• Home
  • Business
  • Natural gas production fell 18.6% to 2.16 billion cubic meters in April, while ONGC's output fell 15.3%.

કોરોના ઈમ્પેક્ટ / એપ્રિલમાં કુદરતી ગેસનું ઉત્પાદન 18.6% ઘટીને 2.16 અબજ ઘનમીટર થયું, ઓએનજીસીના ઉત્પાદનમાં 15.3%નો ઘટાડો નોંધાયો

Natural gas production fell 18.6% to 2.16 billion cubic meters in April, while ONGC's output fell 15.3%.
X
Natural gas production fell 18.6% to 2.16 billion cubic meters in April, while ONGC's output fell 15.3%.

  • ગયા વર્ષે એપ્રિલમાં દેશમાં 2.65 અબજ ઘનમીટર કુદરતી ગેસનું ઉત્પાદન થયું હતું

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 08:48 PM IST

નવી દિલ્હી. કોરોના વાયરસના ફેલાવાને રોકવા દેશવ્યાપી લોકડાઉનને કારણે એપ્રિલમાં દેશના કુદરતી ગેસ ઉત્પાદનમાં આશરે 18.6%નો ઘટાડો થયો છે. શનિવારે જારી કરાયેલા સત્તાવાર ડેટા મુજબ આ સમયગાળા દરમિયાન ઉદ્યોગના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. પેટ્રોલિયમ મંત્રાલયના ડેટા અનુસાર, એપ્રિલમાં 2.16 અબજ ઘનમીટર કુદરતી ગેસનું ઉત્પાદન થયું હતું. જે એક વર્ષ પહેલાં સમાન ગાળામાં 2.65 અબજ ઘન મીટરના ઉત્પાદન કરતા 18.6% ઓછું છે.

ઓએનજીસીના ગેસ ઉત્પાદનમાં 15.3% ઘટાડો
ગયા મહિને દેશના સૌથી મોટા ગેસ ઉત્પાદક ઓએનજીસીનું ઉત્પાદન 15.3% ઘટીને 1.72 અબજ ઘન મીટર થયું છે. મળતી માહિતી મુજબ લોકડાઉનને કારણે ઓએનજીસીનું ઉત્પાદન ગ્રાહકો તરફથી ઓછી માગના કારણે ઘટ્યું હતું. અન્ય સરકારી માલિકીની ઓઇલ ઇન્ડિયાનું ઉત્પાદન પણ 10% ઘટીને 20.205 કરોડ ઘનમીટર થયું છે. ઓઇલ ઇન્ડિયાના આસામના દેવહલ ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષેત્રમાંકાર્બન ડાયોક્સાઇડની હાજરીથી ક્ષમતા પર અસર થવાને કારણે તેમજ ગ્રાહકોની ઓછી માગથી પણ ઘટાડો થયો છે.

રિફાઈનરીઓમાં પેટ્રોલિયમ ઇંધણ ઉત્પાદનમાં 30%નો ઘટાડો થયો
લોકડાઉનને કારણે માંગ ઓછી થવાથી રિફાઈનરીઓએ પણ બળતણ ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો. રિફાઇનરીમાં ઇંધણનું ઉત્પાદન ગયા મહિને 30% ઘટીને 18.8 મિલિયન ટન થયું હતું. લોકડાઉનને કારણે મોટાભાગના વાહનોની અવાર જવર બંધ છે જેને પગલે બળતણની માંગમાં મોટો ઘટાડો થયો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી