનું ઇક્વિટી યોગદાન 30% તેમજ બાકીનું 70% યોગદાન જીઆઇસીનું રહેશે

divyabhaskar.com

May 17, 2019, 05:08 PM IST

અમદાવાદ: ટાટા ગ્રુપની ઇન્ડિયન હોટલ્સ કંપની લિમિટેડ (આઇએચસીએલ)એ ઇનવેસ્ટમેન્ટ પ્લેટફોર્મની રચના કરીને ત્રણ વર્ષના સમયગાળામાં રૂ. 4,000 કરોડનું ભંડોળ એકઠું કરવા માટે સિંગાપોરના સોવરિન વેલ્થ ફંડ જીઆઇસી સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ ભારતમાં લક્ઝરી, અપર અપસ્કેલ અને અપસ્કેલ સેગમેન્ટ્સમાં સંપૂર્ણપણે કાર્યરત હોટલ્સના હસ્તાંતરણ માટે કરવામાં આવશે. આ પ્લેટફોર્મ ભારતમાં મહત્વપૂર્ણ લોજીંગ માર્કેટ્સમાં આવેલી હોટલ એસેટ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. સંપૂર્ણપણે કાર્યરત હોટલ્સને હસ્તગત કરવાની કામગીરીમાં નબળું પ્રદર્શન કરતી હોટલ્સ પણ સામેલ છે, જેને ઇન્ડિયન હોટેલ્સના વિસ્તરણ અને ક્ષમતાઓ સાથે સુધારી શકાય.

વ્યૂહાત્મક અને મોટી એસેટ્સ હસ્તગત કરવાનો ઉદ્દેશ્ય

આ કરાર વિશે વાત કરતાં ઇન્ડિયન હોટેલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પુનિત છટવાલે જણાવ્યું હતું કે, આ જોડાણ એસ્પિરેશન 2022 સાથે તેમજ કંપનીને દક્ષિણ એશિયાની સૌથી પ્રતિષ્ઠિત અને નફાકારક હોસ્પિટાલિટી કંપની બનાવવાના તથા સારી એન્ટરપ્રાઇઝ વેલ્યુનું નિર્માણ કરવાના અમારા વિઝન સાથે સુસંગત છે. આ પ્લેટફોર્મ દ્વારા અમે વ્યૂહાત્મક અને મોટી એસેટ્સ હસ્તગત કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.

2. ઇન્ડિયન હોટેલ્સ માટેના પ્લેટફોર્મની મુખ્ય બાબતો

આ પ્લેટફોર્મ હેઠળ પ્રત્યેક હસ્તાંતરણ અલગ એસપીવીમાં પોતાના ફંડીંગ સાથે કરાશે. હસ્તગત કરાયેલી હોટલનું સંચાલન કંપની દ્વારા પોતાની વિવિધ બ્રાન્ડ્સ હેઠળ કરાશે અને મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટ્સ દ્વારા કંપનીની વૃદ્ધિની અપેક્ષાઓને બળ આપશે. આ પ્લેટફોર્મના કારણે ઇન્ડિયન હોટેલ્સ એસેટ લાઇટ ફોર્મેટમાં હસ્તાંતરણ કરવા સક્ષમ બનશે, જેમાં કંપનીનું ઇક્વિટી યોગદાન 30% અને બાકીનું 70% યોગદાન જીઆઇસીનું રહેશે.

3. ભાગીદારીનો હેતુ ભારતમાં હોસ્પિટાલિટી પોર્ટફોલિયો બનાવવાનો

જીઆઇસી રિયલ એસ્ટેટના ચીફ ઇનવેસ્ટમેન્ટ ઓફિસર કોક સન લીએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં મહત્વપૂર્ણ સ્થળો ઉપર ગુણવત્તાયુક્ત હોસ્પિટાલિટી પોર્ટફોલિયોનું નિર્માણ કરવા માટે જીઆઇસી અગ્રણી હોટલ ઓનર અને ઓપરેટર ઇન્ડિયન હોટેલ્સ સાથે ભાગીદારી કરી છે. લાંબાગાળાના રોકાણકાર તરીકે અમે ભારતના હોસ્પિટાલિટી સેક્ટરના ઉત્કૃષ્ટ દેખાવ બાબતે વિશ્વાસ ધરાવીએ છીએ.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી