તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આગામી વર્ષોમાં ભારતના માર્ગો પર પણ અઢળક ઈલેક્ટ્રિક વાહનો વધી જશે કારણ કે અનેક કંપનીઓ વચ્ચે ઈલેક્ટ્રિક કાર તૈયાર કરવાની હોડ મચી છે. દેશમાં ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાની પણ તૈયારી ચાલી રહી છે. આ દરમિયાન જ્યારે જનરલ મોટર્સે ગત અઠવાડિયે જાહેરાત કરી હતી કે તે 2035થી ફક્ત ઈલેક્ટ્રિક કાર જ બનાવશે તો આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી દબાણ હેઠળ આવી ગઈ. કાર કંપનીઓ હવે ઝડપથી આ પરિવર્તનને અપનાવવા મજબૂર થઇ રહી છે.
અત્યાર સુધી ઈલેક્ટ્રિક વાહનો વિશે મનાતું હતું કે તેની પડતર કિંમત વધારે હશે અને પ્રદૂષણ ઓછું થશે. આ ઉપરાંત પણ અનેકવાર ચોંકાવનારાં પરિવર્તન દેખાશે. જેમ કે આ કાર એટલી શાંતિથી દોડશે કે તેની હાજરી અહેસાસ કરાવવા સાઉન્ડ પેદા કરવો પડશે. આ જ કારણ છે કે ઓડીની આવનારી કાર ઈ-ટ્રોન જીટીમાં વિશેષ સાઉન્ડ ઈફેક્ટ હશે જે તેની ઝડપના સંકેત આપશે. તેમાં એક કન્ટ્રોલ યુનિટ હશે જે સ્પીડ મુજબ સાઉન્ડ રિમિક્સ કરશે. ઓડીમાં જ એકોસ્ટિક વ્હિકલ એલાર્મિંગ સિસ્ટમ પણ હશે જે રાહદારીઓને એલર્ટ કરશે કે તેમની નજીકમાંથી ઈલેક્ટ્રિક વ્હિકલ પસાર થઇ રહ્યું છે. આવી જ તૈયારી બીએમડબ્લ્યૂની પણ છે. તેણે તેની આઈ4નું ઓટોમોટિવ સાઉન્ડટ્રેક તૈયાર કરવા માટે મ્યુઝિશિયન હેન્સ જિમર સાથે કરાર કર્યો છે. મર્સીડીઝ બેન્ઝ, જેગુઆર, નિશાન જેવી કંપનીઓ પણ આવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
ઈલેક્ટ્રિક વ્હિકલને લઈને બીજું મોટું પરિવર્તન મેન્ટેનન્સ આવશે. તમારે વારંવાર ગેરેજ જવાની જરૂર નહીં પડે. ઈલેક્ટ્રિક વ્હિકલમાં ઓઈલ, સ્પાર્ક પ્લગ, ફ્યૂઅલ ફિલ્ટર, ફ્લૂઈડ અને રુટ મેન્ટેનન્સની જરૂર નહીં પડે. આ કારણે મિકેનિક સામે રોજગારીનું સંકટ પેદા થશે. જોકે શિકાગોના ઓટોમોટિવ મેન્ટેનન્સ એન્ડ રિપેર એસોસિયેશનના પ્રેસિડેન્ટ જેફ્રી કોક્સ કહે છે કે ગાડીઓના મેન્ટેનન્સનું બજાર ટકી રહેશે. બસ વિશેષ સ્કિલ ધરાવતા ટેક્નિશિયનોની ભરતી કરવાની રહેશે.
ટાયરનું ઘર્ષણ ઓછું કરવાનો પડકાર, તેનાથી કારની બેટરી લાઈફ વધશે
ઓડીના અમેરિકી પ્રવક્તા માર્ક દેહાન્ક કહે છે કે ઈવી માટે બ્રેક્સ, એક્સલ અને સસ્પેન્સન મજબૂત કરવા પડશે. એક ટાયર કંપનીના ચીફ ટેક્નિકલ ઓફિસર ઈયાન કોક કહે છે કે ટાયર અંગે પણ ચિંતા છે. ઘર્ષણ ઓછું કરવાનો પડકાર છે. તેના માટે સિલિકાનો ઉપયોગ કરી રહ્યા છીએ. તે ટાયરને ઊર્જા વપરાશ ઘટાડવામાં મદદરૂપ થશે. ઓડીની કારમાં વિશેષ સાઉન્ડ ઈફેક્ટ હશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.