તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Business
 • Narendra Modi's Speech In 'Vivatech 2021', Said Innovation Helped A Lot In The Bad Times Of Korona Epidemic

યુરોપના સૌથી મોટા ડિજિટલ અને સ્ટાર્ટઅપ ઈવેન્ટમાં PM:નરેન્દ્ર મોદીનું ‘વીવાટેક 2021’માં ભાષણ, કહ્યું- કોરોના મહામારીના ખરાબ સમયમાં ઈનોવેશનથી ઘણી મદદ મળી

મુંબઈ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • PMએ દેશના IT, સ્ટાર્ટઅપ સહિત સ્પેસ અને એનર્જી સેક્ટરને લઈને ઘણી વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે બુધવારે પેરિસમાં થઈ રહેલી યુરોપની સૌથી મોટી ડિજિટલ એન્ડ સ્ટર્ટઅપ ઈવેન્ટ વીવોટેક(VivaTech)માં ભાગ લીધો. PMએ દેશના IT, સ્ટાર્ટઅપ સહિત સ્પેસ અને એનર્જી સેક્ટરને લઈને ઘણી વાત કરી. તેમાં સ્પેસ સહિત અન્ય સેક્ટર સામેલ છે.

વીવાટેક ભાષણમાં PM દ્વારા કહેવામાં આવેલી મહત્ત્વની વાતો...

 • અમે વિશ્વને 5 સ્તંભો પર રોકાણ માટે આમંત્રિત કરીએ છે, જેમાં પ્રતિભા, બજાર, રોકાણ, ઈકોસિસ્ટમ અને ખુલ્લી સંસ્કૃતિ સામેલ છે. આ તમામ ચીજો છે, જે રોકાણની જરૂરિયાત છે.
 • સ્પેસ, માઈનિંગ, ઓટોમેટિક એનર્જી, બેન્કિંગમાં મોટા સુધારા થયા. તેના પરથી ખ્યાલ આવે છે કે મહામારી દરમિયાન ભારત મજબૂત રાષ્ટ્ર છે.
 • મહામારીના કારણે ગત વર્ષથી અત્યાર સુધી ઘણા સેકટર્સ પર અસર પડી છે. જોકે અમારો ફોકસ આગળની તૈયારી પર છે.
 • સમગ્ર વિશ્વમાં ભારત એક મોટા સ્ટાર્ટઅપના કેન્દ્ર તરીકે ઉભર્યું છે. ​​​​​​
 • ઈનોવેશને કોરોનાની બીજી લહેરનો સામનો કરવામાં ઘણી મદદ કરી છે.
 • મહામારીના આ સમય દરમિયાન સ્ટાર્ટઅપ સેક્ટર પણ પહેલા કરતા સારુ થયું છે.

યુરોપિયન દેશોના ટોપ લીડર પણ સામેલ થશે
વીવોટેકના આ 5માં સંસ્કરણમાં PM મોદી સિવાય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રો, સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજ સહિત યુરોપિયન દેશોના મંત્રી અને સાંસદ પણ સામેલ થશે. આ ઈવેન્ટ 16 જૂનથી 19 જૂન સુધી ચાલશે.

ફેસબુક, માઈક્રોસોફટ સહિત એપલના CEO પણ સામેલ થશે
પોલિટિકલ લીડર સિવાય તેમાં વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓના અધિકારીઓ પણ સામેલ થશે. તેમાં એપલના CEO ટિમ કુક, ફેસબુકના CEO અને ચેરમેન માર્ક ઝ્કરબર્ગ, માઈક્રોસોફટના પ્રેસિડન્ટ બ્રૈડ સ્મિથ સહિત અન્ય લોકો સામેલ થશે.

2016થી દર વર્ષે આયોજન થાય છે
PMOના જણાવ્યા મુજબ વીવાટેક યુરોપના સૌથી મોટા ડિજિટલ અને સ્ટાર્ટઅપ ઈવેન્ટમાં સામેલ છે. પ્રથમ વખત તે 2016માં પેરિસમાં આયોજિત થયો હતો. ત્યારથી અત્યાર સુધી તેનુ આયોજન દર વર્ષે થતુ રહે છે. વીવા ટેકનું આયોજન સંયુક્ત રીતે એક પ્રમુખ એડવર્ટાઈઝિંગ અને માર્કેટિંગ ગ્રુપ પબ્લિસિસ અને અગ્રણી ફાન્સીસી મીડિયા ગ્રુપ લેસ ઈકોસ દ્વારા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...