ઝડપી રિકવરી:ઓઈલ કંપનીઓની આવકમાં વૃદ્ધિ થવાનો આશાવાદ: મૂડીઝ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. સહિતની ઓઈલ કંપનીઓની આવકો આગામી 12થી 18 માસમાં વધવાનો આશાવાદ મૂડીઝે વ્યક્ત કર્યો છે. આર્થિક ગતિવિધિઓમાં રિકવરી તેમજ ઈંધણની માગમાં વૃદ્ધિના પગલે ઓઈલ કંપનીમાં ઝડપી રિકવરી આવશે.

ઈંધણની વધચતી માગ તેમજ માર્કેટિંગ ઓપરેશન્સની આવકોમાં સ્થિરતા રિફાઈનિંગ માર્જિનમાં સુધારો કરશે. માગમાં સુધારો એશિયન રિફાઈનિંગ માર્જિનમાં વૃદ્ધિ કરશે. ગતવર્ષે કોવિડ-19ના લીધે લાગૂ લોકડાઉનના કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની માગ એપ્રિલ-મે, 2020થી સતત ઘટી હતી. જેથી 31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થતાં નાણાકીય વર્ષ દરમિયાન રિફાઈનરી કંપનીઓની આવકોમાં મોટાપાયે ઘટાડો નોંધાયો હતો.

કોવિડની બીજી લહેરમાં પણ આશિંક પ્રતિબંધોના લીધે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની માગ પર અસર થી હતી. જો કે, બાદમાં ઝડપથી રિકવરી જોવામ ળી છે. આઈઓસી, બીપીસીએલ ફ્યુલ રિટેલિંગ નેટવર્કમાં 90 ટકા હિસ્સો ધરાવે છે. ત્રણેય કંપનીઓ સરકાર હસ્તગત છે.

લાર્જ સ્કેલ પર ફ્યુલ રિટેલિંગ નેટવર્ક તેમજ માર્કેટમાં મજબૂત સ્થિતિના કારણે ભારતીય કંપનીઓમ ટે માર્કેટિંગ બિઝનેસ સ્થિર આવકો રળી આપશે. મૂડીઝે જણાવ્યુ હતુ કે, પ્રેટોલિયમ પ્રોડક્ટ્સ માટે મજૂબત માગના પરિણામે 3 રિફાઈનર્સ દ્વારા કરવામાં આવતુ રોકાણ ઉંચુ રહેશે. આર્થિક ગ્રોથને સહાય આપવા રોકાણ ખર્ચને વેગ આપવા પ્રયાસ કર્યા છે.

3 કંપનીઓમાં ડિવિડન્ડ ઐતિહાસિક સ્તરે
ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટની માર્ગદર્શિકા સાથે આ ત્રણેય કંપનીઓમાં ડિવિડન્ડ ઐતિહાસિક સ્તરે રહેશે. ભારતીય કંપનીઓમાં નફાકારકતા ઉંચી છે. જ્યારે તેના સ્કેલ અને ક્રેડિટ મેટ્રિક્સ અન્ય કંપનીઓની સમકક્ષ છે. મોટાપાયે માર્કેટિંગ તેમજ મધ્યમ વર્ગીય પ્રવૃત્તિઓ આવકોમાં ડાયવર્સિફિકેશન પ્રદાન કરે છે. જે રિફાઈનિંગ બિઝનેસના પડકારો દૂર કરશે. તેમજ ઈન્ડિયન રિફાઈનિંગ અને માર્કેટિંગ કંપનીઓની નફાકારકતામાં વધારો કરશે.

અન્ય સમાચારો પણ છે...