ફીચર આર્ટિકલ:શેરખાન ફ્રેન્ચાઈઝી બિઝનેસ વેબિનારમાં 100થી વધુ લોકોએ ભાગ લીધો, કંપની અને માર્કેટ સાથે જોડાવાના ફાયદાઓ વિશે વિગતવાર ચર્ચા થઈ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેબઇનરમાં મુખ્યત્વે ફી અને ટેક્સ સંબંધિત પ્રશ્નો પૂછાયા

તાજેતરમાં અગ્રણી સ્ટોક બ્રોકિંગ કંપની શેરખાને તેના ફ્રેન્ચાઈઝી બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે એક વેબિનારનું આયોજન કર્યું હતું. આ વેબિનારમાં ગુજરાતમાંથી શેરબજારમાં તેમની કારકિર્દી અને આવક વધારવા ઈચ્છતા 100થી વધુ લોકોએ હાજરી આપી હતી. વેબિનારમાં શેરખાનના ફ્રેન્ચાઈઝી બિઝનેસ હેડ હનુમંત રાવ અને ગુજરાત ક્લસ્ટર હેડ અનાહિતા વોરાએ ફ્રેન્ચાઈઝીને લગતા વિવિધ પાસાઓને વિગતવાર સમજાવ્યા હતા.

બજાર સાથે ફ્રેન્ચાઈઝી બિઝનેસ વધારવાની તક
વેબિનારમાં હનુમંત રાવે જણાવ્યું કે, ભારતમાં 8 કરોડથી વધુ ડીમેટ એકાઉન્ટ્સ છે. છેલ્લા બે વર્ષમાં ઘણા લોકોએ શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે. નવા રોકાણકારોને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે પરંતુ તેમને શેરબજાર વિશે માહિતી મેળવવા માટે મજબૂત સ્ત્રોતની જરૂર છે. આવી સ્થિતિમાં ફ્રેન્ચાઈઝી મોડલ સારો આધાર બની શકે છે. આ રીતે, ફ્રેન્ચાઈઝી વ્યવસાય વિકસાવવા માટે ઘણી તકો છે. શેરખાન રિસર્ચ સાથે ટેક્નોલોજીમાં મજબૂત છે, જેના કારણે ફ્રેન્ચાઈઝી તેમના ગ્રાહકોને સારી સેવા પ્રદાન કરવા સક્ષમ બને છે અને રોકાણકારોનો વિશ્વાસ પણ વધે છે.

આ મોડલમાં નાના રોકાણથી મોટી કમાણી કરી શકાય છે
ગુજરાત ક્લસ્ટર હેડ અનાહિતા વોરાએ વેબિનારમાં જણાવ્યું હતું કે, ફ્રેન્ચાઈઝી મોડલમાં આવક વધારવા માટે ઘણી તકો છે. તમે જેટલા વધુ ગ્રાહકોને બનાવશો, તેટલી તમારી આવક વધે છે. આમાં નાના રોકાણથી ફ્રેન્ચાઈઝી બિઝનેસ શરૂ કરી શકાય છે. અમારો અનુભવ કહે છે કે ત્રીજા મહિનાથી ફ્રેન્ચાઇઝી રૂ. 1 લાખ સુધીની આવક મેળવવાનું શરૂ થઈ જાય છે. જો તમને શેરબજારનું થોડું જ્ઞાન હોય તો ફ્રેશર્સ પણ આ બિઝનેસમાં જોડાઈ શકે છે. અમે શેરખાનમાં જોડાનાર નવા ફ્રેન્ચાઈઝીને તેમનો બિઝનેસ વધારવા માટે પૂરતો સપોર્ટ આપીએ છીએ.

ફ્રેન્ચાઇઝી મોડલ વિશે તમામ માહિતી આપવામાં આવી
વેબિનાર દરમિયાન, હનુમંત રાવ અને અનાહિતા વોરાએ ફ્રેન્ચાઈઝી મોડલને લગતી તમામ વિગતો આપી હતી. શેરખાનના નિષ્ણાત વક્તાઓએ જણાવ્યું કે કોણ ફ્રેન્ચાઈઝી બની શકે છે. આ બિઝનેસ માટે ટેક્સ સિસ્ટમ શું છે તેમજ રેગ્યુલેટરી સંબંધિત માહિતી આપવામાં આવી હતી. આ સાથે, શેરખાનના લોકલ સપોર્ટ અને મુશ્કેલ સમયમાં ગ્રાહકોને કેવી રીતે હેન્ડલ કરવું તે વિશે ઘણી ચર્ચા થઈ.

મોટેભાગે ફી અને ટેક્સ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા
વેબિનારમાં ભાગ લેનારા લોકોએ ઘણા પ્રશ્નો પૂછ્યા હતા.જેમાં મુખ્યત્વે ફી અને ટેક્સ સંબંધિત પ્રશ્નો પૂછનારાઓની સંખ્યા વધુ હતી. ફ્રેન્ચાઇઝી મેળવવા માટે કેટલો ખર્ચ થાય છે અને અન્ય સેટઅપનો કેટલો ખર્ચ થાય છે. આ ઉપરાંત ટેક્ષ અને ફ્રેન્ચાઇઝ ધારકને આપવામાં આવતી તાલીમ અંગેની માહિતી મેળવવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

Disclaimer: Investments in the securities market are subject to market risks, read all the related documents carefully before investing. For detailed disclaimer and registered office, details visit our website www.sharekhan.com. Mutual Funds, LAS, are not Exchange Traded Products and all disputes regarding these products will not have access to the Exchange Investor Redressal Forum or Arbitration Mechanism.

અન્ય સમાચારો પણ છે...