તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Mukesh Ambani Drops Out Of World's Top 10 Richest Man, China's Zhong Shanshan Becomes Asia's Richest Man

સમૃદ્ધિના સમીકરણ બદલાયા:મુકેશ અંબાણી વિશ્વના ટોપ-10 શ્રીમંતોની યાદીમાંથી બહાર થયા, ચીનના ઝોંગ શાનશાન એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુકેશ અંબાણી (ફાઈલ ફોટો) - Divya Bhaskar
મુકેશ અંબાણી (ફાઈલ ફોટો)

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકેના સ્થાન પર રહ્યા નથી. આ ઉપરાંત તેઓ વિશ્વના ટોચના 10 શ્રીમંતોની યાદીમાંથી પણ બહાર થઈ ગયા છે. આજે બોટલ્ટ વોટર તથા વેક્સીન તૈયાર કરનારી ચીનની કંપનીના માલિક ઝોંગ શાનશાને મુકેશ અંબાણી પાસેથી એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકેનું સ્થાન છીનવી લીધુ છે. ફોર્બ્સના રિયલ-ટાઈમ બિલિયોનરના રેન્કિંગમાં હવે શાનશાન વિશ્વના ટોચના 10 શ્રીમંતોની યાદીમાં સાતમાં સ્થાન પર પહોંચી ગયા છે.જ્યારે અંબાણી 12માં સ્થાન પર સરકી ગયા છે. આજે સવાર સુધી તેઓ 10માં સ્થાન પર હતા. બીજી બાજુ આ યાદીમાં એલન મસ્ક બીજા નંબર પર અને વિશ્વના સૌથી શ્રીમંત એમેઝોનના CEO જેફ બેજોસનો તાજ છીનવી લેવાની બિલકુલ નજીક પહોંચી ગયા છે.

વિશ્વના ટોપ-10 શ્રીમંતોની યાદી

રેન્કિંગશ્રીમંતોનેટવર્થ (અબજ ડોલરમાં)
1જેફ બેજોસ187.6
3એલન મસ્ક161.4
2બર્નાર્ટ અર્નાટ એન્ડ ફેમિલી149.7
4બિલગેટ્સ119.8
5માર્ક ઝુકરબર્ગ99.5
7ઝોંગ શાનશાન93.8
6લેરી એલિશન86.5
8વોરેન બફેટ86
9લેરી પેજ76.7
10સર્ગી બ્રિન74.6
11અમાનિકો અર્ટેગા74.4
12મુકેશ અંબાણી74.0

પ્રત્યેક પાંચ મિનિટમાં રિયલ-ટાઈમ બિલિયોનર ઈન્ડેક્સ અપડેટ થાય છે
અત્રે ઉલ્લેખનીય છે કે ફોર્બ્સના રિયલ-ટાઈમ બિલિયોનર રેન્કિંગમાં દરરોજ પબ્લિક હોલ્ડિંગમાં થતી વધઘટ અંગે માહિતી મળે છે. વિશ્વના વિવિધ ભાગોમાં શેરબજાર ખુલ્યા બાદ પ્રત્યેક 5 મિનિટમાં આ ઈન્ડેક્સ અપડેટ થાય છે. જે વ્યક્તિની સંપત્તિ કોઈ પ્રાઈવેટ કંપનીને લગતી છે તેમની નેટવર્થ દિવસમાં એક વખત અપડેટ થાય છે.

કોણ છે ઝોંગ શાનશાન
એક બાજુ કોરોના વાઈરસની મહામારીને લીધે વિશ્વની આર્થિક સ્થિતિ બગડી રહી છે અને ઉદ્યોગપતિઓને ભારે નુકસાન થઈ રહ્યુ છે, જ્યારે બીજી બાજુ ઝોંગ શાનશાનની સંપત્તિમાં ગયા વર્ષે ખૂબ જ ઝડપથી વધારો થયો છે. જેને પગલે તેઓ એશિયાના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ બની ગયા છે. 67 વર્ષિય ઝોંગને ચીનમાં લોન વુલ્ફ તરીકે પણ ઓળખવામાં આવે છે.

એપ્રિલ મહિનામાં તેમણે બેઈજીંગ વેન્ટાઈ બાયોલોજીકલ ફાર્મસી એન્ટરપ્રાઈઝ કંપનીથી વેક્સીન તૈયાર કરી અને થોડા મહિના બાદ બોટલ્ડ વોટર તૈયાર કનારી નોંગફૂ સ્પ્રિંગ કંપની હોંગકોંગમાં સૌથી લોકપ્રિય બની ગઈ.

અન્ય સમાચારો પણ છે...