તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • After Success In Online Business Flipkart Started Preparations To Open Grocery Stores

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઈન બિઝનેસમાં સફળતા બાદ ફ્લિપકાર્ટે ગ્રોસરી સ્ટોર્સ ખોલવાની તૈયારીઓ શરૂ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી રોકાણકારોને ભારતમાં રિટેલ સેકટરમાં મંજૂરી નથી
  • ફૂડ રિટેલ બિઝનેસમાં એફડીઆઈને 100 ટકા મંજૂરી હોવાથી ફિઝિકલ સ્ટોર્સની પણ પરવાનગી છે

નવી દિલ્હીઃ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ હવે ખાવા-પીવાની દુકાન પણ ખોલવાની તૈયારીમાં છે. જોકે વિદેશી રોકાણકારોને ભારતમાં રિટેલ સેકટરમાં મંજૂરી નથી. આ કારણે ફ્લિપકાર્ટ ફૂડ રિટેલ બિઝનેસમાં ઉતરવા જઈ રહી છે, જયાં 100 ટકા એફડીઆઈને મંજૂરી છે અને ફિઝિકલ સ્ટોરની પણ પરવાનગી છે. કંપનીએ આ પગલું મુંબઈમાં પાંચમો ઓનલાઈન ગ્રોસરી સ્ટોર,સુપરમાર્ટ ખોલ્યા બાદ ઉઠાવ્યું છે. સૂત્રના જણાવ્યા અનુસાર વૈશ્વિક રૂપથી વોલમાર્ટને લગભગ 50-60 ટકા વેચાણ થાય છે. ઓફલાઈન સ્ટોર ખોલવો તે વોલમાર્ટની યોજનામાં પણ સામેલ છે.

વોલમાર્ટનો ફૂડ અને ગ્રોસરી કારોબારમાં દબદબો છે, પરંતુ એફડીઆઈ રેગ્યુલેશનના કારણે ભારતમાં તેને બિઝનેસ ટુ બિઝનેસ હોલસેલ સેગમેન્ટમાં કારોબારની જ સ્વીકૃતિ છે. આમ છતાં કંપની પાછળ રહેવા માંગતા નથી. ફૂડ રિટેલ સેગમેન્ટમાં ઉતરવાથી કેશ એન્ડ કેરી બિઝનેસને પણ મદદ મળી શકે છે. જેમાં હાલ રેવન્યુ ગ્રોથ સ્લો છે. ભારતના રિટેલ માર્કેટમાં ફૂડનો હિસ્સો બે તૃતીયાંશ છે.

વોલમાર્ટની હરિફ એમેઝોને પણ ભારતીય કંપની એમેઝોન રિટેલ ઈન્ડિયા દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન ફૂડ રિટેલ માર્કેટમાં 50 કરોડ ડોલરના રોકાણની જાહેરાત કરી છે. આદિત્ય બિરલા ગ્રુપના ફૂડ અને ગ્રોસરી રિટેલ ચેન મોરમાં મોટો હિસ્સો ખરીદવા સિવાય કંપની કિશોર બિયાનીની આગેવાની વાળી ફ્યુચર રિટેલમાં પણ હિસ્સો લઈ રહી છે , જે અંતર્ગત ઈઝી ડે અને બિગ બજાર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો