• Gujarati News
  • Business
  • Mukesh Ambani Along With His Daughter in law Radhika Arrived At The Venkateswara Temple

તિરુપતિ મંદિરમાં મુકેશ અંબાણી:પુત્રવધૂ રાધિકા સાથે વેંકટેશ્વર મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉદ્યોગપતિ અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના પરિવાર સાથે આંધ્ર પ્રદેશમાં આવેલા તિરુમાલા વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. મુકેશ અંબાણી પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે મંદિરના દર્શને પહોંચ્યા હતા. અંબાણીએ તેમના પરિવાર સાથે શુક્રવારે સવારે નિજાપાડા દર્શનમાં ભાગ લીધો હતો. તેમણે દેવસ્થાનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ધર્મા રેડ્ડીને રૂ. 1.50 કરોડનો એક ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો હતો.

મંદિરના સત્તાધીશોએ મુકેશ અંબાણી અને તેમના પરિવારના દર્શનની વ્યવસ્થા કરી હતી. મંદિરમાં દર્શન કર્યા પછી રંગનાયક મંડપમમાં વિદ્વાનો દ્વાર વૈદિક આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ પહેલાં અંબાણી પરિવારે ભોજન વિતરણ માટે મંદિરને રૂ. 1.11 કરોડનું દાન આપ્યું હતું. આજે મંદિરમાં મુકેશ અંબાણીના નામની વિશેષ પૂજા કરવામાં આવી હતી.

આ મંદિરમાં વાર્ષિક શ્રીવરી બ્રહ્મોત્સવ 27 સપ્ટેમ્બરથી શરૂ થઈને પાંચમી ઓક્ટોબર સુધી ચાલશે. શ્રીવરી બ્રહ્મોત્સવ એ ભગવાન વિષ્ણુ ભગવાનનાં દર્શનની ઉજવણીને લગતો ઉત્સવ છે. દર વર્ષે લાખો ભક્તો અહીં ભગવાન વેંકટેશ્વરના દર્શનાર્થે આવે છે. આ ઉત્સવ કોરોના રોગચાળાના આશરે બે વર્ષ બાદ આ વર્ષે આયોજિત કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...