તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Nearly 1000 Cars And 3200 Two wheelers Delivered In Ahmedabad, 8000 Vehicles Sold Across Gujarat

અષાઢી બીજ ફળી:અમદાવાદમાં 1000 કાર અને 3200 ટુ-વ્હીલરની ડિલિવરી થઈ, આખા ગુજરાતમાં 8000 વાહનો વેચાયા

અમદાવાદ15 દિવસ પહેલા
  • આજના દિવસમાં 2 વ્હીલરનુ 30% અને કારનું 15% વેચાણ વધ્યું
  • EV પ્રત્યે આકર્ષણ વધતાં તેનું વેચાણ વધીને 2% પર આવી ગયું

અષાઢી બીજના તહેવારના દિવસે ઘણા લોકો વાહનોની ખરીદી કરતાં હોય છે અને તે દિવસે ડિલિવરી મળે તેવું પણ ઇચ્છતા હોય છે. ગુજરાતમાં અમદાવાદમાં આ દિવસનું ખાસ મહત્વ છે અને આ દિવસે વ્હીકલ્સની ખરીદી પણ સારી રહે છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના ગુજરાત ચેપ્ટરના જણાવ્યા પ્રમાણે અષાઢી બીજના દિવસે અંદાજે 1000 કાર અને 3200 ટુ-વ્હીલરની ડિલિવરી થઈ છે. આજના દિવસે આખા ગુજરાતમાં આશારે 8000 વાહનોનું વેચાણ થયું છે.

અમદાવાદમાં ટાટા મોટર્સની કારની ડિલિવરી લેતા લોકો.
અમદાવાદમાં ટાટા મોટર્સની કારની ડિલિવરી લેતા લોકો.

ગત વર્ષ કરતાં આ વર્ષે વેચાણ વધ્યું
ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)ના ગુજરાત રીજનના ચેરમેન અને ઈનોવેટિવ હોન્ડાના ડિરેક્ટર પ્રણવ શાહે જણાવ્યું હતું કે, કોરોનાની પહેલી લહેરની તુલનામાં બીજી લહેર બાદ રિકવરી સારી રહે છે જેના કારણે ગત વર્ષની અષાઢી બીજ કરતાં આ વર્ષે વેચાણ સારું રહ્યું છે. આ વખતે 2 વ્હીલરમાં 30% અને ફોર વ્હીલરમાં 15% જેટલું વધારે વેચાણ થયું છે. જોકે, ઓવરઓલ જોઈએ તો હજુ પણ ઇન્ડસ્ટ્રીમાં મંદીનો માહોલ છે. 2019ની સરખામણીએ વેચાણ હજુ પણ ઘણું ઓછું છે.

SUV- મિડ સાઇઝમાં વેચાણ વધ્યું
પ્રણવ શાહે કહ્યું કે, માર્કેટની સ્થિતિ પહેલા કરતાં સારી છે અને એના કારણે SUV તેમજ મિડ સાઇઝ કારમાં ડિમાન્ડ વધુ રહી હતી. ટોટલ સેલ્સમાં SUVનો હિસ્સો 30-35% જેવો છે. આ સાથે જ ટુ-વ્હીલરમાં પણ હાઇ એન્ડમાં ગત વર્ષ કરતાં સારું વેચાણ જોવા મળ્યું છે.

રાજકોટમાં કારની ડિલિવરી મારુતિ સુઝુકીની ડિલિવરી લેતું કપલ.
રાજકોટમાં કારની ડિલિવરી મારુતિ સુઝુકીની ડિલિવરી લેતું કપલ.

ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ પણ વધ્યું
ઓટો ડીલર્સના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આ વખતે ઇલેક્ટ્રિક વાહનો તરફ લોકોનું આકર્ષણ વધ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં જ ઇલેક્ટ્રિક વ્હીકલ માટે પોલિસી જાહેર કરી છે અને જેમાં વાહન ખરીદનારને સબસિડી પણ આપવામાં આવે છે. સામાન્ય રીતે કુલ વેચાણમાં EVનો શેર 1%થી પણ ઓછો રહેતો હોય છે. તેની સામે આ વર્ષે EVમાં વેચાણ 2% આસપાસ પહોંચવાની ધારણા છે. એક અંદાજ મુજબ આ વખતની અષાઢી બીજે 160 આસપાસ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે.

અપર મિડલ ક્લાસે માર્કેટ જાળવી રાખ્યું
ટાટા મોટર્સની ડિલરશીપ કાર્ગો મોટર્સ અમદાવાદ પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ મેનેજર નીરવ પરીખે જણાવ્યું કે, કોરોનાની અસર હેઠળ માર્કેટમાં ઓવરઓલ મંદી છે પણ અપર મિડલ ક્લાસ અને હાયર ક્લાસ સેગમેન્ટમાં તેની અસર બહુ નથી જેના કારણે આ વર્ષે અષાઢી બીજના દિવસે વાહનોનું વેચાણ સારું રહ્યું છે. લોકો મોટી ફેમિલી કાર લેવાનું પસંદ કરી રહ્યા છે. અમે આજના દિવસે 50થી વધુ કાર ડિલિવર કરી છે.

ઓટો ડીલર્સ કારની સિમબોલિક ચાવી આપતા ડિલરશીપના સ્ટાફ.
ઓટો ડીલર્સ કારની સિમબોલિક ચાવી આપતા ડિલરશીપના સ્ટાફ.

ડિલરોએ ઢોલ નગર વગાડી ગાડીની ડિલિવરી કરી
અમદાવાદમાં નવી ગાડી ખરીદનારા ગ્રાહકો જ્યારે કારની ડિલિવરી લેવા આવ્યા ત્યારે ઘણા ઓટો ડિલરોએ ઢોલ અને નગારા વગાડી અને કારની ડિલિવરી કરી હતી. આ સાથે જ ડિલરશીપ પર ફૂલ-હાર તેમજ પૂજાની થાળીની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.