તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Bid Bans 28 More Chinese Companies, US Investors Can't Stop Money In Blacklisted Companies

અમેરિકાની ચીન સામે મોટી કાર્યવાહી:બાઈડને ચીનની 28 કંપનીઓને બ્લેકલિસ્ટ કરી, ચીન અકળાયું, કહ્યું-આ રાજકારણથી પ્રેરિત પગલુ

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળમાં 31 કંપનીઓને બ્લેકલિસ્ટ કરી હતી

અમેરિકામાં સત્તા બદલાઈ અને ડોનાલ્ડ ટ્રમ્પની જગ્યાએ જો બાઈડન આવ્યા, જોકે પ્રતિસ્પર્ધી ચીન પર સરકારનું દબાણ છે. બાઈડન ગવર્નમેન્ટે ગુરુવારે અગાઉની ટ્રમ્પ સરકારે બનાવેલા બેલ્કલિસ્ટમાં ચીનની 28 કંપનીઓને ઉમેરી છે

બ્લેકલિસ્ટમાં જે કંપનીઓનું નામ એડ કરવામાં આવે છે, તેમાં અમેરિકાના રોકાણકારોને પૈસા રોકવાની પરવાનગી હોતી નથી. અમેરિકાનું માનવું છે કે આ કંપનીઓ ચીનની સરકારને જે મિલેટ્રી અને સુરક્ષા ઉપકરણ ઉપલબ્ધ કરાવી રહી છે, તેનો દુરઉપયોગ થઈ રહ્યો છે.

ટ્રમ્પ સરકારે ચીનની 31 કંપનીઓને બ્લિકલિસ્ટ કરી હતી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળ દરમિયાન ચીનની 31 કંપનીઓને બ્લેકલિસ્ટ કરી હતી. અમેરિકાની સરકારના જણાવ્યા મુજબ આ કંપનીઓ ચીનની મિલિટ્રી અને સુરક્ષા એજન્સીઓને સામાન સપ્લાઈ કરી રહી છે અથવા તો સપોર્ટ કરી રહી છે, જેનો દુરઉપયોગ થઈ રહ્યો છે. ચીનની કેટલીક બીજી કંપનીઓને પ્રતિબંધની સીમામાં લાવવાના કારણે અમેરિકાની સરકારના બ્લેકલિસ્ટમાં સામેલ કંપનીઓની સંખ્યા 59 થઈ ગઈ છે.

બ્લેકલિસ્ટેડ કંપનીઓ મોટાભાગે, ચીનને સર્વિલાન્સ ટેક્નોલોજી ઉપલબ્ધ કરાવે છે
જો બાયડેન પ્રાશસને જે કંપનીઓને બ્લેકલિસ્ટમાં નાંખી છે, તેમાંથી મોટાભાગની ચીન સરકારને સર્વિલાન્સ ટે્કનોલોજી ઉપલબ્ધ કરાવે છે. ચીન તે કંપનીઓની ટેક્નોલોજીનો ઉપયોગ વિરોધીઓના અવાજને દબાવવા અને માનવઅધિકારના ઉલ્લંઘનમાં કરે છે, તેવો અમેરિકાની સરકારનો આરોપ છે. તેનુ કહેવું છે કે ચીન આવું કરવામાં અમેરિકા અને તેના સહયોગીઓની સુરક્ષામાં ખતરો પેદા કરે છે અને તેના લોકશાહીના મુલ્યોને નબળા બનાવે છે.

બ્લેકલિસ્ટમાં ટેલિકોમ, કન્સ્ટ્રક્શન અને ટેક્નોલોજી સેક્ટરની મોટી કંપનીઓ
અમેરિકાના બ્લેકલિસ્ટમાં ચીનની ટેલિકોમ, કન્સ્ટ્રક્શન અને ટેક્નોલોજી સેક્ટરની મોટી કંપનીઓ સામેલ છે. તેમાં ચાઈના મોબાઈ, ચાઈના ટેલિકોમ, વીડિયો સર્વિલાન્સ કંપની હાઈકવિઝન અને ચાઈના રેલવે કન્સ્ટ્રક્શન કોર્પનું નામ છે. ચીનની વિરુદ્ધ અમેરિકાની સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલાઓથી બંને દેશોના સંબંધોમાં ઘણો તણાવ સર્જાયો છે.

ચીનનો આરોપ, બ્લેકલિસ્ટ કરવાનું અમેરિકાની સરકારનું પગલુ રાજકારણથી પ્રેરિત
ચીનની સરકારે પોતાની કેટલીક કંપનીઓને અમેરિકાની સરકાર દ્વારા બ્લેકલિસ્ટમાં સામેલ કરતા વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમનુ કહેવું હતું કે અમેરિકાની સરકારનું પગલુ રાજકારણથી પ્રેરિત છે, આ કારણે તે પોતાના દેશની કંપનીઓના અધિકારોની રક્ષા કરશે. તેમનો આરોપ છે કે અમેરિકાની સરકારે ચીનની જે કંપનીઓને બ્લેકલિસ્ટ કરી છે, તે તેમની સાથે જોડાયેલા તથ્યો અને વાસ્તવિક સ્થિતિની અવગણના કરી રહી છે.

પ્રતિબંધથી બજારમાં સામાન્ય કારોબારી વ્યવસ્થા બગડશે, અમેરિકાના રોકાણકારોને નુકસાન થશે
ચીનના વિદેશી મંત્રાલયના પ્રવક્તા વૈંગ વેનવિને રૂટિન બ્રીફિંગમાં કહ્યું કે કંપનીઓ પર બેન લગાવવાથી બજારમાં સામાન્ય કારોબારી વ્યવસ્થા બગડશે અને અમેરિકા સહિત વિશ્વના રોકાણકારોના હિતોને નુકસાન થશે. જોકે બાઈડન સરકારે ચીનની સાથેના ડિપ્લોમેટિક સંબંધને સારા બનાવવાની દિશામાં કામ કરવાની વાત કહી છે, જોકે તેની સાથે એ પણ કહ્યું છે કે ડિફેન્સ અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રમાં તેનુ વલણ સખ્ત રહેશે.

અન્ય સમાચારો પણ છે...