હવે આગામી સમયમાં લોકો સસ્તી હવાઈ મુસાફરી કરી શકશે. કેમકે, નાસા અને બોઇંગ, એમિશન ઓછું કરવાવાળા સિંગલ-આઈઝલ વિમાનના નિર્માણ, ટેસ્ટિંગ અને ફ્લાઇંગ માટે સસ્ટેનેબલ ફ્લાઇટ ડેમોન્સ્ટ્રેટર પ્રોજેક્ટ પર એક સાથે કામ કરી રહ્યા છે. નાસાએ આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ વિમાન પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડવાની સાથે ફ્યુલ પણ બચાવશે જેનાથી હવાઈ મુસાફરી સસ્તી બની જશે.
સાત વર્ષોમાં, નાસા આ પ્રોજેક્ટ માટે 42.5 કરોડ ડોલરનું રોકાણ કરવાનું છે. જ્યારે કંપની અને તેની પાર્ટનર, એગ્રીમેન્ટ હેઠળ નક્કી કરાયેલી ફંડિંગના બચેલા ભાગ(72.5 કરોડ આસપાસ)નું યોગદાન કરશે. આ સિવાય નાસા ટેક્નિકલ એક્સપર્ટાઇઝ અને ફેસિલિટીઝમાં પણ કોન્ટ્રિબ્યૂટ કરશે. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યું કે 'જો અમે સફળ થઈએ છે, તો આપણે આ તકનીકોને 2030 સુધી વિમાનોમાં જોઈ શકીએ છીએ.'
વિમાનમાં હશે એક્સ્ટ્રા લોન્ગ થિન વિંગ
ટ્રાન્સોનિક ટ્રસ-બ્રેસ્ડ વિંગ કોન્સેપ્ટમાં વિમાનમાં એક્સ્ટ્રા લોન્ગ થિન વિંગ હોય છે જે ડાયગોનલ સ્ટ્રટ્સ પર સ્થિર થાય છે. આ ડિઝાઈન વિમાનને એક ટ્રેડિશનલ એરલાઈનરની સરખામણીમાં વધુ ફ્યુલ એફિશિએન્ટ બનાવે છે. જોકે આ શેપથી ડ્રેગ ઓછું ઉત્પન્ન થાય છે, જેના કારણે ઓછું ફ્યૂલ બર્ન થાય છે. ત્યારે આને બાદ કરતા ઘણી બીજી ગ્રીન ટેક્નોલોજીનો પણ ઉપયોગ પ્લેનને બનાવવામાં થવાનો છે.
ફ્યૂલ બચશે, 30% એમિશન ઓછું થશે
નાસાને આશા છે કે, ફ્લાઈટ ડેમોન્સ્ટ્રેટર વર્તમાન સૌથી કાર્યક્ષમ સિંગલ-આઈઝલ વિમાનની સરખામણીમાં ફ્યૂલનો વપરાશ ઓછો કરશે. કેટલી કમી હશે તે તો હજી નથી જણાવવામાં આવ્યું. સાથે જ આ ઉત્સર્જન(એમિશન)માં 30%ની કમી લાવશે.
બિલ નેલ્સને કહ્યું હતું કે ફ્યૂલની બચત માત્ર પૃથ્વી માટે ફાયદાકારક નથી તેનાથી ટ્રાવેલ કરનાર યાત્રીઓને પણ સસ્તી ટિકીટો મળશે. બોઇંગનો અંદાજ છે કે, 2035 અને 2050ની વચ્ચે નવા સિંગલ-આઇઝલ એરક્રાફ્ટની માગમાં 40,000 પ્લેનનો વધારો થશે.
નાસાએ ડેવલપ કર્યું હતું વિંગલેટ
આ અગાઉ 1970ના દાયકામાં નાસા વિંગલેટ્સ નામની એક ટેક્નોલોજી લઈને આવ્યું હતું. વિંગટિપ્સના વર્ટિકલ એક્સટેન્શનને વિંગલેટ્સ કહેવાય છે. દુનિયાભરમાં તમામ પ્રકાના વિમાનમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેક્નોલોજીના ઉપયોગથી ફ્યૂલની ઘણી બચત થયા છે. નાના એરફોઈલ્સના રૂપમાં ડિઝાઈન કરવામાં આવેલા વિંગલેટ્સ એરોડાયનેમિક ડ્રેગને ઓછું કરે છે. ડ્રેગ ઓછું થવાથી ફ્યૂલનો વપરાશ ઓછો થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.