તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • New Petrol diesel Cars And Vans Will Not Be Sold In Britain From 2030, Government Bans, Hybrid Vehicle Valid Till 2035

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાહસિક નિર્ણય:બ્રિટનમાં વર્ષ 2030થી પેટ્રોલ-ડીઝલની નવી કાર અને વાન નહીં વેચાય, સરકારે પ્રતિબંધ મુક્યો, હાઈબ્રિડ વ્હિકલ 2035 સુધી જ માન્ય

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટનની સરકારે પોતાની યોજના માટે 15.9 અબજ ડોલરની જંગી રકમ ફાળવણી કરી
  • આ ફાળવણીથી 2,50,000 નોકરીનું રક્ષણ થશે અને વર્ષ 2050 સુધીમાં બ્રિટન કાર્બન ન્યૂટ્રલ બનશે

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને બુધવારે જાહેરાત કરી હતી કે વર્ષ 2030થી બ્રિટનમાં પેટ્રોલ અને ડીઝલથી સંચાલિત વાહનોનું વેચાણ થશે નહીં. સરકાર દ્વારા અગાઉ જે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી તેના એક દાયકા પૂર્વે જ આ વાહનોનું વેચાણ બંધ કરવાની સમય સીમા નક્કી કરવામાં આવી છે. ગ્રીન ઈન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના 10 મુદ્દાની યોજના અંતર્ગત સરકારે આ નિર્ણય લીધો છે.

સરકારે કહ્યું છે વર્ષ 2030માં પેટ્રોલ અને ડીઝલની નવી કારો તથા વાનનું વેચાણ બંધ થઈ જશે. જોકે હાઈબ્રિડ વાહન વર્ષ 2035 સુધી જ વેચાણ કરી શકાશે. સરકારે પોતાની આ યોજના માટે 12 અબજ પાઉન્ડ (13.4 અબજ યુરો, 15.90 અબજ ડોલર) રકમની ફાળવણી કરી છે. સરકારને આશા છે કે આ ફાળવણીથી 250,000 નોકરીનું રક્ષણ કરી શકાશે અને વર્ષ 2050 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના બ્રિટનના લક્ષ્યાંકને પૂરા કરવામાં મદદ મળી શકશે.

એક દાયકામાં સમુદ્રી વિંડ પાવર ક્ષમતા ચાર ગણી કરવામાં આવશે
સરકારના પ્રસ્તાવ અંતર્ગત એક દાયકામાં સમુદ્રી વિંડ પાવર ક્ષમતા ચાર ગણી સુધી વધારવામાં આવશે. આ સાથે ઉદ્યોગ, પરિવહન, વીજળી તથા ઘરો માટે હાઈડ્રોઝન પ્રોડક્શનની ક્ષમતા પણ વધારવામાં આવશે. સરકાર ઝીરો ઈમિશન પબ્લિક ટ્રાન્સપોર્ટ, ઝીરો ઈમિશન પ્લેન એન્ડ શિપ રિસર્ચ તથા સાયકલિંગ એન્ડ વોકિંગને વધારે આકર્ષક બનાવવા પણ રોકાણ કરશે.

બ્રિટનને કાર્બન કેપ્ચર ટેકનોલોજીમાં અગ્રેસર અને લંડનને ગ્રીન ફાયનાન્સનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો લક્ષ્યાંક
સરકાર બ્રિટનને કાર્બન કેપ્ચર ટેકનોલોજીમાં અગ્રેસર અને લંડનને ગ્રીન ફાયનાન્સનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા ઈચ્છે છે. નાના અને મોટા પરમાણુ વીજળી ઘર તથા નવા અત્યાધુનિક મોડ્યૂલર રિએક્ટર્સને વિકસાવવા 52.5 કરોડ પાઉન્ડનો ખર્ચ પણ કરવામાં આવશે. સરકારે હજુ પોતાની યોજના અંગે સંપૂર્ણ માહિતી જાહેર કરી નથી.

સ્કોટલેંડના વિંડ ટર્બાઈન, મિડલેંડ્સની ઈલેક્ટ્રિક કાર અને વેલ્સની અત્યાધુનિક ટેકનોલોજીથી ગ્રીન રિવોલ્યૂશન થશે
જોન્સને એક નિવેદનમાં કહ્યું છે કે મારી 10 મુદ્દાની યોજના લાખો ગ્રીન જોબ્સનું નિર્માણ કરશે અને નોકરીઓને બચાવશે. તે વર્ષ 2050 સુધી દેશને નેટ-જીરો સુધી આગળ લઈ જશે. અમારા ગ્રીન રિવોલ્યુશનને સ્કોટલેન્ડના વિંડ ટર્બાઈન, મિડલેન્ડ્સમાં બનનારી ઈલેક્ટ્રિક કારો તથા વેલ્સમાં વિકાસ પામી રહેલી અત્યાધુનિક ટેકનોલોજીથી શક્તિ મળશે.

ઝીરો અથવા અલ્ટ્રા-લો ઈમિશન વ્હીકલ ખરીદવા માટે લોકોને 58.2 કરોડ પાઉન્ડની સબસિડી
યોજના પ્રમાણે સમગ્ર ઈગ્લેન્ડમાં રહેઠાણો અને માર્ગો પર ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ પોઇન્ટનું વિસ્તરણ કરવા માટે 1.3 અબજ પાઉન્ડનું રોકાણ કરવામાં આવશે. ઝીરો અથવા અલ્ટ્રા-લો ઈમિશન વ્હીકલ ખરીદવા માટે સામાન્ય લોકોને 58.2 કરોડ પાઉન્ડની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત આગામી 4 વર્ષમાં ઈલેક્ટ્રિક વ્હીકલની બેટરીના વિકાસ અને પ્રોડક્શન પર આશરે 50 કરોડ પાઉન્ડ ખર્ચ કરવામાં આવશે.

ઘરોમાં હાઈડ્રોઝનના ઉપયોગને ઉત્તેજન અપાશે
કાર્બન ઉત્સર્જન કરનારા ગેસના ઉપયોગને ઓછો કરવા પ્રાયોગિક ધોરણે ઘરોમાં હિટર અને કુકિંગમાં હાઈડ્રોઝનના ઉપયોગ માટે 50 કરોડ પાઉન્ડની ફાળવણી કરવામાં આવી છે. સરકાર ત્રણ વર્ષમાં જ હાઈડ્રોજન નેબરહુડ અને વર્ષ 2025 સુધી હાઈડ્રોજન વિલેજનો વિકાસ કરવા ઈચ્છે છે. આ સાથે દાયકાના અંત સુધીમાં લાખો ઘરો ધરાવતા શહેરોનો એવી રીતે વિકાસ કરવામાં આવશે કે જે દરેક ઘર ગેસનો ઉપયોગ કરતા હોય.

UKમાં આગામી વર્ષ COP26 ગ્લોબલ ક્લાઈમેન્ટ કોન્ફરન્સ યોજાશે
U.Kમાં આગામી વર્ષે COP26 ગ્લોલ ક્લાઈમેન્ટ કોન્ફરન્સનું આયોજન થવાનું છે. કોરોના મહામારીને લીધે આ આયોજનમાં 12 મહિનાનો વિલંબ થયો છે. બ્રિટને વર્ષ 2050 સુધી કાર્બન ઉત્સર્જનને ઘટાડી નેટ ઝીરો કરવાની ખાતરી આપી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો