સ્ટાર્ટઅપ્સની પીછેહઠ:મોબીક્વિકનો IPOપેટીએમના લિસ્ટિંગ પછી વિલંબમાં પડશે

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચાર મહિના પહેલા જ્યારે દેશનું પ્રથમ યુનિકોર્ન સ્ટાર્ટઅપ સ્ટોક એક્સચેન્જમાં ઝોમેટોએ ધમાકેદાર લિસ્ટિંગ સાથે ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી હતી. પરંતુ પેટીએમના નબળા લિસ્ટિંગ અને બીજા દિવસે ઘટાડાને કારણે આઈપીઓ લોન્ચ કરવા માગતાં સ્ટાર્ટઅપ્સ પીછેહઠ કરી રહ્યાં છે.

2021નું વર્ષ આઈપીઓ માટે શુકનવંતુ બન્યું હતું. ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ નવ માસમાં 43થી વધુ કંપનીઓએ 72 હજાર કરોડથી વધુ IPO મારફત એકત્ર કર્યાં હતાં. જો કે, વર્ષના અંત પહેલાં પેટીએમે 27 ટકાથી વધુ ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવી બાજી ફેરવી દીધી છે.

પેટીએમના પર્ફોર્મન્સને જોતાં મોબિક્વિકે આઈપીઓ પાછળ ઠેલવ્યો છે. દેશનો સૌથી મોટો રૂ. 18300 કરોડનો પેટીએમનો IPO દાયકાનો સૌથી ખરાબ લિસ્ટેડ સ્ટોક રહ્યો છે. ફિનટેક સ્ટાર્ટઅપ ભારતપેના કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવરે આશંકા વ્યક્ત કરી છે કે, પેટીએમના ખરાબ લિસ્ટિંગથી રોકાણકારોમાં આઈપીઓ માટેનો ઉત્સાહ ઝાંખો પડ્યો છે. પેટીએમની સ્થિતિને જોતાં રોકાણકારોમાં ભય વધ્યો છે. પરિણામે ટૂંકસમયમાં યોજાવા જઈ રહેલાં આઈપીઓએ પુન:મૂલ્યાંકન કરવાનો નિર્ણય લેતાં આઈપીઓ હાલપૂરતા સ્થગિત કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...