તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPOની તેજી ધોવાઈ:નબળી ગુણવત્તા, ઓવર સપ્લાયના કારણે નવા આઈપીઓ ડિસ્કાઉન્ટમાં

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોલેટિલિટી વચ્ચે શોર્ટ ટર્મ ટ્રેન્ડ નેગેટિવ, સારી ક્વોલિટીનો આઈપીઓ માર્કેટ અપલિફ્ટ કરશે

કોવિડ-19ના માહોલ વચ્ચે ગત વર્ષથી આઈપીઓ માર્કેટમાં નોંધાયેલી તેજી ઓગસ્ટમાં ધોવાઈ ગઈ છે. જેની પાછળનાં મુખ્ય કારણો આઈપીઓનો ઓવર સપ્લાય અને નબળી ગુણવત્તા હોવાનું માર્કેટ નિષ્ણાતો જણાવી રહ્યાં છે. છેલ્લા 16 માસ બાદ ઓગસ્ટમાં લિસ્ટેડ સૌથી વધુ 10 આઈપીઓમાંથી પાંચ ડિસ્કાઉન્ટમાં ખુલ્યા હતાં.

ચાલુ નાણાકીય વર્ષમાં 20 કંપનીઓએ રૂ. 45 હજારથી વધુ ફંડ આઈપીઓ મારફત એકત્ર કર્યું છે. જેમાં ઓગસ્ટમાં ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ, રોલેક્સ રિંગ્સ, એક્સારો ટાઈલ્સ, વિન્ડલાસ બાયોટેક, ક્રશ્ના ડાયગ્નોસ્ટિક્સ, દેવયાની ઈન્ટરનેશનલ, કારટ્રેડ ટેક, નુવોકો વિસ્ટાસ, કેમપ્લાસ્ટ સનમાર, અપ્ટસ વેલ્યૂએ ઓગસ્ટમાં લિસ્ટિંગ કરાવ્યું હતું.

જિયોજીત ફાઈનાન્સિયલ સર્વિસિઝના હેડ ઓફ રિસર્ચ વિનોદ નાયરે આઈપીઓમાં નેગેટીવ ટ્રેન્ડ અંગે જણાવ્યું હતું કે, આઈપીઓનો ઓવરસપ્લાય અને નબળી ગુણવત્તાના પગલે હાલમાં યોજાયેલા આઈપીઓના પ્રદર્શન નબળા રહ્યાં છે. બીજી બાજુ ઓગસ્ટમાં મિડકેપ અને સ્મોલકેપમાં મોટાપાયે વોલિટિલિટી જોવા મળી છે. વોલેટિલિટી વચ્ચે સેન્સેક્સ 9 ટકા વધી માસના અંતમાં 9 ટકા વધી 57 હજારની સપાટી ક્રોસ કરી છે.

મિડકેપ 3.31 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.49 ટકા વધ્યો છે. જુલિયસ બૈરના હેડ ઓફ ઈક્વિટી રૂપેણ રાજગુરૂએ કહ્યું કે, દરેક માર્કેટમાં તેજી અને મંદીનો માહોલ આવે છે. આઈપીઓ માર્કેટમાં પણ તે જ વલણ જોવા મળ્યું છે. ટૂંકાગાળા માટે આઈપીઓમાં નેગેટીવ ટ્રેન્ડ જોવા મળી શકે છે.

માર્કેટ સ્થિર થયા બાદ મજબૂત ગુણવત્તા ધરાવતી કંપનીનો આઈપીઓ માર્કેટમાં ચાંદની લાવશે. હાલ વૈશ્વિક અને સ્થાનિક લિક્વિડિટી મજબૂત છે.અને યિલ્ડ નીચી છે. જે કંપનીઓની આઈપીઓ યોજવાની ક્ષમતા વધારશે.

અન્ય સમાચારો પણ છે...