• Gujarati News
  • Business
  • Mukesh Ambani Gautam Adani Net Worth | Gautam Adani Becomes Asia’s 2nd Richest Man With 66.5 Billion Dollars

રેસમાં ટૂંક સમયમાં અંબાણીને પાછળ છોડશે અદાણી:એશિયાના બીજા સૌથી અમીર બિઝનેસમેન ગૌતમ અદાણી,  આ વર્ષે 33 અબજ ડોલરની વધી સંપત્તિ

5 મહિનો પહેલા
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને રિન્યુએબલ એનર્જી સુધી કામ કરે છે ગૌતમ અદાણી
  • આ વર્ષે અંબાણીની સંપત્તિમાં 17.5 કરોડ ડોલરનો ઘટાડો થયો

અગાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી એશિયાના બીજા નંબરના સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે. તેમની કુલ સંપત્તિ 66.5 અબજ ડોલર થઈ છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 33 અબજ ડોલરનો વધારો થયો છે, એટલે કે 100 ટકાનો વધારો થયો છે. એશિયામાં પહેલા નંબર પર રિલાયન્સ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 76.5 અબજ ડોલર છે. આ માહિતી બ્લૂમબર્ગના બિલિનેર ઈન્ડેક્સમાં આપવામાં આવી છે.

સતત આગળ વધી રહ્યા છે અદાણી
જે રીતે ગૌતમ અદાણી આગળ વધી રહ્યા છે એ જોતાં લાગે છે કે તેઓ ટૂંક સમયમાં મુકેશ અંબાણીને પાછળ પાડી શકે છે. આ બંને વચ્ચે સંપત્તિમાં માત્ર 10 અબજ ડોલરનો જ ફર્ક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને રિન્યુએબલ એનર્જી સુધી કામ કરતા ગૌતમ અદાણીએ ચીનની બેવરેજથી ફાર્મામાં કામ કરતી કંપનીના માલિક ઝાંગ શનશાનને પાછળ છોડ્યા છે. શનશાનની સંપત્તિ 63.6 અબજ ડોલર છે. વૈશ્વિક સ્તરની વાત કરીએ તો અંબાણી આ સમયે 13મા અમીર બિઝનેસમેન છે, જ્યારે અદાણી 14મા નંબર પર છે.

આ વર્ષે અંબાણીની સંપત્તિ ઘટી
આ વર્ષની વાત કરીએ તો અંબાણીની સંપત્તિમાં 17.5 અબજ ડોલરનો ઘટાડો થયો છે, જ્યારે અદાણીની સંપત્તિમાં 32.7 અબજ ડોલરનો વધારો થયો છે. અદાણીની સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મે 2020થી લઈને અત્યારસુધીમાં તેમની લિસ્ટેડ કંપનીઓના શેરમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. શેરબજાર વધે કે ઘટે, અદાણીની કંપનીઓના શેર હંમેશાં ઉપર રહ્યા છે. તેણે દર સપ્તાહે એક નવા ભાવનો રેકોર્ડ બનાવ્યો છે.

અદાણીની 6 લિસ્ટેડ કંપની
અદાણીની લિસ્ટેડ 6 કંપનીની માર્કેટ કેપ એક વર્ષમાં 41.2 ગણી વધી છે. આ સમયે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપની માર્કેટ કેપ માત્ર 55 ટકા જ વધી છે. રિલાયન્સ ગ્રુપની માર્કેટ કેપ 13 લાખ કરોડ છે, જ્યારે અદાણી ગ્રુપ કંપનીઓની માર્કેટ કેપ 8.4 લાખ કરોડ રૂપિયા છે. ગયા વર્ષની વાત કરીએ તો અદાણી ગ્રુપની કંપનીઓની માર્કેટ કેપ 20 અબજ ડોલર હતી, જે હવે 115 અબજ ડોલર છે, એટલે કે એમાં 6 ગણો વધારો થયો છે. રિલાયન્સ ગ્રુપની માર્કેટ કેપ અત્યારે 125 અબજ ડોલરથી વધીને 178 અબજ ડોલર થઈ ગઈ છે.

અદાણી ટોટલ ગેસનો શેર 1 વર્ષમાં 114 ગણો વધ્યો
ગયા વર્ષે 1 વર્ષમાં શેરબજારમાં અદાણી ટોટલ ગેસનો શેર 114 ગણો વધ્યો છે, જે સૌથી વધારે વધતો શેર છે. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 82 ગણો વધ્યો છે, જ્યારે અદાણી ટ્રાન્સમિશનનો શેર 61 ગણો વધ્યો છે. અદાણી ગ્રીન એનર્જી શેર 43 ગણો અને અદાણી પાવર શેર 18 ગણો વધ્યો છે. અદાણી ગ્રુપ અત્યારે પોર્ટ, એરપોર્ટ, એનર્જી, રિસોર્સ, લોજિસ્ટિક, પેકેજ્ડ ફૂડ, એગ્રી બિઝનેસ, રિયલ એસ્ટેટ, ફાઈનાન્શિયલ સર્વિસ, ગેસ અને ડિફેન્સ સંબંધિત મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે.

એશિયાના ટોપ 5 અમીરનું પર્ફોર્મન્સ કેવું રહ્યું
એશિયાના જે 5 અમીર છે તેમાંથી 3 ચીનના છે અને 2 ભારતના છે. તેમાંથી માત્ર અદાણી અને ટેસેન્ટના સીઈઓ હુઆટેંગની સંપત્તિમાં વધારો થયો છે. અંબાણીની સંપત્તિમાં સામાન્ય ઘટાડો થયો છે. જ્યારે શનશાનની સંપત્તિ 14.6 અબજ ડોલર ઘટી છે. હુઆટેંગની 4.1 અબજ ડોલર સંપત્તિ વધી છે. અલીબાબા ગ્રુપના સીઈઓ નેક માની સંપત્તિ 1.6 અબજ ડોલર ઘટી છે, જ્યારે અદાણીની સંપત્તિમાં એટલે એટલો વધારો નોંધાયો છે, કારણ કે તેમની લિસ્ટેડ 6 કંપનીના શેરોમાં એક વર્ષમાં 50 ગણો કરતાં વધુ વધારો થયો છે.

બે કંપનીના શેર 100 ગણા કરતાં વધુ વધ્યા
બે કંપનીના શેર 100 ગણા કરતાં વધુ વધ્યા છે. ખાસ કરીને અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશન શેર જે અત્યારે રૂ. 1400 નજીક વેપાર કરી રહ્યા છે. રિલાયન્સના શેર પણ અત્યારે વધી રહ્યા છે. અદાણીની 6 કંપનીમાં અદાણી ગેસ અત્યારે વિદેશી કંપની ટોટલ સાથે ટાઈઅપ કરીને ગેસનો સપ્લાઇ કરે છે, જ્યારે અદાણી ટ્રાન્સમિશન, જે લોજિસ્ટિક અને અન્ય સેક્ટરમાં છે. અદાણી એન્ટરપ્રાઈઝ, જે એરપોર્ટ અને રિયલ્ટી અન્યમાં છે. અદાણી પાવર વીજળીના સપ્લાઇ સેક્ટરમાં છે. ગ્રીન એનર્જીમાં અદાણી ગ્રીન એનર્જીનું કામ કરે છે.

જનતા સાથે જોડાયેલી કંપનીઓ
સામાન્ય જનતા સાથે જોડાયેલી કંપનીઓની વાત કરીએ તો એ મુખ્ય રીતે અદાણી ગેસ અને અદાણી પાવર છે. આ ગેસ સપ્લાઇથી લઈને વીજળી ડિસ્ટ્રિબ્યુશનનું કામ કરે છે અને જે સામાન્ય લોકો સાથે સીધી જોડાયેલી છે. અદાણી ગ્રુપ રિયલ્ટીમાં જોઈન્ટ વેન્ચર સાથે કામ કરે છે અને આ લક્ઝુરિયસ રેસિડેન્શિયલમાં કામ કરે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો એ પણ સામાન્ય લોકો સાથે જોડાયેલી કંપની છે. પેટ્રોલ-ડીઝલથી લઈને મોબાઈલ ફોન, ટેલિકોમ અને રિટેલમાં પણ એ સામેલ છે. ખાસ કરીને તેમની જિયો બ્રાન્ડ ઓનલાઈન ડિલિવરી એટલે કે ઈ-કોમર્સ અને ટેલિકોમમાં એક મોટી બ્રાન્ડ માનવામાં આવે છે.
રિટેલમાં રિલાયન્સ રિટેલ ભારતની સૌથી મોટી બ્રાન્ડ છે, એટલે કે ટેલિકોમ, રિટેલ અને ડિજિટલમાં તે સામાન્ય જનતા સાથે જોડાયેલી કંપની છે.

અન્ય સમાચારો પણ છે...