• Gujarati News
  • Business
  • For The 14th Consecutive Year, Ambani Is India's Richest Man, With Six New Faces On The List

ફોર્બ્સ ઈન્ડિયા રિચ લિસ્ટ:અંબાણી સતત 14માં વર્ષે ભારતના સૌથી અમીર વ્યક્તિ, યાદીમાં છ નવા ચહેરા

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફોર્બ્સે ભારતના સૌથી અમીર લોકોનું લિસ્ટ જાહેર કર્યું છે. 2021માં રિલાયન્સ એન્ટપ્રાઈઝીઝના માલિક મુકેશ અંબાણી સતત 14માં વર્ષે ભારતના સૌથી ધનવાન શખ્સ તરીકે યથાવત રહ્યાં છે. વર્ષ 2008માં તે આ સ્થાન પર પહોંચ્યા છે. 2021માં તેમની સંપત્તિ ચાર અબજ ડોલર વધીને 92.7 અબજ ડોલર થઈ ગઈ છે. અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી લિસ્ટમાં બીજા નંબરે છે. તેમની સંપત્તિ 74.8 અબજ ડોલર છે. જે મુકેશ અંબાણીથી માત્ર 17.9 અબજ ડોલર ઓછી છે.

ભારતના 100 સૌથી અમીરોની સંપત્તિ 775 અબજ ડોલર
ફોર્બ્સના આ લિસ્ટને ફેમિલી, શેરબજાર, એક્સપર્ટ અને ભારતની રેગ્યુલેટર એજન્સીઓ પાસેથી મળેલા શેરહોલ્ડિંગ અને નાણાંકીય જાણકારીના આધાર પર તૈયાર કરવામાં આવે છે. ભારતના સૌથી અમીર લોકોની સંપત્તિમાં મહામારીના બીજા વર્ષમાં પણ 50 ટકા વૃદ્ધિ જોવા મળી છે. ફોર્બ્સના જણાવ્યા મુજબ ભારતના 100 સૌથી અમીરોની સંપત્તિ 775 અબજ ડોલર છે. તો ચાલો 10 સૌથી અમીર ભારતીયોની યાદી પર નજર કરીએ.

  • ત્રીજા સ્થાને શિવ નાડર છે. શિવ નાડર એચસીએલ ટેક્નોલોજીસના સંસ્થાપક અને ચેરમેન છે. તેમની સંપત્તિ 106 અબજ ડોવર વધી 31 અબજ ડોલર થઈ ગઈ છે.
  • 66 વર્ષીય એવન્યુ સુપરમાર્ટ્સના રાધાકિશન દામાની 29.4 અબજ ડોલરની સંપતિની સાથે ભારતના ચોથા સૌથી અમીર શખ્સ છે.
  • ફોર્બ્સ ઈન્ડિયા રિચ લિસ્ટ 2021ના જણાવ્યા મુજબ, સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સાઈરસ પૂનાવાલા પાંચમાં ક્રમે છે. તેમન સંપત્તિ 19 અબજ ડોલર છે.
  • યાદીમાં છઠ્ઠા ક્રમે મિતલ છે. 71 વર્ષીય લક્ષ્મી મિતલ ભારતના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ છે. અર્સેલર મિતલના સીઈઓ લક્ષ્મી મિતલ 18.8 અબજ ડોલરની સંપત્તિના માલિક છે.
  • ઓપી જિંદલ ગ્રપના સાવિત્રી જિંદલ બીજી વખત 10 અમીરોના લિસ્ટમાં સામેલ છે. સાવિત્ર સાતમાં સ્થાન પર છે, તેમની કુલ સંપત્તિ 18 અબજ ડોલર થઈ ગઈ છે.
  • કોટક મહિન્દ્રા બેન્કના ઉદય કોટકની કુલ સંપત્તિ 16.5 અબજ ડોલર છે અને તે ભારતના આઠમાં સૌથી ધનિક વ્યક્તિ છે. ઉદય કોટક 62 વર્ષના છે.
  • નવમાં ક્રમે શાપૂરજી પલોનજી ગ્રુપના પલોનજી મિસ્ત્રી છે. 92 વર્ષીય મિસ્ત્રી 16.4 અબજા ડોલરની સંપત્તિના માલિક છે.
  • લિસ્ટમાં 10માં સ્થાને આદિત્ય બિરલ ગ્રુપના કુમાર બિરલા છે. તેમની કુલ સંપત્તિ 15.8 અબજ ડોલર છે.

યાદીમાં છ નવા ચહેરા સામેલ
આ વર્ષના ફોર્બ્સના લિસ્ટમાં છ નવા ચહેરા સામેલ છે. તે નીચે મુજબ છે.

  • અશોક બૂબ(સ્થાન- 93, સંપત્તિ- 2.3 અબજ ડોલર)
  • દીપક નાઈટ્રેટના દીપક મહેતા(સ્થાન- 97, સંપત્તિ- 2.05 અબજ ડોલર)
  • અલ્કાઈલ એમાઈન કેમિકલ્સના યોગશ કોઠારી (સ્થાન- 100, સંપત્તિ- 1.94 અબજ ડોલર)
  • ડો.લાલ પેથલેબ્સના કાર્યકારી અધ્યક્ષ અરવિંદ લાલ (સ્થાન- 87, સંપત્તિ- 2.55 અબજ ડોલર)
  • રાજનેતા મંગલ પ્રભાત લોઢા (સ્થાન- 42, સંપત્તિ- 4.5 અબજ ડોલર)
  • હોસ્પિટલ ચેઈન એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઈઝના પ્રતાપ રેડ્ડી (સ્થાન- 88, સંપત્તિ- 2.53 અબજ ડોલર)
અન્ય સમાચારો પણ છે...