ટ્વિટરના નવા બોસ એલન મસ્કે સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીના કરોડો ઇનએક્ટિવ એકાઉન્ટ્સને હટાવવાનું એલાન કર્યું છે. મસ્કે ટ્વિટમાં લખ્યું, 'ટ્વિટર જલદી 1.5 બિલિયન (150 કરોડ) એકાઉન્ટની નેમ સ્પેસને ફ્રી કરવાનું શરૂ કરી દેશે.' ટ્વિટરના પોતાના અધિગ્રહણ પછી મસ્ક, કંપનીમાં ઘણા ફેરફાર કરી ચૂક્યા છે, જેમાંનો આ એક છે.
સ્પેસ ફ્રી થશે, પરંતુ યૂઝર્સ બેસ ઘટશે
મસ્કના આ ફેંસલાથી એ યૂઝર્સને ફાયદો થશે જે એક પર્ટિક્યુલર યૂઝર્સ નેમ ઇચ્છે છે પરંતુ એને લઇ નથી શકતી કારણ કે કોઇ બીજાએ પહેલાં જ લઇ રાખ્યો છે અને તેનો ઉપયોગ નથી કરી રહ્યા. મસ્કના આ પગલાથી સ્પેસ તો ફ્રી તઇ જશે, પરંતુ આનાથી ટ્વિટરને યૂઝર્સ બેસ પણ ઓછો થશે. જોકે મસ્કે તે ભાગ પર વધુ જાણકારી આપી નથી.
અત્યાર સુધી 2 મોટા ફેરફાર કર્યા
સબ્સક્રિપ્શન મોડ પર લઇ જવાનાં 3 કારણો
1. કંપનીને રોજનું 32 કરોડનું નુકસાન થઇ રહ્યું છે. તેઓ નવા મોડલથી રેવન્યૂ વધારવા ઇચ્છે છે.
2. મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું છે. તેઓ જલદી તેની ભરપાઇ કરવા ઇચ્છે છે.
3. ટ્વિટર પર મોટું દેવું છે. તેઓ તેને ખત્મ કરવા માટે એડવાઇઝર્સ પર નિર્ભર નથી રહેવા ઇચ્છતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.