• Gujarati News
 • Business
 • Cheap 4G And 5G Smartphones Could Be Launched In The Country, Geo Laptops May Also Be Launched

2G મુક્ત 5G યુક્ત થશે દેશ:રિલાયન્સે ગૂગલની સાથે મળીને લોન્ચ કર્યો જિયોફોન નેક્સ્ટ, 10 સપ્ટેમ્બરથી વેચાણ શરૂ થશે; વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન હોવાનો દાવો

મુંબઈ4 મહિનો પહેલા
 • રિલાયન્સ 2030 સુધીમાં 100 ગીગા વોટ સોલર એનર્જી ઉત્પન્ન કરશે
 • જામનગરમાં 4 ગીગા ફેક્ટરી બનાવાશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી એન્યુઅલ જનરલ મીટિંગમાં મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો અને ગૂગલની પાર્ટનરશિપમાં બનેલા નવા સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટની જાહેરાત કરી છે. નવો સ્માર્ટફોન જિયો અને ગૂગલના ફીચર્સ અને એપ્સની સાથે લેન્સ હશે. એન્ડ્રોઈડબેઝડ આ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ જિયો અને ગૂગલે મળીને તૈયાર કરી છે. મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે નવો સ્માર્ટફોન સામાન્ય માણસના બજેટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. એની કિંમત ખૂબ જ વાજબી હશે અને 10 સપ્ટેમ્બરને ગણેશચતુર્થીથી એનું વેચાણ શરૂ થશે. અંબાણીએ કહ્યું હતું કે દેશને 2Gથી મુક્ત અને 5G યુક્ત બનાવવાનું અમારું લક્ષ્ય છે.

વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન
જિયોફોન નેક્સ્ટ સ્માર્ટફોનમાં યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોરથી એપ્સ ડાઉનલોડ કરી શકે છે. સ્માર્ટફોનમાં સારો કેમેરો અને એન્ડ્રાઈડ અપડેટ પણ મળશે. ફુલ્લી ફીચર્ડ આ સ્માર્ટફોનને મુકેશ અંબાણીએ વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન ગણાવ્યો છે. જોકે આ ફોનની કિંમત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

એક્સપર્ટ્સનું માનવું છે કે એની કિંમત ખૂબ જ ઓછી રાખવામાં આવશે. જિયો-ગૂગલનો એન્ડ્રોઈડબેઝ્ડ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ ગેમ ચેન્જર હશે. એ એવા 30 કરોડ લોકોની જિંદગી બદલી શકે છે, જેના હાથમાં હાલ પણ 2G મોબાઈલ સેટ છે. સારી સ્પીડ, સારી ઓપરેટિંગ સિસ્ટમ અને વાજબી ભાવ ધરાવતો જિયો-ગૂગલનો નવો સ્માર્ટફોન કરોડો નવા ગ્રાહકોથી રિલાયન્સ જિયોની ઝોળી ભરી શકે છે.

યુઝર્સ માટે નવી સંભાવનાઓ સર્જાશે
ગત વર્ષે જ રિલાયન્સ જિયોએ ગૂગલ સાથે પાર્ટનરશીપની જાહેરાત કરી હતી. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ નવા સ્માર્ટફોન વિશે કહ્યું હતું કે અમારુ આગામી પગલુ ગૂગલ અને જિયોએ સાથે મળીને બનાવેલા વ્યાજ્બી ભાવના જિયો સ્માર્ટફોનથી શરૂ થાય છે. તેને ભારત માટે બનાવવામાં આવ્યો છે અને આ ફોન એવા લાખો લોકો માટે નવી સંભાવનાઓ ખોલશે જે પ્રથમ વખ ઈન્ટરનેટનો ઉપયોગ કરશે. ગૂગલ ક્લાઉડ અને જિયોની વચ્ચેની એક નવી 5G પાર્ટનરશીપથી એક અબજથી વધુ ભારતીયોને ઝડપથી ઈન્ટરનેટ સાથે જોડાવવામાં મદદ મળશે. તેનાથી ભારતના ડિજિટલીકરણને પણ મદદ મળશે.

5G ઈકો સિસ્ટમ ડેવલોપ કરવા પર કામ ચાલુ
ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે 5G ઈકોસિસ્ટમ વિકસિત કરવા અને 5G ઉપકરણોની એક સીરીઝ વિકસિત કરવા માટે અમે વૈશ્વિક ભાગીદારોની સાથે કામ કરી રહ્યાં છે. જિયો માત્ર ભારતને 2G મુક્ત બનાવવા માટે કામ કરી રહ્યું છે પરંતુ 5G યુક્ત પણ કરી રહ્યું છે. જિયો ડેટા કન્ઝ્યુમ થવાના મામલામાં વિશ્વનું બીજા નંબરનું નેટવર્ક બની ગયું છે. રિલાયન્સ જિયોના નેટવર્ક પર 630 કરોડ જીબી ડેટા દર મહિને વપરાય છે. ગત વર્ષની સરખામણીમાં તે 45 ટકા વધુ છે.

રિલાયન્સ AGM સાથે જોડાયેલુ અપડેટ...
મુકેશ અંબાણીનંુ ભાષણ શરૂ થતા પહેલા કંપનીના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ મીટિંગમાં કંપનીના તમામ 12 ડાયરેક્ટર હાજર રહ્યાં હતા. મીટિંગની શરૂઆતમાં કંપનીએ એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી જેમણે કોવિડ-19 મહામારી દરમિયાન જીવ ગુમાવ્યો હતો.

મુકેશ અંબાણીની સ્પીચ

 • તેમણે કહ્યું હતું, આપણો કારોબાર અને બિઝનેસ અગાઉની એન્યુઅલ જનરલ મીટિંગની સરખામણીએ આશા કરતાં વધુ વધ્યો છે. જોકે અમને જે વસ્તુથી વધુ ખુશી મળી એ છે રિલાયન્સની માનવસેવા. કોરોનાના મુશ્કેલી સમયમાં રિલાયન્સે આ કામ કર્યું. કોરોનાના સમયમાં અમારા રિલાયન્સ પરિવારે એક રાષ્ટ્રની જેમ ડ્યૂટી નિભાવી. અમને વિશ્વાસ છે કે છેલ્લા એક વર્ષમાં અમારા આ પ્રયાસને અમારા સંસ્થાપક ચેરમેન ધીરુભાઈ અંબાણીના પ્રયાસોને આગળ વધાર્યા છે. આ પહેલાં કોરોનામાં પોતાનો જીવ ગુમાવનારા રિલાયન્સના કર્મચારીઓ માટે મુકેશ અંબાણીએ એક મિનિટનું મૌન રાખ્યું.
 • મુકેશ અંબાણીએ કહ્યું હતું કે અમારા દાદા અમારી સાથે હોત તો ગર્વ મહેસૂસ કરત. આ જ રિલાયન્સ છે, જેને તેઓ હંમેશાં જોવા માગતા હતા, જ્યાં દરેક વ્યક્તિ જરૂરિયાતમંદ માટે પોતાનું સંપૂર્ણ યોગદા આપે છે. અમે અમારા સમુદાય અને દેશની સેવામાં લાગેલા રહીએ છીએ. જિયો ઈન્સ્ટિટ્યૂટ નવા મુંબઈ કેમ્પસમાં આ વર્ષથી એકેડેમિક સેશનની શરૂઆત કરશે.
 • મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ સતત સારું પ્રદર્શન કરી રહી છે. એની કુલ રેવન્યુ 5.40 લાખ કરોડ રૂપિયા છે. દેશની મોટી કંપનીના રૂપમાં રિલાયન્સનું દેશની ઈકોનોમીમાં યોગદાન સારું રહ્યું છે. મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં 6.8 ટકા હિસ્સો રહ્યો છે. 75 હજાર નવા રોજગાર આપ્યા. રિલાયન્સ જિયોએ સમગ્ર વર્ષ દરમિયાન 3.79 કરોડ નવા ગ્રાહકોને જોડ્યા.એ 42.5 કરોડ ગ્રાહકોને સેવા આપે છે. એ દેશનાં 22 સર્કલમાંથી 19 સર્કલમાં રેવન્યુની રીતે લીડર છે. રિટેલ શેરધારકોએ એક વર્ષમાં રાઈટ ઈશ્યુથી 4 ગણા રિટર્નની કમાણી કરી છે. અમારો ઓઈલ ટુ કેમિકલ બિઝનેસ ઈકોનોમીમાં ઘટાડાને કારણે પડકારોનો સામનો કરતો રહ્યો. હાલ પણ ગ્લોબલ લેવલે રિલાયન્સ એકમાત્ર કંપની છે, જે સંપૂર્ણ ક્ષમતાની સાથે પોતાનું ઓપરેશન ચલાવી રહી છે અને દરેક ત્રિમાસિકમાં નફો કમાઈ રહી છે.
 • રિલાયન્સ રિટેલ સતત સંગઠિત સેક્ટરમાં લીડરશિપની પોઝિશનમાં છે. એના જે આગામી કોમ્પિટિટર છે તેની સરખામણીમાં એ 6 ગણી મોટી છે. અમે ગ્રોસરીથી લઈને ઈલેક્ટ્રોનિક્સ અને એપેરલમાં લીડર છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે રિલાયન્સે નેટ ડેટ ફ્રી બેલેન્સશીટને માર્ચ 2021 પહેલાં જ પૂરી કરી લીધી. અમારું લક્ષ્ય માર્ચ 2021 સુધીનું હતું. એને બે વર્ષ પહેલાં જ પૂરું કરવામાં આવ્યું.
 • 5.4 લાખ કરોડ રૂપિયાની કન્સોલિડેટેડ રેવન્યુ જનરેટ કરી. 53739 કરોડ રૂપિયાનો નફો થયો, જે ગત વર્ષથી લગભગ 39 ટકા વધુ છે. 107 દેશમાં 1.45 લાખ કરોડ રૂપિયાની નિકાસ કરી છે, જ્યારે 75000 લોકોને રોજગારી આપી છે.
 • રિલાયન્સે ગત ફાઈનાન્શિયલ વર્ષમાં 21044 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યૂટી આપી. 85306 કરોડ રૂપિયાનો GST અને વેટ આપ્યો. 3216 કરોડ રૂપિયાનો ઈન્કમ ટેક્સ આપ્યો. 3,24,432 કરોડ રૂપિયાની કેપિટલ એકત્રિત કરી. રિટેલ ઈન્વેસ્ટર્સને રાઈટ ઈસ્યુથી 1 વર્ષમાં 4 ગણું રિટર્ન મળ્યું.
 • સાઉદી આરમકોની સાથેની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે સાઉદી આરમકોની સાથે આ વર્ષે પાર્ટનરશિપની પ્રક્રિયા પૂરી થવાની આશા છે. રિલાયન્સના બોર્ડમાં ફેરફાર પણ થયો છે. ત્રિવેદીએ બોર્ડમાંથી રિટાયરમેન્ટ લીધું અને સાઉદી આરમકોના ચેરમેન અને કિંગ્ડમના ગવર્નર યાસિર-અલ-રમાયન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં સામેલ થયા છે. કિંગ્ડમ 430 અબજ ડોલરનું સોવેરીન વેલ્થ ફન્ડ છે.
 • ક્લીન એનર્જીની દિશામાં મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે 2021માં RIL ન્યૂ એનર્જી એન્ડ મટીરિયલ બિઝનેસ માટે 4 ગીગા પ્લાન્ટ લગાવશે. એના માટે આગામી ત્રણ વર્ષમાં 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. 2030 સુધીમાં રિલાયન્સ 100 ગીગાવોટ સોલર એનર્જીનું ઉત્પાદન કરશે. એનો ઉદ્દેશ દેશ અને વૈશ્વિક સ્તર પર ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાનો છે.

ઈશા-આકાશની સ્પીચ

 • મુકેશ અંબાણીની લગભગ 5 મિનિટની સ્પીચ પછી ઈશા અને આકાશે રિલાયન્સ ફેમિલીની સાથે વાત કરી. તેમણે કેર પોલિસી વિશે જણાવ્યું હતું. ઈશા અને આકાશ અંબાણીએ કહ્યું હતું કે કોરોના દરમિયાન રાહત કાર્યોને પોતાના મોનિટરિંગની હેઠળ પૂરાં કરાવ્યાં.

નીતા અંબાણીની સ્પીચ

 • તેમણે કહ્યું હતું કે રિલાયન્સ ગ્રુપે 4.5 કરોડ ભારતીયોની કોવિડ મહામારી દરમિયાન મદદ કરી છે. રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીએ જિયો ઈન્સ્ટિટ્યૂટની જાહેરાત કરી. નવી મુંબઈમાં જ રિલાયન્સ જિયોનું હેડક્વાર્ટર છે. તેમણે કહ્યું હતું કે કોવિડની મહામારી માનવતા માટે એક સંકટ છે. તેમણે માનવતાની સ્પિરિટનું ટેસ્ટિંગ કર્યું. જોકે એક અંધકારના સમયમાં અમારા સ્પિરિટે એક અજવાળાનું કામ કર્યું. અમે એકસાથે આવ્યા અને આ લડાઈ લડ્યા. અમારી ટોપ પ્રાયોરિટી કોવિડમાં રાહતની હતી.
 • અમે હાલ પણ એજ્યુકેશન એન્ડ સપોર્ટ ફોર ઓલ માટે પ્રતિબદ્ધ છે. અમારી ગુજરાતની જામનગરની રિફાઈનરીને વિશ્વ સ્તરના મેડિકલ ગ્રેડ લિક્વિડ ઓક્સિજનનું ઉત્પાદન કર્યું. રિલાયન્સે 100 ઓક્સિજન ટેન્કર્સનું પ્રોડક્શન કર્યું. આ ભારત અને વિદેશોમાં થયું. અમે 250 બેડવાળા કોવિડ સેન્ટરને નવી મુંબઈમાં ગત વર્ષે સ્થાપિત કર્યું હતું . કોરોના દરમિયાન દરરોજ 1100 MTથી વધુ મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન કર્યું. રિલાયન્સ ફાઉન્ડેશનથી કોરોના વિરુદ્ધ 5 મિશન (મિશન ઓક્સિજન, મિશન કોવિડ ઈન્ફ્રા, મિશન અન્ન સેવા, મિશન એમ્પ્લોયીઝ કેર અને મિશન વેક્સિન સુરક્ષા) પર કામ કર્યું.
 • આ વર્ષે મહિલા દિવસ પર અમે ડિજિટલ પ્લેટફોર્મ મહિલાઓ માટે શરૂ કર્યું હતું, જેને હેર સર્કલ નામ આપવામાં આવ્યું. આ એક ઈન્ટરેક્ટિવ અને સામાજિક ડિજિટલ મૂવમેન્ટ છે. રિલાયન્સ ફાઉન્ડેશનના USAIDની સાથે વુમેન કનેક્ટ ઈન્ડિયા ચેલેન્જને પણ આ વર્ષે લોન્ચ કર્યું. રિલાયન્સે એ સુનિશ્ચિત કર્યું કે કોઈપણ કર્મચારીની સેલરી, બોનસ કોરોના દરમિયાન નથી કાપવામાં આવ્યાં.

જિયો સાથે જોડાયેલી મહત્ત્વની વાત......

 • 40 કરોડ સબ્સ્ક્રાઇબર્સ સાથે જિયો ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. ચીન પછી બીજો એવો દેશ છે, જ્યાં સૌથી વધારે ડેટાનો ઉપયોગ થઈ રહ્યો છે.
 • ભારતને 2G મુક્ત બનાવવા માટે અલ્ટા-એફોર્ડેબલ સ્માર્ટફોનની જરૂર છે. એને ધ્યાનમાં રાખીને જિયો અને ગૂગલે જિયોફોન નેક્સ્ટ લોન્ચ કર્યો છે. એ અલ્ટ્રા અફોર્ડેબલ અને પેક્સ કટિંગ એઝ ફીચર્સવાળો હશે.
 • જિયો 5G સોલ્યુશન માટે રિલાયન્સ ગૂગલ ક્લાઉડનો ઉપયોગ કરશે. જોકે હજુ જિયોફોન નેક્સ્ટની કિંમતની જાહેરાત કરાઈ નથી.
 • જિયોફોન નેક્સ્ટ સમગ્ર રીતે સ્માર્ટ ફોન ફીચરવાળો હશે. એ તમામ એપ્લિકેશનને સપોર્ટ કરશે. આ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. એ એન્ડ્રોઈડ સિસ્ટમ પર કામ કરશે. જ્યારે ગૂગલની જેમ એમાં ઘણા અપડેટ પણ મળશે.
 • રિલાયન્સના ઈતિહાસમાં આ બીજી તક છે, જ્યારે સૌથી સસ્તો ફોન લાવવાની જાહેરાત કરાઈ છે. જ્યારે મુકેશ અને અનિલ અંબાણી એકસાથે હતા ત્યારે રિલાયન્સે સૌથી સસ્તો ફોન લોન્ચ કર્યો હતો, જેની કિંમત રૂ. 500 હતી. એ સમયે ટેગ હતો કરેલો દુનિયા મુઠ્ઠીમાં. બન્ને ભાઈઓ અલગ થતાં એ કંપની અનિલ પાસે જતી રહી અને નાદાર થઈ ગઈ. હવે ફરી મુકેશ અંબાણી એને શરૂ કરી રહ્યા છે. તેમની પાસે પહેલેથી જિયો જેવું મજબૂત નેટવર્ક અને મોટી સંખ્યામાં ગ્રાહકો છે
 • દેશભરમાં જિયો ફાઈબરના કુલ 25 લાખ ગ્રાહકો ગત વર્ષે જોડાયા હતા. એની સાથે 1.2 કરોડ ઘરોમાં એ પહોંચી ગયું છે.
અન્ય સમાચારો પણ છે...