બુસ્ટર STP:સામાન્ય એસટીપીની તુલનાએ બુસ્ટર એસટીપીથી વધુ રોકાણ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિફ્ટીના બેન્ચમાર્કમાં લાંબા ગાળે બુસ્ટર STPથી વધુ રિટર્ન

મોટા ભાગના રોકાણકારો એવા હોય છે જે એકસાથે રોકાણ કરવા માગતા હોય છે. પરંતુ મોટી સમસ્યા આવી પ્રોડક્ટ શોધવાની હોય છે. રોકાણકારો પાસે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે હવે વધુ એક વિકલ્પ ઉપલબ્ધ થયો છે અને તે છે બુસ્ટર એસટીપી યોજના ઓફર કરતાં મ્યુચ્યુઅલ ફંડ. બુસ્ટર એસટીપીમાં સામાન્ય એસટીપી કરતાં વધુ રિટર્ન જોવાયું હોવાનું આઇસીઆઇસીઆઈ પ્રૂડન્સિયલ મ્યુચ્યુઅલ ફંડની યોજનાને ધ્યાનમાં લેતા જોવાયું છે.

ફંડની બુસ્ટર એસટીપીમાં જુલાઈ 2021માં કરેલા રૂ.12 લાખની રોકાણ વેલ્યૂ માર્કેટના નબળા ટ્રેન્ડ વચ્ચે પણ વધીને રૂ.12.13 લાખની થઈ છે. જેની સામે સામાન્ય એસટીપીમાં આજ રકમનું મૂલ્ય ઘટીને રૂ.11.20 લાખનું થયું છે. આ આધારે જોઇએ તો બુસ્ટર એસટીપીમાં સામાન્ય એસટીપીની સામે 8.29 ટકાનું રિટર્ન મળ્યું ગણાય. મ્યુ.ફંડમાં રોકાણ લાંબા ગાળાનું વધુ વળતરદાયક હોય છે અને આને ધ્યાનમાં લઇએ તો ડિસેમ્બર 2018માં રૂ.12 લાખના રોકાણ પર બુસ્ટર એસટીપીનું રોકાણ વધીને રૂ.22.14 લાખનું થાય છે, જે લગભગ 20 ટકાનું વળતર સૂચવે છે.

આની સામે સામાન્ય એસટીપી રોકાણમાં 18 ટકા જેવું વળતર જોવાયું છે. સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન છે. બુલ્ટર એસટીપી સામાન્ય એસટીપીથી 0.1 થી 5 ગણા ધોરણે વધુ રોકાણ હપ્તામાં કરે છે. ફંડો હેઠળ અગાઉ 2008 કે કોવિડ જેવી સમસ્યા સર્જાઈ ત્યારે પણ ઇક્વિટીમાં વધુ રોકાણ કરાયું હોવાનું આંકડા સૂચવે છે.

બુસ્ટર STPમાં એકસામટું રોકાણ કરી શકાય
નિફ્ટી 50માં બુસ્ટર એસટીપી રોકાણનું મૂલ્ય છેલ્લા પાંચ વર્ષમાં 11.9 ટકા સામે સામાન્ય એસટીપીનું રોકાણનું વળતર 9.8 ટકાનું રહ્યું હતું. તેવી જ રીતે નિફ્ટી 500 ઇન્ડેક્સમાં બુસ્ટર એસટીપીથી વળતર 12.5 ટકા સામે સામાન્ય એસટીપીમાં 10.1 ટકા, નિફ્ટી સ્મોલ કેપમાં બુસ્ટરથી 12.9 ટકા સામે સામાન્ય એસટીપીનું 9.8 ટકા, નિફ્ટી મિડ કેપ 150માં બુસ્ટરથી 15.5 ટકા સામે સામાન્ય એસટીપીથી પ્રાપ્ત વળતર 12.4 ટકાનું જોવાયું હતું. બુસ્ટર એસટીપી હેઠળ રોકાણકાર એકસાથે રોકાણ કરી શકે છે. ત્યારબાદ આ યોજના બજારની સ્થિતિ અનુસાર તેને હપ્તાવાર રોકાણ કરે છે. બજારની ચાલને સમજીને તે મુજબ રોકાણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...