તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Mukesh Ambani Slips From Fourth To 11th Position In List Of Richest People In Two And A Half Months

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેટવર્થ ઘટી:મુકેશ અંબાણી અઢી મહિનામાં ટોચના શ્રીમંતોની યાદીમાં ચોથા સ્થાનથી ગગડીને 11માં સ્થાને પહોંચી ગયા

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 ઓગસ્ટના રોજ બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સમાં તેમને શ્રીમંત ઉદ્યોગપતિના રેન્કિંગમાં ચોથુ સ્થાન મળ્યુ હતુ
  • 14 જુલાઈના રોજ મુકેશ અંબાણી વિશ્વના સૌથી શ્રીમંત લોકોની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંહતા

મુકેશ અંબાણી હવે વિશ્વના સૌથી શ્રીમંત બિઝનેસમેનની યાદીમાં ટોપ-10માંથી બહાર થઈ ગયા છે. શનિવારે બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સના મતે મુકેશ અંબાણી 72.2 બિલિયન ડોલર (5.35 લાખ કરોડ રૂપિયા)ની નેટવર્થ સાથે 11માં સ્થાન પર આવી ગયા છે. આ યાદીમાં સૌથી ઉપર એમેઝોનના માલિક જેફ બેજોસ 183 બિલિયન ડોલરની નેટવર્થ સાથે મોખરાના સ્થાન પર છે.

ઓગસ્ટ મહિનામાં ટોપ-5માં સામેલ હતા
આ વર્ષના 14 જુલાઈના રોજ મુકેશ અંબાણી વિશ્વના સૌથી શ્રીમંત લોકોની યાદીમાં છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયા હતા. તે સમયે તેમની કુલ સંપત્તિ 5.36 લાખ કરોડ હતી. માંડ 8 દિવસમાં જ તેમની સંપત્તિ 1.21 લાખ કરોડ રૂપિયા વધી 23 જુલાઈના રોજ 6.57 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. તેઓ વિશ્વના પાંચમાં સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા હતા.

(આ પણ વાંચોઃRILનું માર્કેટ કેપ 3 લાખ કરોડ ગગડ્યુ:HDFC અને ટાટા ગ્રુપ માર્કેટ કેપની બાબતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી આગળ નિકળી ગયા)

શેરોમાં શાનદાર તેજીને પગલે મુકેશની નેટવર્થમાં શાનદાર તેજી જોવા મળી, જેને પગલે 80.60 અબજ ડોલર (5.96 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ. 8 ઓગસ્ટના રોજ બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સમાં તેને અમીરની રેન્કિંગમાં ચોથુ સ્થાન મળ્યુ હતું.

વિશ્વના ટોપ-5 શ્રીમંતો

રેન્કનામકુલ નેટવર્થકંપની
1.જેફ બેજોસ13.57 લાખ કરોડ રૂપિયાએમેઝોન
2.બિલ ગેટ્સ9.49 લાખ કરોડ રૂપિયામાઈક્રોસોફ્ટ
3.એલન મસ્ક8.97 લાખ કરોડ રૂપિયાટેસ્લા
4.બર્નાર્ડ અરનોલ્ટ7.78 લાખ કરોડ રૂપિયાLVMH
5.માર્ક જુકરબર્ગ7.56 લાખ કરોડ રૂપિયાફેસબુક

શેરોમાં ભારે ઘટાડાની અસર
રિલાયન્સના શેરોમાં છેલ્લા કેટલાક સપ્તાહથી વેચવાલી જોવા મળી રહી છે. 16 સપ્ટેમ્બરના રોજ કંપનીના શેરનો ભાવ રૂપિયા 2,324.55 હતો, જે 20 નવેમ્બરના રોજ 18 ટકા ઘટી રૂપિયા 1,899.50 પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં 45 દિવસમાં રિલાયન્સ ગ્રુપનું માર્કેટ કેપ પણ રૂપિયા 15.68 લાખ કરોડથી 2.97 લાખ કરોડ ઘટી રૂપિયા 12.71 લાખ કરોડ થઈ ગયુ છે.

યાદીમાં સૌથી ઉપર એમેઝોનના ઓનર જેફ બેજોસ છે. વર્ષ 2020માં જેફની નેટવર્થમાં 5 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. બીજા સ્થાન પર બિલ ગેટ્સ છે. વર્ષ દરમિયાન સૌથી વધારે નેટવર્થ એલન મસ્કની વધી છે. આ વર્ષ મસ્કની નેટવર્થ 6.9 લાખ કરોડ રૂપિયા વધી રૂપિયા 8.97 લાખ કરોડ થઈ ગઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો