તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે સૂવર્ણ યુગની શરૂઆત કરી છે. પોલ્યુશન ઘટાડવા અને રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા માટે બજેટમાં ગ્રીન રિવોલ્યુએશનનો પ્રારંભ થયો છે. બજેટમાં સ્ક્રેપ પોલિસી અમલમાં લાવ્યા છે જેમાં 20 વર્ષથી જૂના ખાનગી (પેસેન્જર વાહનો) અને 15 વર્ષ જૂના કોર્મર્શિયલ વાહનોનો ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. યોગ્ય ન ઠરતાં તેને સ્ક્રેપમાં મોકલવા પડશે. આનો સીધો ફાયદો ઓટો સેક્ટરને મળશે. ગુજરાતમાં અંદાજે 60 લાખથી વધુ કોર્મશિયલ અને પેસેન્જર વાહનો છે જેમાંથી સ્ક્રેપ પોલિસી હેઠળ સાત લાખથી વધુ વાહનો આવે તેમ છે. જો સરકારની પોલિસીનો વાસ્તવિક અમલ થાય તો ગુજરાતમાંથી સરેરાશ 7 લાખથી વધુ વાહનો સ્ક્રેપમાં જઇ શકે છે અને તેનો સીધો ફાયદો ઓટો સેક્ટરને મળશે.
ગુજરાતનું ઓટો ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ દર મહિને 2200 કરોડથી વધુ છે. જેમાં સરેરાશ દર મહિને 23000થી વધુ પેસેન્જર વાહનો (કાર) અને 60000થી વધુ ટુ-વ્હિલરનું વેચાણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કુલ વેચાણ થતા વાહનોમાં અમદાવાદનો હિસ્સો 25-30 ટકા રહ્યો છે. અમદાવાદ આસપાસના 100 કિલોમીટરમાં ટોચની ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં મેન્યુફેક્ચરિંગ કામગીરી થઇ રહી છે. સ્ક્રેપ્સ પોલિસીની સાથે-સાથે ઇલેક્ટ્રિક વાહનોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ગુજરાત ઓટો-ઓટો એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝમાં હબ છે જે ઇલેક્ટ્રિક વાહનોના મેન્યુફેક્ચરિંગમાં પણ હબ બનીને ઉભરશે.
ગુજરાતની છેલ્લા ચાર માસના ઓટો ક્ષેત્રે વેચાણની સ્થિતિ
મહિનો | ટુ-વ્હિલર | કોર્મ.વાહન | પેસેન્જર વાહન |
ઓક્ટોબર | 65624 | 3679 | 23935 |
નવેમ્બર | 90501 | 3580 | 27427 |
ડિસેમ્બર | 83402 | 3787 | 25095 |
જાન્યુઆરી | 62180 | 4489 | 23895 |
ગુજરાતમાં ઇલેક્ટ્રિક કાર ઉત્પાદનમાં તાતા લીડર, ટેસ્લા ગુજરાતમાં આવી
ગુજરાતમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોમાં તાતા ટિગોરનું મોટા પાયે ઉત્પાદન થઇ રહ્યું છે. દેશમાં અત્યારે સૌથી વધુ તાતા અને હ્યુંડાઇ એમ બે ઇલેક્ટ્રિક કારનું મોટા પાયે મેન્યુફેક્ચરીંગ કરી રહી છે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ તેમજ નિકાસ માટે મહત્વનું માર્કેટ છે તેને ધ્યાનમાં લેતા ટેસ્લા ગુજરાતમાં રોકાણ માટે આકર્ષાય તેવા સંકેતો મળી રહ્યાં છે. ટેસ્લા હજુ પણ વિશ્વની સૌથી મોંઘી કાર કંપની છે. તાતા-હ્યુંડાઇ બાદ ટોયોટા પણ ટેસ્લાને પડકારવા માટે ખૂબ જ ટૂંકાગાળામાં ઇલેક્ટ્રિક ગાડીઓ લોન્ચ કરવાની યોજના બનાવી છે.
ગુજરાતમાં દર મહિને 1000થી વધુ કાર એક્સચેન્જમાં આવી રહી છે
નીચા વ્યાજદર, ઓટો કંપનીઓ દ્વારા આકર્ષક એક્સચેન્જ ઓફરના કારણે ગુજરાતમાં દર મહિને 8500-9000 જેટલી વેચાતી કારમાં 1000-1200 કાર એક્સચેન્જમાં આવી રહી છે. જોકે, જે કાર આવે છે તે 5-10 વર્ષ જૂની હોય છે. સ્ક્રેપ પોલિસી ઉત્તમ છે. સેક્ટરને સારો ફાયદો લાંબાગાળે મળશે.> સુખબીર બગ્ગા, એમડી-પેટલ ગ્રુપ
પોલિસીથી સ્ક્રેપિંગ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થશે
સ્ક્રેપ પોલિસી અમલી બનતા એક નવી સ્ક્રેપિંગ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થશે. રોજગારીનું સર્જન થશે. રોડ સેફ્ટી અને પોલ્યુશન ઘટાડવામાં પોલિસી ધણી મદદરૂપ સાબીત થશે. ગુજરાતમાં અંદાજે સાત લાખથી વધુ વાહનો સ્ક્રેપ પોલિસી હેઠળ આવે છે જેમાંથી 10 ટકા પણ સ્ક્રેપમાં આવે તો ઉદ્યોગને સારો ફાયદો મળે. > પ્રણવ શાહ, ચેરમેન-ફાડા.
ગુજરાતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હિલરમાં રૂ.500 કરોડનું રોકાણ આવશે
પેટ્રોલની સતત વધી રહેલી કિંમતો અને ઇલેક્ટ્રિક વાહનોને સરકાર પ્રાધાન્ય આપતા નાની-નાની કંપનીઓ પ્રવેશ કરી રહી છે. ગુજરાતમાં સરેરાશ 5-6 કંપનીઓ ઇલેક્ટ્રિક ટુ-વ્હિલર અને બાઇકનું વેચાણ કરી રહી છે. એકાદ વર્ષમાં 500 કરોડથી વધુનું રોકાણ આવે તેવા સંકેતો છે. પરંતુ જ્યાં સુધી પુરતી માત્રામાં ચાર્જિંગ સ્ટેશન નહિં વિકસીત થાય ત્યાં સુધી આ સેક્ટરનો ગ્રોથ ઝડપી બને તેમ નથી. ઇલેક્ટ્રીક સ્કુટરનો વ્યાપ વધે તે માટે ઇમેટ્રિક્સમાઇલ પીબીએસ પોલિસી 2.0 અંતર્ગત ગુજરાતના મોટા શહેરોમાં મુકવામાં આવશે. કંપનીના દિપક રાઠોડે જણાવ્યું કે ગુજરાતના શહેરોમાં બાઇસિકલ બાદ હવે ઇ-સ્કુટર ઉપલબ્ધ બને તેવી યોજના ઘડવામાં આવી રહી છે. પાઇલટ પ્રોજેક્ટ માટે અમદાવાદથી શરૂઆત કરવામાં આવી છે.
12000ની સબસિડીથી લોગટર્મ વેગ મળશે
ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદનાર માટે દરેક રાજ્યમાં સરકાર દ્વારા અલગ-અલગ પોલિસી અમલી છે જેમાં ગુજરાત સરકાર પ્રતિ સ્કુટર દીઠ રૂ.12000 સબસિડી આપી રહી છે સાથે રોડ ટેક્સમાં પણ રાહત મળે તો ઝડપી વેચાણ ગ્રોથ થશે. છેલ્લા ચારેક માસથી ઇલેક્ટ્રીક સ્કુટર તરફ આકર્ષણ વધ્યું છે. સબસીડીનો લાભ મળતા ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને વેગ મળશે.
> નેમિન વોરા, ચીફ એક્ઝિક્યુટિવ-ઓડિસી
આવનાર સમયગાળો ઇલેક્ટ્રિક યુગનો
પેટ્રોલ-ડિઝલની સતત વધી રહેલી કિંમતો, પોલ્યુશન મુદ્દા તેમજ રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખી સરકાર ઇલેક્ટ્રિક વાહનોને વેગ આપી રહી છે. દેશના 4-5 રાજ્યોમાં ઇલેક્ટ્રિક વાહનોની ઉપસ્થિતી છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરતમાં ઇલેક્ટ્રિક વાહનોની ઉપસ્થિતી છે. માત્ર સામાન્ય સ્કુટર નહિં પરંતુ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડિજિટલ ડિસ્પ્લે દ્વારા ઇન્ટેલિજન્ટ અને કનેક્ટેડ ફીચર્સ અને તેની સાથે ઇન્ટરેક્ટ કરી શકે તેવી સિસ્ટમ ડેવલપ કરાઇ છે. ઇલેક્ટ્રિક સ્કૂટરમાં4જી સીમ કાર્ડ અને બ્લુટુથ કનેક્ટિવિટિ પણ રહેશે, જેનાથી ફોન કોલ અને મ્યુઝિકને ટચસ્ક્રીન ડેશબોર્ડ દ્વારા મેનેજ કરી શકાશે. કંપનીએ પ્રાથમીક તબક્કામાં 130 કરોડનું રોકાણ કર્યું છે. > તરુણ મહેતા, એમડી-એથર
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.