તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Can Amazon Buy Stakes In Mukesh Ambani's Retail Business? Reliance Offers To Buy 40% Stake

અંબાણી-બેજોસની સૌથી મોટી ડીલની શકયતા:મુકેશ અંબાણીના રિટેલ કારોબારમાં હિસ્સો ખરીદી શકે છે એમેઝોન ? રિલાયન્સે આપી 40% હિસ્સો ખરીદવાની ઓફર

મુંબઈ8 દિવસ પહેલા
એમેઝોન ઈન્ક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની વચ્ચે આ ડીલ થાય છે તો આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ થઈ શકે છે
  • રિલાયન્સ અને એમેઝોનની વચ્ચે આ ડીલ 1.47 લાખ કરોડમાં થાય તેવી શકયતા
  • આ પહેલા એમેઝોન કરી ચૂકી છે રિલાયન્સ રિટેલમાં રોકાણની વાત

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.(RIL) એ જાણીતી ઈ-કોમર્સ કંપની એમેઝોન.ઈન(Amazon.in)ને તેના રિટેલ કારોબાર રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ(RRVL)માં 20 બિલિયન ડોલર(લગભગ 1.47 લાખ કરોડ)નો હિસ્સો ઓફર કર્યો છે.

બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના રિલાયન્સ રિટેલ કારોબારમાં 40 ટકા હિસ્સો ખરીદવા માટે એમેઝોનને ઓફર કરી છે. એટલે કે જો આ ડીલ થાય છે તો રિલાયન્સ તેની રિટેલ સબસિડિયરીમાં 40 ટકા હિસ્સો એમેઝોનને આપી શકે છે.

આ રિલાયન્સની સૌથી મોટી ડીલ થઈ શકે છે
રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે એમેઝોન ઈન્કે રિલાયન્સના રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં રોકાણ કરવા માટેનો રસ દાખવ્યો છે. આ અંગે અમે જ્યારે રિલાયન્સ સાથે કન્ફર્મ કર્યું તો કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે અમે કંપનીની પોલીસ અનુસાર આ અંગે કોઈ ટિપ્પણી ન કરી શકીએ. એમેઝોન ઈન્ક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની વચ્ચે આ ડીલ થાય છે તો આ રિલાયન્સની તે અત્યાર સુધીની સૌથી મોટી ડીલ હશે.

7500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે સિલ્વર લેક
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેર સતત ચોથા દિવસે વધારો પ્રાપ્ત કરી ઓલ ટાઈમ હાઈ 2089.90 રૂપિયાના સ્તરે પહોચી ગયા. બુધવારે અમેરિકાની કંપની સિલ્વર લેક પાર્ટનર્સે રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રૂપિયા રોકાવાની જાહેરાત કરી છે. આ સાથે જ બીએસઈ પર રિલાયન્સની માર્કેટ કેપ વધીને 14.07 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે સિલ્વર લેકે રિલાયન્સની ટેક કંપની જિયો પ્લેટફોર્મમાં પણ રોકાણ કર્યું હતું. રિલાયન્સે તેની ડિજિટલ શાખા રિલાયન્સ જિયો માટે એપ્રિલથી અત્યાર સુધીમાં ઘણા રોકાણકારો પાસેથી લગભગ 20 ડોલર એકત્રિત કર્યા છે. આ રોકાણકારોમાં ગુગલ અને ફેસબુક જેવી જાણીતી કંપનીઓ પણ સામેલ છે.

રિટેલ કારોબારમાં છવાઈ જવાની તૈયારીમાં મુકેશ અંબાણી
ક્રુડથી લઈને ટેલિકોમ કારોબાર કરનાર રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી ભારતમાં રિટેલ કારોબારમાં છવાઈ જવાની તૈયારીઓ કરી રહ્યાં છે. તેના વિસ્તાર માટે મુકેશ અંબાણી સંભવિત રોકાણકારોને શોધી રહ્યાં છે. તાજેતરમાં જ એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાની જાણીતી રિટેલ કંપની વોલમાર્ટ ઈન્ક પણ રિલાયન્સ રિટેલમાં હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહી છે. વોલમાર્ટ ઈન્કે 2018માં જ ભારતની જાણીતી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટને પણ ખરીદી હતી.

રિલાયન્સ રિટેલ અને ફ્યુચર ગ્રુપની ડીલ 24713 કરોડમાં થઈ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમેટેડ(RRVL) ફ્યુચર ગ્રુપની રિટેલ એન્ડ હોલસેલ બિઝનેસ અને લોજિસ્ટિક્સ એન્ડ વેરહાઉસિંગ બિઝનેસનું અધિગ્રહણ કરવા જઈ રહી છે. તેનાથી રિલાયન્સ, ફ્યુચર ગ્રુપના બિગ બજાર, ઈઝી ડે અને FBBના 1800થી વધુ સ્ટોર્સ સુધી પહોંચ વધારશે, જે દેશના 420 શહેરોમાં ફેલાયેલા છે. આ ડીલ 24713 કરોડમાં ફાઈનલ થઈ છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ(RRVL) વિશે
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની છે. આ રિલાયન્સ ગ્રુપની તમામ રિટેલ કંપનીઓની હોલ્ડિંગ કંપની છે. 31 માર્ચ 2020ના રોજ પુરા થયેલા નાણાંકીય વર્ષમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડનું ટર્નઓવર 162936 કરોડ રૂપિયા રહ્યું. આ દરમિયાન કંપનીને 5448 કરોડ રૂપિયાનો નફો થયો. આ કંપની વિશ્વની સૌથી ઝડપી આગળ વધનારી રિટેલ કંપનીઓમાં 56માં ક્રમે છે.

જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી દેશની સૌથી મોટી પ્રાઈવેટ કંપની છે. તેનું વાર્ષિક ટર્નઓવર 659205 કરોડ રૂપિયા છે. કંપનીને 31 માર્ચ 2020ના રોજ પુરા થયેલા નાણાંકીય વર્ષમાં 39880 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો