તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકેના સ્થાન પર રહ્યા નથી. આ ઉપરાંત તેઓ વિશ્વના ટોચના 10 શ્રીમંતોની યાદીમાંથી પણ બહાર થઈ ગયા છે. આજે બોટલ્ટ વોટર તથા વેક્સીન તૈયાર કરનારી ચીનની કંપનીના માલિક ઝોંગ શાનશાને મુકેશ અંબાણી પાસેથી એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકેનું સ્થાન છીનવી લીધુ છે. ફોર્બ્સના રિયલ-ટાઈમ બિલિયોનરના રેન્કિંગમાં હવે શાનશાન વિશ્વના ટોચના 10 શ્રીમંતોની યાદીમાં સાતમાં સ્થાન પર પહોંચી ગયા છે.જ્યારે અંબાણી 12માં સ્થાન પર સરકી ગયા છે. આજે સવાર સુધી તેઓ 10માં સ્થાન પર હતા. બીજી બાજુ આ યાદીમાં એલન મસ્ક બીજા નંબર પર અને વિશ્વના સૌથી શ્રીમંત એમેઝોનના CEO જેફ બેજોસનો તાજ છીનવી લેવાની બિલકુલ નજીક પહોંચી ગયા છે.
વિશ્વના ટોપ-10 શ્રીમંતોની યાદી
રેન્કિંગ | શ્રીમંતો | નેટવર્થ (અબજ ડોલરમાં) |
1 | જેફ બેજોસ | 187.6 |
3 | એલન મસ્ક | 161.4 |
2 | બર્નાર્ટ અર્નાટ એન્ડ ફેમિલી | 149.7 |
4 | બિલગેટ્સ | 119.8 |
5 | માર્ક ઝુકરબર્ગ | 99.5 |
7 | ઝોંગ શાનશાન | 93.8 |
6 | લેરી એલિશન | 86.5 |
8 | વોરેન બફેટ | 86 |
9 | લેરી પેજ | 76.7 |
10 | સર્ગી બ્રિન | 74.6 |
11 | અમાનિકો અર્ટેગા | 74.4 |
12 | મુકેશ અંબાણી | 74.0 |
પ્રત્યેક પાંચ મિનિટમાં રિયલ-ટાઈમ બિલિયોનર ઈન્ડેક્સ અપડેટ થાય છે
અત્રે ઉલ્લેખનીય છે કે ફોર્બ્સના રિયલ-ટાઈમ બિલિયોનર રેન્કિંગમાં દરરોજ પબ્લિક હોલ્ડિંગમાં થતી વધઘટ અંગે માહિતી મળે છે. વિશ્વના વિવિધ ભાગોમાં શેરબજાર ખુલ્યા બાદ પ્રત્યેક 5 મિનિટમાં આ ઈન્ડેક્સ અપડેટ થાય છે. જે વ્યક્તિની સંપત્તિ કોઈ પ્રાઈવેટ કંપનીને લગતી છે તેમની નેટવર્થ દિવસમાં એક વખત અપડેટ થાય છે.
કોણ છે ઝોંગ શાનશાન
એક બાજુ કોરોના વાઈરસની મહામારીને લીધે વિશ્વની આર્થિક સ્થિતિ બગડી રહી છે અને ઉદ્યોગપતિઓને ભારે નુકસાન થઈ રહ્યુ છે, જ્યારે બીજી બાજુ ઝોંગ શાનશાનની સંપત્તિમાં ગયા વર્ષે ખૂબ જ ઝડપથી વધારો થયો છે. જેને પગલે તેઓ એશિયાના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ બની ગયા છે. 67 વર્ષિય ઝોંગને ચીનમાં લોન વુલ્ફ તરીકે પણ ઓળખવામાં આવે છે.
એપ્રિલ મહિનામાં તેમણે બેઈજીંગ વેન્ટાઈ બાયોલોજીકલ ફાર્મસી એન્ટરપ્રાઈઝ કંપનીથી વેક્સીન તૈયાર કરી અને થોડા મહિના બાદ બોટલ્ડ વોટર તૈયાર કનારી નોંગફૂ સ્પ્રિંગ કંપની હોંગકોંગમાં સૌથી લોકપ્રિય બની ગઈ.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.