• Home
  • Business
  • Nationwide fraud going on in the name of Canada Immigrant Visa

ફ્રોડ / કેનેડા ઈમિગ્રેશન વિઝાના નામે મોટા પાયે ચાલતી છેતરપિંડી, રેગ્યુલેટરના એજન્ટ બની ગ્રાહકો સાથે થતી ઠગાઈ

Nationwide fraud going on in the name of Canada Immigrant Visa
X
Nationwide fraud going on in the name of Canada Immigrant Visa

  • કેનેડાના વિઝા લેતી વખતે તેની વેબસાઈટ પર ફ્રોડ ગાઈડલાઈન્સ જરૂરથી જોવી જોઈએ
  • ભાસ્કર ઇન્વેસ્ટીગેશનમાં 51માંથી માત્ર 1 ઈમિગ્રેશન કંપનીએ જ સાચી માહિતી આપી

અજિત સિંહ

અજિત સિંહ

Jul 30, 2020, 04:06 PM IST

મુંબઈ. કેનેડામાં નોકરી માટે અપાતા પરમેનેન્ટ રેસિડેન્ટ વિઝાને લઈને એક મોટું ફ્રોડ સામે આવ્યું છે. ઘણી કંપનીઓ ગેરકાયદેસર રીતે વિઝા અપાવવાનું કામ કરી રહી છે. આવી કંપનીઓ રેગ્યુલેટરના દાયરામાં આવતી નથી તેમ છતાં તે મોટા પ્રમાણમાં વિઝાનું કામ કરે છે. હકિકતમાં, કેનેડામાં ઈમિગ્રેશન કે રહેવા માટેના વિઝા લેવા ત્રણ લોકોનો સંપર્ક કરવાનો રહે છે. કેનેડિયન વકિલ, કેનેડીયન નોટરી અથવા ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ ઓફ કેનેડા રેગ્યુલેટરી કાઉન્સિલ (ICCRC)ના લાઈસન્સ એજન્ટનો વિઝા માટે સંપર્ક કરવાનો રહે છે.

ICCRC રેગ્યુલેટરી ઓથોરિટી છે જેને ઈમિગ્રેશન કન્સલ્ટન્ટની સેવા લેનાર ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે કેનેડા સરકારે બનાવી છે. કેનેડાના વિઝા લેતી વખતે તેની વેબસાઈટ (https://iccrc-crcic.ca/fraud-prevention/) પર ફ્રોડ ગાઈડલાઈન્સ જરૂરથી જોવી જોઈએ.

ભારતીય કંપની ડાયરેક્ટ વિઝાનું કામ નથી કરી શકાતી
ICCRCની વેબસાઈટ પર ફ્રોડને લગતા નિયમો જોઈએ તો ટીપ નંબર 4 અનુસાર, કેનેડા સરકારને કોઈ પણ પ્રકારના રિપ્રેઝન્ટેશન માટે આ ત્રણમાંથી કોઈ એકના એસોસિએટ હોવું જરૂરી છે. કોઈ ભારતીય કે કંપની ડાયરેક્ટ પ્રેઝન્ટેશન કરી શકતી નથી. નિયમ મુજબ જો કોઈ ભારતમાં ઈમિગ્રેશન કન્સલ્ટન્સી કરે છે તો તેને આ ત્રણમાંથી કોઈ એક કેનેડીયન સાથે જોડાવું જરૂરી છે.

જાણકારી માટે 51 કંપનીઓને ઇમેઇલ કર્યા, જવાબ માત્ર એકે જ આપ્યો
ભાસ્કરે આ વાતની ચકાસણી કરવા માટે 15 દિવસ તપાસ કરી અને 51 કંપનીઓને ઇમેઇલ કર્યા હતા. જેમાંથી માત્ર એક કંપની તરફથી જવાબ મળ્યો હતો. આ સંદર્ભે, ભાસ્કરે વિક્સ ગ્રુપ, કેરિયર ઓવરસીઝ, જેન્ટોરા, કનેક્ટ વિઝા, નોર્થ અમેરિકન, વિઝા ઇન્ફો, પાયોનિયર ઇમિગ્રેશન, API ઇમિગ્રેશન, કંટ્રીવાઈડ વિઝા, ઇમિગ્રેશન આઇડિયાઝ, મોર વિઝા, સિગ્નેચર વિઝા, બિયોન્ડ ઇન્ફીનિટી અને અભિનવ ઇમિગ્રેશન સહિત 50 કંપનીઓને ઇમેઇલ કર્યા હતા. આમાંથી દિલ્હીની અભિનવ ઇમિગ્રેશને જ જવાબ આપ્યો હતો.

ફ્રોડ ગાઈડલાઈન્સનું પાલન કરવું જોઈએ: અભિનવ ઇમિગ્રેશન
અભિનવ ઇમિગ્રેશનના અજય શર્માએ ઇમેઇલ ઉપર કહ્યું કે, તે સાચું છે કે દરેકને ફ્રોડ ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે. જો કોઈ કંપની આમ ન કરે, તો તે સીધા કેનેડા સરકાર અને ICCRCના નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેમણે કહ્યું હતું કે તેમની કંપનીએ ICCRC એજન્ટ સાથે જ કરાર કરે છે, નહિ કે અભિનવ ઈમિગ્રેશન સાથે. તેમણે કહ્યું કે, જો કેનેડિયન વકીલ સંકળાયેલા હોય, તો તે કંપની સાથે કરાર થઈ શકે છે. પરંતુ કરારમાં વકીલનું નામ હોવું જોઈએ અને વકીલે ક્લાયંટ સાથે મેન્ડેટ કરવું જોઈએ.

નેશનવાઇડ ઇમિગ્રેશનએ ખોટી માહિતી આપી
ભાસ્કરના પત્રકારે મુંબઇ સ્થિત ઇમિગ્રેશન સર્વિસ નેશનવાઇડ ઇમિગ્રેશન સાથે વિઝા ફ્રોડને ચકાસવા માટે કરાર કર્યો હતો. આ કરાર હેઠળ, કેનેડામાં કાયમી રેસિડેન્ટ વિઝા માટે ઈમિગ્રેશન સેવા માટે અરજી કરવામાં આવી હતી. કંપનીએ તેની ફી રૂ. 70 હજાર અને ટેક્સ કહ્યો હતી. જ્યારે કરાર થયો ત્યારે જાણવા મળ્યું કે કંપનીએ તેમાં છેતરપિંડી કરી છે.

કરારમાં કોઈ એજન્ટનું નામ, કોઈ લાઇસન્સ નંબર નથી
ICCRCની ફ્રોડ એવિડન્સ ટીપ 4 જણાવે છે કે કરારમાં ICCRC એજન્ટનું નામ અને લાઇસન્સ નંબર હશે. પરંતુ જ્યારે અમે નેશનવાઇડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા, ત્યારે જાણવા મળ્યું કે કરારમાં ન તો એજન્ટનું નામ છે, ન તેનો લાઇસન્સ નંબર અથવા તેનો આઈડી નંબર પણ નથી, જે નેશનવાઇડ દ્વારા તેની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે અને જેમના વોટ્સએપે અમને મોકલ્યો હતો.

કેનેડિયન એજન્ટે કહ્યું, નેશનવાઇડ સાથે કોઈ સંબંધ નથી
નેશનવાઇડ દાવો કરે છે કે તે કેનેડિયન ICCRC એજન્ટ કમલજીત સિંઘ મુંડી (RCIC-R 531489) સાથે કામ કરે છે. આ કિસ્સામાં અમે મુંડી અને નેશનવાઇડના ડિરેક્ટર રાજીવ અરોરાને એક ઇમેઇલ મોકલ્યો હતો. પરંતુ બંનેએ સીધો જવાબ આપ્યો ન હતો. લાઇસન્સ એજન્ટ મુંડીએ કહ્યું કે સ્થાનિક કંપની જે કંઇ કહે છે તેની જવાબદારી અમે લેતા નથી. જ્યારે નેશનવાઇડે કહ્યું કે તે કોઈપણ કામ કરી શકે છે. તે તેનો અધિકાર છે.

નેશનવાઇડ ઇમિગ્રેશને આપી ધમકી
4-5 ઇમેઇલ્સનો જવાબ આપતા નેશનવાઇડે ધમકીની ભાષામાં કહ્યું કે અમે પ્રેસ કાઉન્સિલ સહિત અન્ય કાર્યવાહી કરીશું. એક રીતે, નેશનવાઇડે આ સમાચારોને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. વિઝાના નામે દેશમાં ફ્રોડ ચલાવતી નેશનવાઇડના સ્ટાફનું કહેવું છે કે કમલજીત સિંઘ મુંડી 12 વર્ષથી અમારી સાથે છે. પરંતુ રાજીવ અરોરા કહે છે કે તેઓ એકથી સાથે છે. અરોરાએ એ સવાલનો જવાબ પણ આપ્યો ન હતો કે જો મુંડી ફક્ત એક વર્ષથી સાથે છે તો 12 વર્ષ જૂની કંપનીમાં 11 વર્ષ ICCRC એજન્ટ કોણ હતો. એટલું જ નહીં, સલાહકારની સેવા લેવા પર, ICCRCની ફ્રોડ ગાઈડલાઈન્સ અનુસાર, ગ્રાહક સાથે ફોર્મ નંબર 5476 ઉપર સહી કરવી જરૂરી છે. પરંતુ મુંડી અને અરોરા બંનેએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

નેશનવાઇડે કંપની વિશે યોગ્ય માહિતી આપી નથી
અરોરાએ પણ કંપની 2007ની છે કે કેમ તેનો સાચો જવાબ આપ્યો ન હતો. કારણ કે વાત કર્યા પછી પણ કંપનીની સ્થાપના અંગે મૂંઝવણ હતી. આ કિસ્સામાં, જ્યારે અમે કહ્યું કે અમે ICCRCને માહિતી મોકલી રહ્યા છીએ, ત્યારે અરોરાએ કહ્યું કે અમે સુટ બૂટ લગાવીને તેના માટે તૈયાર છીએ. દેશમાંથી દર વર્ષે હજારો ભારતીય કામ માટે કેનેડા જાય છે. આવી કંપનીઓ, જેનું નિયમન નથી, તે બીજાના નામે કરાર કરી ગેરકાયદેસર રીતે લોકોને મોકલે છે.

દેશમાં આ વિશાળ છેતરપિંડી ચાલી રહી છે
ઘણી ઇમીગ્રેશન કંપનીઓ હાલમાં ભારતમાં ICCRC એજન્ટના નામે સમાન કામ કરી રહી છે. ICCRC વેબસાઇટ કહે છે કે કોઈ પણ કંપની આ રીતે વિઝા માટે કામ કરી શકશે નહીં. આ એક મોટી છેતરપિંડી છે. દેશમાંથી કેનેડા જતા લોકોએ આવી ફ્રોડ સર્વિસ આપતી કંપનીઓ પાસે જવાનું ટાળવું જોઈએ. આ કિસ્સામાં, જો કોઈને આવો અનુભવ હોય, તો તે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી