ટ્વિટર / જરૂરિયાત એ આવિષ્કારની જનની છે, એ કહેવત ભારતીયોએ શોધી હશેઃ આનંદ મહિન્દ્રા

Need is a mother of invention, the Indians will find the saying: Anand Mahindra

  • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ મંગળવારે ટ્વિટર પર વીડિયો શેર કર્યો
  • મહિન્દ્રાની ટ્વિટને 16 હજારથી વધુ લાઈક અને હજારો લોકોની કોમેન્ટ મળી ચૂકી છે

Divyabhaskar.com

May 22, 2019, 05:13 PM IST

મુંબઈઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ મંગળવારે ટ્વિટર પર વીડિયો શેર કર્યો જેમાં એક વ્યક્તિ ખાટલાને ટ્રેકટર સાથે જોડીને ક્રેનની જેમ ઉપયોગ કરી રહ્યો છે. તેની પર ટિપ્પણી કરતા મહિન્દ્રાએ કહ્યું કે મને લાગે છે કે જરૂરીયાત એ શોધખોળની માતા છે, એ કહેવત ભારતીયોએ જ શોધી હશે. મહિન્દ્રાની ટ્વિટને 16 હજારથી વધુ લાઈક અને હજારો લોકોની કોમેન્ટ મળી ચૂકી છે. એક યુઝરે ખાટલામાંથી બનેલી વસ્તુની તસ્વીર શેર કરી હતી.

ટ્વિટર પર મહિન્દ્રાના 69 લાખ ફોલોઅરઃ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ દ્વારા મોટાભાગે ચર્ચામાં રહે છે. ટ્વિટર પર તે સૌથી વધુ સક્રિય બિઝનેસમેન છે. કારોબારી અને સામાજિક મુદ્દા પર ટ્વીટ કરવાની સાથે સારી પોસ્ટ પણ શેર કરતા રહે છે. ટ્વિટર પર તેમના 69 લાખથી વધુ ફોલોઅર છે. થોડા દિવસો અગાઉ તેમણે પોતાની પત્નીને હાજર જવાબી હોવાની વાત ટાંકીને સ્માર્ટવાઈફ હોવાનું આ નુકસાન પણ છે એ વાત કહી હતી.

X
Need is a mother of invention, the Indians will find the saying: Anand Mahindra
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી