હેલ્થકેર ઇન્ડસ્ટ્રી:વૈશ્વિક હેલ્થકેર ક્ષેત્રમાં વધુ સાઇબર હુમલા ભારત બીજા ક્રમ પર

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી| વર્ષ 2021 દરમિયાન ભારતની હેલ્થકેર ઇન્ડસ્ટ્રી પર સાયબર હુમલાની કુલ ઘટનાઓની ટકાવારી 7.7 ટકા રહી હતી. જે સાથે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સાયબર હુમલાની દૃષ્ટિએ ભારતીય હેલ્થકેર ઇન્ડસ્ટ્રી બીજા ક્રમાંકે રહી હતી.

સિક્યોરિટી ઇન્ટેલિજન્સ ફર્મ ક્લાઉડસેક દ્વારા વૈશ્વિક હેલ્થકેર સેક્ટર પર વધતા સાયબર હુમલા પર પર કરાયેલા સ્ટડી અનુસાર યુએસની હેલ્થકેર ઇન્ડસ્ટ્રી પર સૌથી વધુ 28 ટકા સાયબર હુમલા થયા હતા. જ્યારે 7.7 ટકા સાથે સૌથી વધુ સાયબર હુમલાની દૃષ્ટિએ ભારત બીજા ક્રમાંકે રહ્યું હતું. દેશમાં થયેલા 7.7 ટકા હુમલાની કુલ સંખ્યા 71 લાખની આસપાસ થાય છે.

ફર્મ અનુસાર, હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં ટેક્નોલોજીમાં આધુનિકીકરણ જેમ કે હેલ્થ મોનિટરિંગ, ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ્સ તેમજ ઇન્ટરનેટ ઑફ થિંગ્સને કારણે સાયબર ગુનેગારોને આ સેક્ટર પર વધુને વધુ સાયબર હુમલા કરવા માટેની તક મળી હતી.

ક્લાઉડસેક દ્વારા સંકલિત કરાયેલા ડેટા અનુસાર વર્ષ 2022ના પહેલા ચાર મહિના દરમિયાન સાયબર હુમલાના કુલ 1.87 લાખ રેકોર્ડ્સ નોંધાયા છે. વૈશ્વિક સ્તરે 2022માં સાયબર હુમલાના પરિમાણોમાં પણ બદલાવ જોવા મળ્યો છે. વર્ષ 2022ના પ્રથમ ચાર મહિના દરમિયાન સૌથી વધુ 70 કરોડ સાયબર હુમલાના રેકોર્ડ્સ સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમાંકે છે.

અન્ય સમાચારો પણ છે...