તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Mutual Funds Increase Purchases In Top Small Midcaps, Most Buys In Adani Green, Zydus Wellness, Shilpa Medicare

સ્મોલ- મિડકેપ્સમાં ખરીદી:મ્યુચ્યુઅલ ફંડ્સે ટોચના સ્મોલ- મિડકેપ્સમાં ખરીદી વધારી, સૌથી વધુ ખરીદી અદાણી ગ્રીન, ઝાયડસ વેલનેસ, શિલ્પા મેડિકેરમાં

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેબીના નવા નિયમોને અનુસરી મિડકેપ, સ્મોલકેપમાં રોકાણ વધાર્યુ

મ્યુચ્યુઅલ ફંડ્સ કે જે મોટાપાયે લાર્જકેપ્સ ફંડ્સમાં મોટાપાયે રોકાણ કરતા હોય છે. પરંતુ સેબીના નવા નિયમોને અનુસરીને હવે લાર્જકેપની સાથે સાથે મિડકેપ અને સ્મોલકેપમાં પણ રોકાણ વધાર્યુ છે. સપ્ટેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડ્સે મલ્ટીકેપ સ્કીમમાં સૌથી વધુ 1143 કરોડની ઈક્વિટી વેચી હતી. જેમાં લાર્જકેપનો હિસ્સો 576 કરોડ હતો. લાર્જકેપ સેગમેન્ટમાં સપ્ટેમ્બર દરમિયાન એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ સૌથી વધુ ખરીદી અદાણી ગ્રીન એનર્જી, પિરામલ એન્ટરપ્રાઈઝ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, બોશ, ટેક્ મહિન્દ્રામાં કરી હતી. જ્યારે ભારતી ઈન્ફ્રાટેલ, એચડીએફસી એએમસી, પંજાબ નેશનલ બેન્ક, એસબીઆઈ કાર્ડસ એન્ડ પેમેન્ટ્સ સર્વિસ, એમઆરએફમાં સૌથી વધુ વેચવાલી નોંધાવી હતી.

ઈક્વિટી માર્કેટમાં છેલ્લા થોડા મહિનાથી જોવા મળેલા વેચવાલીના દોરને ધ્યાનમાં લેતાં સેબીએ મલ્ટીકેપ ફંડ્સ માટેના નિયમોમાં ફેરફાર કર્યા હતા. જે અંતર્ગત સેબીએ મલ્ટીકેપ ફંડ્સને પોતાના પોર્ટફોલિયોના 25-25-25 ટકા હિસ્સો લાર્જ, મિડ અને સ્મોલકેપમાં ફાળવવા આદેશ કર્યો છે.

ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા પિરામલ એન્ટરપ્રાઈઝ, બોશ અને વિપ્રોમાં સૌથી વધુ રોકાણ થયુ હતું. મિડકેપમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈ.માં સૌથી વધુ ખરીદી અને સિન્જેન ઈન્ટરનેશનલ અને વોડા-આઈડિયામાં સૌથી વધુ વેચવાલી કરી હતી. સ્મોલકેપ સેગમેન્ટમાં આરતી ડ્રગ્સમાં સૌથી વધુ ખરીદી અને જીએમએમ ફોડ્લર સૌથી વધુ વેચ્યા હતા.

મ્યુચ્યુઅલ ફંડ્સની છેલ્લા ચાર માસથી ઈક્વિટીમાં વેચવાલી
છેલ્લા ચાર મહિનાથી મ્યુચ્યુઅલ ફંડ્સે ઈક્વિટી માર્કેટમાં મોટાપાયે વેચવાલી નોંધાવી છે. સપ્ટેમ્બરમાં રૂ. 2,595.70 કરોડ, ઓગસ્ટમાં રૂ. 9339.02 કરોડ, જુલાઈમાં રૂ. 7231.99 કરોડ, અને જૂનમાં રૂ. 3,689.67 કરોડની વેચવાલી નોંધાઈ હતી. એમ્ફીના આંકડાઓ અનુસાર, સપ્ટેમ્બરમાં ઈક્વિટી ફંડ્સમાં 734 કરોડની વેચવાલી નોંધાઈ હતી. ઓગસ્ટમાં 4000 કરોડ અને જુલાઈમાં 2480 કરોડની વેચવાલી નોંધાઈ હતી

સપ્ટેમ્બરમાં એસઆઈપી રોકાણ પ્રવાહ મજબૂત રહ્યો
મ્યુચ્યુઅલ ફંડ્સમાં છેલ્લા થોડા મહિનાથી રોકાણ પાછુ ખેંચાઈ રહ્યુ હોવા છતાં એસઆઈપી રોકાણ પ્રવાહ મજબૂત સ્થિતિમાં રહ્યો છે. સપ્ટેમ્બરમાં રૂ. 7788 કરોડનુ એસઆઈપી રોકાણ નોંધાયુ હતુ. ઓગસ્ટમાં રૂ. 7792 કરોડનો રોકાણ પ્રવાહ એસઆઈપીમાં જોવા મળ્યો હતો. યુનિયન એએમસીના સીઈઓ જી. પ્રદિપકુમારે જણાવ્યુ હતુ કે, એસઆઈપી મારફત મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિયમિત રોકાણો મજબૂત રહ્યા છે. એસઆઈપી ફોલિયોની સંખ્યામાં પણ ટકાઉ વૃદ્ધિ જોવા મળી છે. એકંદરે મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન્ડસ્ટ્રીની એયુએમ સપ્ટેમ્બરમાં માસિક ધોરણે ઘટી રૂ. 26.85 લાખ કરોડ થઈ છે. જે ઓગસ્ટમાં રૂ. 27.49 લાખ કરોડ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો