શેરબજાર / RILનું માર્કેટકેપ 4 દિવસમાં 96 હજાર કરોડ ઘટ્યું

Mukesh's RIL plunged 70,000 crores in the wake of the US-China trade war

  • શુક્રવારે રેકોર્ડ ઊંચાઇઅેથી પટકાઇ 4 દિવસમાં અઢી મહિનાના નીચલા સ્તરે
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 4 દિવસમાં 10% તૂટ્યો
  •  ટાટા કન્સલ્ટન્સી સર્વિસ ફરી દેશની સૌથી મોટી કંપની બની

Divyabhaskar.com

May 10, 2019, 01:00 AM IST

નવી દિલ્હીઃ ભારતની સૌથી વધુ નફો રળતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ગુરુવારે 3.4 ટકા ઘટી રૂ.1255.15ના લેવલે પહોંચ્યો હતો જે છેલ્લાં 10 સપ્તાહનો સૌથી ઓછો ભાવ છે. અગાઉ 5 માર્ચે તેનો શેર આ ભાવે હતો. ચાર દિવસથી રિલાયન્સમાં તીવ્ર ઘટાડો ચાલુ છે. ચાર દિવસમાં તેના શેર ભાવ 10.79 ટકા અને માર્કેટકેપ 96,000 કરોડ રૂપિયા ઘટી ગયા. ગુરુવારે માર્કેટકેપ 8 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 7.95 લાખ કરોડ થયું હતું . ગત સપ્તાહે શુક્રવારે રિલાયન્સના શેર 1,417 રૂપિયાની રેકોર્ડ ઊંચાઇએ હતા.

માર્ચ કવાર્ટરમાં તેનું રિફાઇનિંગ માર્જિન પણ 8.2 ડોલર બેરલદીઠ રહી ગયું હતું જે 17 પખવાડિયામાં સૌથી ઓછું છે. રિલાયન્સ જિયોના લોન્ચિંગ પછી દેવું પણ સતત વધી રહ્યું છે. હાલમાં કંપની પર 2.87 લાખ કરોડનું દેવું છે. એક વર્ષ પહેલાં તે 2.18 લાખ કરોડ હતું..

રિલાયન્સનો ગ્રોથ અડધો થશે: મોર્ગન સ્ટેન્લી

બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેન્લી દ્વારા ડાઉનગ્રેડ કરાતા રિલાયન્સના શેરો ગગડ્યા હોવાનું કહેવાય છે. મોર્ગન સ્ટેન્લીનું અનુમાન છે કે બે વર્ષ સુધી 17 ટકા ગ્રોથ બાદ રિલાયન્સનો ગ્રોથ અડધો રહી જશે.

RILને પછાડી TCS દેશની સૌથી મોટી કંપની બની

રિલાયન્સના શેરો ગગડતાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) ફરી એક વાર ભારતની સૌથી વધુ માર્કેટકેપવાળી કંપની બની ગઇ છે. તેના શેર ગુરુવારે 0.75 ટકા વધીને 2,168.70 રૂપિયા પહોંચ્યા હતા. સાથે તેનું માર્કેટકેપ વધી 8.13 લાખ કરોડ રૂપિયા થયું. ત્રીજા નંબરે એચડીએફસી બેન્ક છે તેનું માર્કેટકેપ રૂ.6.24 લાખ કરોડ છે.

આરઆઈએલની શેર આવી રહી

સવારે આરઆઈએલનો શેર લગભગ 1 ટકાના ઘટાડા સાથે 1286 રૂપિયા પર ખુલ્યો. જોકે બપોર સુધીમાં ઘટાડો વધતો ગયો. હાલ શેર લગભગ 3.5 ટકાના ઘટાડા સાથે 1256 રૂપિયા પર કારોબાર કર રહ્યો છે. છેલ્લા 3 મેની ક્લોઝિંગ પ્રાઈસની સરખામણી કરવામાં આવે તો શેર લગભગ 10 ટકા તૂટી ચૂકી છે. જેનાથી કંપનીની વેલ્યુએશન 10 અબજ ડોલર ઘટી ચુકી છે.

X
Mukesh's RIL plunged 70,000 crores in the wake of the US-China trade war
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી