ક્રિસિલનો આશાવાદ:એનબીએફસીની NPA ત્રીજા ત્રિમાસિકમાં 1.50% વધી

મુંબઇ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આરબીઆઈ દ્વારા બેન્કિંગ નિયમોમાં કરવામાં આવેલા સુધારાના કારણે એનબીએફસીની એનપીએ ડિસેમ્બર ત્રિમાસિકમાં 1.50 ટકા વધી 6.80 ટકા થઈ છે. તદુપરાંત આર્થિક ગતિવિધિઓમાં સુધારાની સાથે ગ્રોસ એનપીએ 0.30 ટકા વધી ડિસેમ્બર ત્રિમાસિકમાં 5.3 ટકા નોંધાઈ છે. એનબીએફસી દ્વારા કલેક્શન પ્રક્રિયા હાથ ધરાતા તેમજ આર્થિક ગતિવિધિઓમાં સુધારાના પગલે આગામી સમયમાં ગ્રોસ એનપીએ ઘટવાનો આશાવાદ ક્રિસિલે વ્યક્ત કર્યો છે.

આરબીઆઈના સર્ક્યુલરમાં બે જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં ડિસેમ્બર ક્વાર્ટર માટે, આરબીઆઈના પરિપત્રમાં એનબીએફસીની એનપીએની ઓળખ માસને બદલે તારીખના આધારે કરવી તેમજ એનપીએના અપગ્રેડેશનમાં આકરૂ વલણ જેવી બે જોગવાઈઓ અમલી બનાવવામાં આવી હતી. જેના કારણે એનપીએ વધી છે. જો કે, હવે દેવાદારો ઝડપથી પોતાની બાકી ચૂકવી રહ્યા છે.

વ્હિકલ લોનમાં એનપીએ 5 ટકા વધી હતી. 15 ફેબ્રુઆરીએ આરબીઆઈના ફોલોઅપ સર્ક્યુલરમાં એનપીએ અપગ્રેડેશનના ધોરણોના અમલીકરણની મુદ્દત 30 સપ્ટેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવતા આગામી ત્રિમાસિકમાં એનપીએમાં સુધારો થવાની શક્યતા છે.

એનબીએફસીની સંચાલન પ્રક્રિયા સુચારૂ બનાવવા, કલેક્શન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા વધુ મુદ્દત આપી છે. જે એનબીએફસીને પારદર્શી બનાવશે. વધુમાં આર્થિક ગતિવિધિઓ સુધરતા લોકોની આવકો વધી છે. વેપાર-ધંધા રિકવર થયા છે. ક્રિસિલના સિનિયર ડિરેક્ટર અને ડેપ્યુટી સીઆરઓ ક્રિષ્ના સિતારમણે વ્યક્ત કર્યો છે. રિસ્ટ્રક્ચર્ડ પોર્ટફોલિયોનું પર્ફોર્મન્સ સંવેદનશીલ રહેશે.

અન્ય સમાચારો પણ છે...