ભરતી:કેન્દ્રીય હોસ્પિટલોમાં 40 હજારથી વધુ નોકરી મળશે

નવી દિલ્હી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશભરમાં તેની હોસ્પિટલો અને સંસ્થાનોમાં 40 હજારથી વધુ પદો પર ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. આ પદ આગામી અઢી વર્ષમાં ભરવામાં આવશે. 27,599 પદ ફક્ત એઈમ્સમાં ખાલી છે.

નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચરે આ પદો પર પણ ભરતી માટે મંજૂરી આપી દીધી છે જે ચાર વર્ષથી ખાલી છે. ખરેખર લાંબા સમય સુધી ખાલી રહેનારા પદો નાણા મંત્રાલય સમાપ્ત કરી દે છે.

આ વખતે એવું નથી કર્યું. ગ્રૂપ એના ખાલી પદ ભરવા માટે યુપીએસસીને જણાવાયું છે. ગ્રૂપ એમાં બઢતી માટે અપોઈન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટ(એસીસી) અને ડીઓપીટી મંત્રાલયને જણાવી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...