અન્નદાતા પ્રસન્ન ભવ:મગની MSP 480, તલની ~ 452 વધી

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રએ ડાંગર, તુવેર સહિત 14 પાકના ટેકાના ભાવ જાહેર કર્યા

કેન્દ્ર સરકારને 2022-23 માટે સામાન્ય ગ્રેડના ધાનનું એમએસપી 100 રૂપિયા વધારી 2040 રૂપિયા પ્રતિક્વિન્ટલ કરી દીધી છે. તે ગત વર્ષે 1940 રૂ. ક્વિન્ટલ હતી. પીએમ મોદીના વડપણ હેઠળ બુધવારે કેબિનેટની આર્થિક બાબતોની સમિતિએ ખરીફના 14 પાકની એમએસપીમાં વધારાને મંજૂરી આપી હતી. ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે એ ગ્રેડના ધાનની એમએસપી 1960થી વધારી 2060 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરાઈ છે. સરકારની આ જાહેરાતને વિવિધ ખેડૂત સંગઠનોએ આવકાર આપ્યો હતો.

46થી 131 ટકાનો વધારોઃ વિવિધ 14 પાકના ટેકાના ભાવમાં 2014-15ની તુલનામાં 46થી 131 ટકાનો વધારો કરાયો છે. દાખલા તરીકે ડાંગરના ટેકાના ભાવ 2014-15માં 1,360 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા. જેમાં હવે 50 ટકાનો વધારો કરીને 2,040 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે આ નિર્ણય લાખો ખેડૂતોને લાભ પહોંચાડશે.

અન્ય સમાચારો પણ છે...