તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Mukesh Ambani And Reliance Earn More Than Rs 1 Crore Every Minute, The Richest Family In The World At Number 5

સૌથી મોટા બિઝનેસ ટાયકૂનની બંપર કમાણી:દર મિનિટે 1 કરોડથી વધુ કમાય છે મુકેશ અંબાણી અને રિલાયન્સ, વિશ્વમાં 5મા નંબરે છે આ અમીર પરિવાર

મુંબઈ2 મહિનો પહેલા

એક મિનિટનું આપણા જીવનમાં કોઈ ખાસ મહત્ત્વ નથી, પરંતુ 60 સેકન્ડનો આ સમય ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે ઘણો જ મહત્ત્વનો છે. એવું એટલા માટે, કેમ કે અંબાણી અને તેમની કંપની એક મિનિટમાં 1.1 કરોડ રૂપિયા કમાય છે.

અંબાણી પરિવારની પાસે 77.3 અબજ ડોલર, એટલે કે 5.74 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ પરિવાર દુનિયામાં સૌથી 5મો અમીર પરિવાર છે. ઈ-કોમર્સ કંપની વોલમાર્ટના કો-ફાઉન્ડર વોલ્ટનની ફેમિલી 244 અબજ ડોલર એટલે કે 18.12 લાખ કરોડ રૂપિયાની સંપત્તિની સાથે પહેલા નંબરે છે.