તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચીનમાં બોટલમાં પેક પાણીના કારોબાર કરનાર ઝોંગ શાનશાન એશિયાની સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. તેમની નેટવર્થમાં આ વર્ષે 70.9 બિલિયન ડોલરનો વધારો થયો છે અને હવે તેમની કુલ નેટવર્થ 77.8 બિલિયન ડોલર થઈ છે. એશિયામાં સૌથી વધુ નેટવર્થના મામલામાં ઝોંગ શાનશાને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીને પછાડ્યા છે. RILના શેરમાં સતત ઘટાડાને કારણે મુકેશ અંબાણીની કુલ નેટવર્થ હવે 76.9 બિલિયન ડોલર રહી છે.
આ કારણોથી વધી સંપત્તિ
શાનશાન બોટલમાં પેક પાણી બનાવનારી કંપની નોંગફુ સ્પ્રિંગ અને કોરોના વેક્સિન બનાવનારી બીજિંગ વેન્ટાઈ બાયોલોજિકલ એન્ટરપ્રાઈઝ કંપની સાથે જોડાયેલા છે. કોરોના વેક્સિન બનવાને કારણે તેમની બંને કંપનીઓ ચીન અને હોંગકોંગમાં ઘણી લોકપ્રિય થઈ છે. વેક્સિન બન્યા પછી વેન્ટાઈના શેરમાં 2000 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જ્યારે લોકડાઉન દરમિયાન માગ વધવાને કારણે નોંગફુના શેરમાં 155 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. શાનશાને વધુ સંપત્તિ કમાવાના મામલામાં ચીનની જ સૌથી ધનિક વ્યક્તિ જેક માને પણ પાછળ છોડી દીધા છે. શાનશાને પત્રકારત્વ, મશરૂમની ખેતી અને સ્વાસ્થ્ય સેવા જેવાં કરિયરમાં પણ હાથ અજમાવ્યો છે.
ચીનમાં Lone Wolfના નામથી જાણીતો છે ઝોંગ
66 વર્ષીય ઝોંગ શાનશાન ચીનમાં Lone Wolfના નામથી જાણીતા છે. પોતાનો કારોબાર શરૂ કરતાં પહેલાં ઝોંગ એક કન્સ્ટ્રક્શન વર્કર, પત્રકાર, હેલ્થ સેક્ટર અને પાણી વેચનાર એજન્ટ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. ઝોંગનો જન્મ ચીનના હાંગ્જોમાં થયો છે અને તે ગ્રેટ પોલિટેરિયલ કલ્ચરલ ક્રાંતિની અરાજકતા દરમિયાન પ્રાથમિક વિદ્યાલયમાંથી બહાર થઈ ગયા હતા. ઝોંગે પોતાની બેવરેજ કંપની Nongfu Springની સ્થાપના સપ્ટેમ્બર 1996માં કરી હતી. કંપનીએ તેનું પ્રથમ પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર 1997માં લોન્ચ કર્યું હતું. 2019માં Nongfu Springની ઈન્કમ 3.4 બિલિયન ડોલર રહી હતી, જે ગત વર્ષથી 20.47 ટકાથી વધુ હતી. કંપનીએ IPO દ્વારા 1 બિલિયન ડોલરનું ફન્ડ એકત્રિત કર્યું હતું.
એશિયાના ટોપ-5 અમીરોમાં 4 ચીનમાંથી
એશિયાના ટોપ-5 અમીરોમાંથી ચાર વ્યક્તિ ચીન સાથે જોડાયેલી છે. તેમાં પ્રથમ નંબરે ઝાંગ શાનશાન અને બીજા નંબરે મુકેશ અંબાણી છે. ત્રીજા નંબરે કોલિન હુઆંગ છે. તેમની નેટવર્થ 63.1 બિલિયન ડોલર છે. હુઆંગ ઈ-કોમર્સ કંપની Pinduoduoના ફાઉન્ડર અને CEO છે. 56 બિલિયન ડોલરની નેટવર્થની સાથે ટેંસેંટના ફાઉન્ડર અને ચેરમેન પોનીમાં ચોથા નંબરે છે. ટેંસેંટ ચીનના જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિચેટની પેરેન્ટ કંપની છે. અલીબાબાના ચેરમેન અને ફાઉન્ડર જેક મા એશિયાના ટોપ-5 અમીરોમાં પાચમા ક્રમે છે. તેમની કુલ નેટવર્થ 51.2 બિલિયન ડોલર છે.
વિશ્વના ચોથા સૌથી અમીર રહી ચૂક્યા છે મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ આ વર્ષે રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના હિસ્સાના વેચાણથી લગભગ 1.9 લાખ કરોડ રૂપિયાનું ફન્ડ એકત્રિત કર્યું છે. એને પગલે અંબાણી વિશ્વના સૌથી અમીરોના લિસ્ટમાં ચોથા ક્રમે પહોંચ્યા છે.
જોકે લાંબા સમયથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો નોંધાયો છે. આ કારણે મુકેશ અંબાણીની નેટવર્થ પ્રભાવિત થઈ રહી છે. હવે 76.9 બિલિયન ડોલરની નેટવર્થની સાથે મુકેશ અંબાણી વિશ્વના સૌથી અમીરોના લિસ્ટમાં 12મા ક્રમે છે. જ્યારે ઝોંગ શાનશાન વિશ્વના 11મી સૌથી અમીર વ્યક્તિ બન્યા છે.
રિલાયન્સના શેરમાં 1 વર્ષમાં 57.87 ટકા સુધીનો ઉછાળો
મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં BSEમાં 1 વર્ષમાં 57.87 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. 31 ડિસેમ્બર 2019ના રોજ RILનો શેર 1500.47 રૂપિયા પ્રતિ યુનિટ પર બંધ થયો હતો. આ વર્ષે 16 ડિસેમ્બરે 2368.80 રૂપિયા પ્રતિ યુનિટના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો હતો. જોકે આજે 31 ડિસેમ્બર 2020ના રોજ એ 2000.45 રૂપિયા પ્રતિ યુનિટ પર કારોબાર કરી રહ્યો છે. ઉચ્ચતમ સ્તરની સરખામણીએ RILનો શેર આજે 15 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
વિશ્વની 10 સૌથી અમીર વ્યક્તિ
રેન્ક | નામ | નેટવર્થ# |
1 | જેફ બેજોસ | 192 |
2 | એલન મસ્ક | 167 |
3 | બિલ ગેટ્સ | 131 |
4 | બર્નાર્ડ અનોલ્ટ | 115 |
5 | માર્ક ઝ્કરબર્ગ | 103 |
6 | વોરન બફેટ | 87.0 |
7 | લૈરી પેજ | 81.9 |
8 | સ્ટીવ બિલ્મર | 80.2 |
9 | સર્જે બ્રિન | 79.3 |
10 | લૈરી અલિસન | 79.2 |
- નેટવર્થ બિલિયન ડોલરમાં છે.
સોર્સઃ બ્લુમવર્ગ બિલયોનર ઈન્ડેક્સ.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.