IPOનો મેળો:NBFC એ રૂ.40000 કરોડ એકત્ર કર્યા IPO માટે આ મહિને લોનનું વિતરણ કરશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યારે આઇપીઓ માટે લોનની માંગ હોય ત્યારે કોમર્શિયલ પેપર્સ રજૂ કરવામાં આવે છે
  • નવેમ્બરમાં પ્રાઇમરી ઇશ્યુનો ધમધમાટ જોવા મળશે,દેવાની વહેંચણી માટે તૈયારીઓ પૂર્ણ

ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં દેશની નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs)એ અલ્ટ્રા-શોર્ટ ટર્મ ડેટ કોમર્શિયલ પેપર્સ (CPs) દ્વારા ઝડપથી ભંડોળ એકત્ર કરવાનું શરૂ કર્યું છે. હકીકતમાં,નવેમ્બર મહિનામાં મોટી સંખ્યામાં નવા આઇપીઓ આવી રહ્યા છે અને લોકો આ આઇપીઓ ખરીદવા માટે આ NBFCs પાસેથી ટૂંકા ગાળાની લોન લે છે.

આ NBFCs લોન આપવા માટે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લે છે. NBFCએ છેલ્લા ચાર દિવસમાં રૂ. 40,000 કરોડ એકત્ર કર્યા છે. બજાજ ફાઇનાન્સ અને આદિત્ય બિરલા ફાઇનાન્સ ફંડ એકત્ર કરવામાં મોખરે છે. બ્રોકરેજ કંપનીઓના ડીલર્સ માને છે કે હવે એનબીએફસી વધુ નાણાં એકત્ર કરશે. નિષ્ણાતો કહે છે કે જ્યારે પણ આઇપીઓની માંગ હોય છે ત્યારે કોમર્શિયલ પેપર્સ (CPs) જારી કરવામાં આવે છે. ભંડોળ ઊભું કરવાની આ સૌથી સરળ રીત છે.

ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસિસે IPO-CP દ્વારા ભંડોળ એકત્ર કર્યું છે. નવેમ્બરમાં સંખ્યાબંધ આઇપીઓના કારણે NBFCs ફંડ એકત્રીકરણમાં તેજી દર્શાવે છે. હાલમાં, ઇક્વિટી પ્રત્યે રોકાણકારોનું સેન્ટિમેન્ટ તદ્દન હકારાત્મક છે. NBFCs આ આઇપીઓમાં રોકાણ કરવા ઇચ્છુક તેમના ગ્રાહકોને ધિરાણ આપવા માટે IPO-CPs દ્વારા ભંડોળ જમા કરે છે,જેને અલ્ટ્રા-શોર્ટ-ટર્મ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે.

આની મેચ્યુરિટીનો સમયગાળો 8 થી 12 દિવસનો છે. અગાઉ આ પેપર્સ 80 થી 120 બેસિસ પોઈન્ટ પર રજૂ કરવામાં આવતા હતા જે ત્રણ મહિનામાં પાકતી મુદત પર NBFC દ્વારા નોંધાયેલા દર કરતા વધારે હતા. પરંતુ રોકાણકારોની જાગૃતિમાં વધારો થવાને કારણે ત્રણ મહિનાના પેપર્સ અને IPO-CP વચ્ચેનું અંતર વધીને 200 બેસિસ પોઈન્ટ્સ થઈ ગયું છે.

નવે.ના પહેલા પખવાડિયામાં 5 કંપનીઓના ઈશ્યુ
લગભગ એક મહિનાના વિરામ બાદ પ્રાઈમરી માર્કેટની ચમક ફરી પાછી ફરવા જોવા મળી રહી છે. નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં, પેટીએમની પેરન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સ અને પોલિસી બજારની પેરેન્ટ કંપની પીબી ફિનટેક સહિત પાંચ કંપનીઓ આઇપીઓ લઈને આવી રહી છે. આ આઇપીઓ દ્વારા રૂ. 27,000 કરોડથી વધુ મૂડી એકત્ર કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન આઈપીઓ રજૂ કરવા જઈ રહેલી અન્ય ત્રણ કંપનીઓ સેફાયર ફૂડ્સ ઈન્ડિયા,એસજેએસ એન્ટરપ્રાઈઝ અને સિગાચી ઈન્ડસ્ટ્રીઝ છે. એફએસએન ઇ-કોમર્સ વેન્ચર્સ લિમિટેડ, જે હાલમાં નાયકા સૌંદર્ય અને સુખાકારી ઉત્પાદનો માટેનું ઓનલાઈન માર્કેટપ્લેસ ચલાવે છે. તેમજ ફિનો પેમેન્ટ્સ બેંકનો આઈપીઓ ખુલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...