તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રોથની આશા:NBFCs, હાઉસિંગ ફાઇ. Q1-22માં લોન વિતરણમાં 55 ટકા ઘટાડો : ઇકરા

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજદરમાં કરવામાં આવેલા ઘટાડા છતાં લોનની માગમાં નિરૂત્સાહી ટ્રેન્ડ જોવા મળ્યો છે. નોન-બેન્ક ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFCs) માં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન લોન વિતરણમાં સરેરાશ 55 ટકા ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર (QoQ) ક્રમિક ઘટાડો જોવા મળ્યો છે. કોરોના મહામારીની બીજી લહેરના કારણે અગાઉના ત્રિમાસિક ગાળામાં જોવા મળેલા પુન રિકવરીને અસર થઇ હોવાનું રેટિંગ એજન્સી ICRA એ જણાવ્યું હતું.

“Q1FY2021 જેવા દરેક બાબતોમાં મોરેટોરિયમની ગેરહાજરી તેમજ નબળાં વિતરણ અને પોર્ટફોલિયોની સ્થિતિને જોતાં NBFC સેગમેન્ટ માટે એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) સંકોચાઈ ગઈ છે. જ્યારે હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનની એયુએમ સ્થિર રહી હતી. જ્યારે વિવિધ સંસ્થાઓ સાથે પેન્ટ-અપ માંગને પગલે જુલાઈ 2021માં વિતરણો તદ્દન ઝડપથી પુનર્જીવિત થયા હતા જે મેક્રો-આર્થિક સૂચકાંકો પર આધારિત છે.

વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે ઝડપી રિકવરી છેલ્લા ત્રણ માસમાં જોવા મળતા આગામી ટુંકાગાળામાં એનબીએફસી સેક્ટરમાં પોઝિટીવ ગ્રોથ જોવા મળે તેવા સંકેતો એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે. ખાસકરીને મેન્યુફેક્ચરીંગ તેમજ એમએસએમઇમાં મજબૂત ગ્રોથ જોવા મળે તેવું અનુમાન છે.  કોરોનાની બીજી લહેર આ ક્ષેત્ર માટે રિકવરીની ગતીને મંદ પાડી હતી. જોકે, ICRA અપેક્ષા રાખે છે કે વાર્ષિક ધોરણે સંકોચનના સતત બે વર્ષ પાછળ રહ્યું છે. નાણાકીય વર્ષ 2022 માટે એકંદર વિતરણ લગભગ 6-8 ટકા વધારે રહેશે તેવો અંદાજ છે. એયુએમના સંદર્ભમાં નાણાકીય વર્ષ 2022માં આ ક્ષેત્ર 8-10 ટકાની વૃદ્ધિની અપેક્ષા છે તેમ ICRA રેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ મનુશ્રી સગ્ગરે જણાવ્યું હતું.

મહામારીના સમયમાં વિવિધ રાજ્યો દ્વારા લાદવામાં આવેલા સ્થાનિક લોકડાઉનને કારણે નોન બેન્કિંગ સંસ્થાઓ માટે સંપત્તિની ગુણવત્તા Q1 FY2022માં નબળી પડી હતી. જોકે છેલ્લા કેટલાક સમયમાં મોટા પાયે માગ ખુલી છે. જેની પાછળનું મુખ્ય કારણ ગતનાણાકીય વર્ષ કરતા વિપરીત લોન મોરેટોરિયમ ન હોવાથી લોન લેવલ લિક્વિડિટી વધી હતી.

45% લોન ધારકોએ મોરેટોરિયમનો લાભ લીધો
ઇકરાના અહેવાલમાં જણાવ્યા અનુસાર એનબીએફસીના લોન ધારકોમાંથી અંદાજે 45 ટકા લોન ઓગસ્ટ 2020 સુધી મોરેટોરિયમનો લાભ લીધો હતો અને મોટાભાગે વ્યક્તિગત અને એમએસએમઇ લોન સેગમેન્ટમાંથી રહ્યાં હતા. મોરેટોરિટમ લેનારા રોકડ પ્રવાહમાં નબળી રિકવરીને પણ અસર કરે છે. જે છેલ્લા નાણાકીય વર્ષમાં મહામારીમાં અસરગ્રસ્ત થયા હતા. એનબીએફસી ક્રેડિટ ખર્ચમાં પણ
તીવ્ર વધારો થયો.

અન્ય સમાચારો પણ છે...