• Gujarati News
  • Business
  • New Normal Cinemas Optimistic Of Recovery In 3 To 6 Months, Trend Strong If Third Wave Doesn't Come

ભાસ્કર ઇન્ટરવ્યૂ:ન્યૂ નોર્મલમાં સિનેમાઘરોમાં 3થી 6 માસમાં રિકવરીનો આશાવાદ, ત્રીજી લહેર ન આવે તો ટ્રેન્ડ મજબૂત

ગુરૂગ્રામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મલ્ટિપ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ પર ગૌતમ દત્તા, સીઈઓ. પીવીઆર મલ્ટિપ્લેક્સનો મત

દેશમાં સિનેમાધરો અને મલ્ટિપ્લેક્સ ઈન્ડસ્ટ્રી પર કોવિડ-19 મહામારીની સૌથી વધુ માઠી અસર થઈ છે. જો કે, દેશની ટોચની મલ્ટીપ્લેક્સ કંપની પીવીઆરના સીઈઓ ગૌતમ દત્તાએ દૈનિક ભાસ્કર સાથે વાતચીતમાં આશાવાદ વ્યક્ત કર્યો છે કે, કે જો કોઈ નવી લહેર કે વેરિયન્ટ ન આવ્યુ તો આગામી 3થી છ માસમાં દેશભરમાં સિનેમાઘર અને મલ્ટીપ્લેક્સમાં પ્રેક્ષકોની હાજરી સામાન્ય થશે. રજૂ છે વાતચીતના મુખ્ય અંશ…

  • કોવિડથી મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રિન ઈન્ડસ્ટ્રીને કેટલું નુકસાન થયું છે?

ભારતીય સિનેમાઘરો ગત નાણાકીય વર્ષમાં આશરે રૂ. 1200 કરોડનું નુકસાન થયું હતું. અનેક સિનેમાધર બંધ થઈ ગયા હતા. પ્રત્યક્ષ રૂપે બે લાખથી વધુ લોકોના રોજગાર પર અસર થઈ છે. દેશના સિનેમાઘર દેવાળિયા થવાની કગાર પર છે. મલ્ટિપ્લેક્સે ન્યુ નોર્મલ અંતર્ગત હવે નોન-મૂવી કન્ટેન્ટ જેવા મ્યુઝિકલ કોન્સર્ટ, ડોક્યુમેન્ટ્રી, લાઈવ સ્પોર્ટ્સ ઈવેન્ટ જેવા કાર્યક્રમો ઝડપથી શરૂ થયા છે.

  • ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફથી કેટલો સહયોગ અને સમર્થન મળ્યા છે?

મલ્ટિપ્લેક્સ એસોસિયેશને ફિલ્મ નિર્માણ સંબંધિત લોકોને સિનેમાઘરોનો સહયોગ કરવા અપીલ કરી હતી. તેણે પોતાની ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ ન કરવા માગ કરી હતી. મોટાભાગના લોકોએ અમારો સહયોગ કર્યો હતો. જેમાં મોટાભાગના લોકોએ સમર્થન આપ્યુ હતું.

  • હાલ દેશમાં નવા મલ્ટિપ્લેક્સ અથવા સિનેમાઘર શરૂ કરવાની માગ છે કે નહીં?

ભારતમાં પ્રતિ દસ લાખની વસ્તી પર 8 સિનેમા સ્ક્રીન છે. જ્યારે અમેરિકામાં આ આંકડો 125 અને ચીનમાં 52 છે. મલ્ટિપ્લેક્સ ઈન્ડસ્ટ્રીનો ગ્રોથ શોપિંગ મોલ્સ પર નિર્ભર છે. દેશના નાના શહેરોમાં પણ નવા શોપિંગ મોલ શરૂ થઈ રહ્યા છે. એવામાં મલ્ટિપ્લેક્સ શરૂ થવાની શક્યતા વધુ છે.

  • હાલ પીવીઆરની શું સ્થિતિ છે?

અમે કોવિડ દરમિયાન ઓપરેટિંગ કોસ્ટ ઘટાડી ડેવલપર અને જમીન માલિકો પાસેથી ભાડું અને કોમન એરિયા મેન્ટેનન્સમાંથી છૂટ આપી લિક્વિડિટી જાળવી રાખી હતી. કોવિડ સંબંધિત એસઓપી અપનાવી સફળતાપૂર્વક વધારાની લિક્વિડિટી પેટે રૂ. 1600 કરોડ એકત્ર કર્યા છે.

  • આ સેગમેન્ટમાં સ્થિતિ સામાન્ય થતાં કેટલો સમય થશે?

વેક્સિનેશનમાં તેજી આવતાં અમને આશાવાદ છે કે, જો સારી ફિલ્મોનો સપ્લાય સતત જારી રહેશે. અને કોઈ ત્રીજી લહેર અથવા નવો વેરિયન્ટ નહીં હોય તો અમારી સ્થિતિ સામાન્ય થવામાં ઓછામાં ઓછા 3થી 4 ત્રિમાસિક થશે.

  • વર્ષના અંત અને આગામી વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીનો શું આઉટલુક છે?

ઓક્ટોબર બાદથી રિકવરી શરૂ થવી જોઈએ. મોટાભાગનાં રાજ્યોમાં સિનેમાઘર પરત આશાવાદ છે કે, આગામી 3થી 6 માસમાં સિનેમાઘરોમાં પ્રેક્ષકોની પર્યાપ્ત સંખ્યામાં રિકવરી થશે.

  • સિનેમાહોલ બંધ થતાં ફિલ્મો પણ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે, શું તેને ન્યૂ નોર્મલ ગણવું જોઈએ?

મહામારી દરમિયાન ઓટીટી પર કન્ટેન્ટ જોવા માટે લોકો મજબૂર બન્યા હતા. વીસીઆર, કેબલ ટીવી જેવા સાધનો હોવા છતાં છેલ્લા 100 વર્ષથી સિનેમાઘરનું અસ્તિત્વ કાયમ રહ્યું છે. હવે સિનેમાઘર ફરી શરૂ થયા છે. તો પ્રોડ્યુસર પર પણ વધુ કમાણી માટે થિયેટરમાં ફિલ્મ રિલિઝ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...