ઈન્સેન્ટિવ / ઈન્ફોસિસ કર્મચારીઓને 5 કરોડ શેર આપશે, સીઈઓ પારેખને 10 કરોડ શેર મળશે

Divyabhaskar.com

May 17, 2019, 04:46 PM IST
Infosys will provide 5 million shares to employees, CEO Parekh will get 10 crore shares
X
Infosys will provide 5 million shares to employees, CEO Parekh will get 10 crore shares

  • પરફોર્મન્સના આધાર પર કર્મચારીઓને શેર આપવાની યોજનાને બોર્ડે મંજૂરી આપી
  • સીઓઓ યૂ બી પ્રવીણ રાવને 4 કરોડ રૂપિયાના શેર આપવામાં આવશે

બેંગલુરુંઃ આઈટી કંપની ઈન્ફોસિસ સીઈઓ સલિલ પારેખને 10 કરોડ રૂપિયાના શેર ઈન્સેન્ટિવ તરીકે આપશે. સ્ટાફને પરફોર્મન્સના આધાર પર ઈન્સેન્ટિવના નવા પ્રોગ્રામ અંતર્ગત શેર આપવામાં આવશે. કંપનીના બોર્ડે એક્સપેન્ડેડ સ્ટોક ઓનરશીપ પ્રોગ્રામને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત કર્મચારીઓને 5 કરોડ શેર આપવામાં આવશે. 
 

શેરધારકોની મંજૂરી બાદ લાગુ થશે સ્ટોક ઓનરશીપ પ્રોગ્રામ

1.

સીઓઓ યૂ બી પ્રવીણ રાવને 4 કરોડ રૂપિયાના શેર મળશે. ઈન્ફોસિસના સીઈઓએ કંપનીને ગુરુવારે રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું કે શેરહોલ્ડર્સની મંજૂરી બાદ સ્ટોક ઓનરશીપ પ્રોગ્રામ લાગુ થશે. 2015ની યોજનાના જણાવ્યા પ્રમાણે ઈન્ફોસિસ સમયના આધાર પર શેર આપતી હતી પરંતુ હવે પરફોર્મન્સના આધારે આપવામાં આવશે.

2.

ઈન્ફોસિસના સીઈઓનું કહેવું છે કે કર્મચારી અમારી સૌથી મોટી સંપતિ છે. સ્ટોક ઓનરશીપ પ્રોગ્રામથી અમે તેમને કંપનીમાં હિસ્સેદાર બનાવવા માંગીએ છીએ. તેમને લાંબા ગાળે કંપનીની સફળતાથી ફાયદો થશે.

3.

આ વર્ષે માર્ચ ત્રિમાસિકના અંત સુધી ઈન્ફોસિસના કર્મચારીઓની સંખ્યા 2.28 લાખ હતી. કર્મચારીઓનો કંપની છોડવાનો દર (એટ્રિશન રેટ) 20.4 ટકા હતો. 2018ના માર્ચ ત્રિમાસિકમાં અટ્રિશન રેટ 19.5 ટકા હતો.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી