તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ઈમ્પેક્ટ:માઈક્રોસોફ્ટ દુનિયાભરના રિટેલ સ્ટોર્સ બંધ કરશે, કંપનીનું ફોકસ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર રહેશે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માઇક્રોસસોફ્ટ વિશ્વભરમાં તેના તમામ રિટેલ સ્ટોર્સ બંધ કરવા જઈ રહી છે. કંપનીએ તાજેતરમાં આની જાહેરાત કરી હતી. આ નિર્ણયનો અર્થ એ પણ છે કે રોગચાળાને કારણે બંધ થયેલ માઇક્રોસોફ્ટના 80થી વધુ રિટેલ સ્ટોર્સ હવે ફરી ખુલશે નહીં. તેમના બંધ થયા પછી, કંપનીની રિટેલ ટીમના સભ્યો કસ્ટમર સર્વિસ, સેલ્સ, ટ્રેનીંગ અને સપોર્ટ જેવી સર્વિસીસ સાથે જોડાયેલા રહેશે. જોકે, રિટેલ સ્ટોર્સ ક્યારથી બંધ થશે તેની વિગતો કંપનીએ આપી નથી.

કંપની ચાર સ્ટોર્સને એક્સપિરિયન્સ સેન્ટરમાં બદલશે
માઇક્રોસોફ્ટે કહ્યું કે, હવે તેઓ ડિજિટલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કંપનીનું કહેવું છે કે તે ફક્ત ચાર સ્થળોએ સ્ટોર્સને ચાલુ રાખશે જ્યાં ઉત્પાદનો હવે વેચવામાં આવતા નથી અને તેનો ઉપયોગ ફક્ત એક્સપિરિયન્સ સેન્ટર તરીકે કરવામાં આવે છે. કંપનીનું કહેવું છે કે તે માઈક્રોસોફ્ટ ડોટ કોમ સહિત Xbox અને Windows સ્ટોર્સમાં રોકાણ ચાલુ રાખશે. આ કંપની લંડન, ન્યુ યોર્ક, સિડની અને રેડમંડ કેમ્પસ જેવા સ્થળોએ માઇક્રોસસોફ્ટ એક્સપિરિયન્સ સેન્ટર્સ ચલાવશે.

કંપની ડિજિટલ પ્લેટફોર્મ પર તમામ સુવિધા આપશે
કંપનીનું કહેવું છે કે રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ તમામ સુવિધાઓ હવે યુઝર્સને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે. કંપનીએ કહ્યું કે રિટેલ સ્ટોર્સની તુલનામાં અમારું ઓનલાઇન વેચાણ સતત વધી રહ્યું છે અને અમારી ટીમ ગ્રાહકોને વર્ચ્યુઅલ રીતે વધુ સારી સેવાઓ પ્રદાન કરી રહી છે. માઇક્રોસોફ્ટે તેના રિટેલ સ્ટોર્સ બંધ કરવાની જાહેરાતની સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, અમે એક એવી ટીમ બનાવી છે જેમાં મલ્ટિલેટલેન્ટ લોકો છે અને વિશ્વના કોઈ પણ ખૂણેથી કામ કરવામાં સક્ષમ છે. અમારી ટીમમાં એવા લોકો છે કે જેઓ 120થી વધુ ભાષાઓ જાણે છે અને આ ટીમ પહેલા કરતા વધુ મજબૂત છે.

એપલ જેવી લોકપ્રિયતા મેળવી શકી નથી

  • માઇક્રોસસોફ્ટ તેના ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવી સેવાઓ પર વધુ આધાર રાખે છે, તેના રિટેલ સ્ટોર્સ પર સરફેસ ટેબ્લેટ્સ અને લેપટોપ તેમજ Xbox ગેમિંગ ગિયર પર ધ્યાન કેન્દ્રિત હતું. પરંતુ ફિઝીકલ સ્ટોર્સ એપલ જેવી લોકપ્રિયતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા. ઈન્ડીપેન્ડન્ટ ટેકનોલોજી એનાલિસ્ટ નીલ સાયબર્ટે કહ્યું કે, કંપનીએ સ્ટોર્સ બંધ કરવાનો નિર્ણય લીધો કારણ કે કન્ઝ્યુમર સ્પેસમાં સરફેસનો વ્યવસાય ઝડપથી પોતાનું સ્થાન ગુમાવી રહ્યો છે.
  • માઇક્રોસોફ્ટના નાણાકીય પરિણામોમાં કોરોનાની અસર હજી જોવા મળી નથી. કંપનીએ જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 10.8 અબજ ડોલરનો નફો કર્યો છે, જે વાર્ષિક ધોરણે 22% વધીને 35 અબજ ડોલરના ટર્નઓવર પર છે. સર્ફેસ રેંજ માટે ઉત્પાદનમાં વિલંબ હોવા છતાં, જૂથનું માનવું છે કે તે કટોકટીના સમય માટે ખાસ કરીને ક્લાઉડ કમ્પ્યુટિંગ ક્ષેત્રે સારી સ્થિતિમાં છે. સોશિયલ ડિસ્ટન્સિંગના યુગમાં, માઇક્રોસસોફ્ટ તેની ટેલીનેટવર્કિંગ, ડિસ્ટન્સ અને એજ્યુકેશન સેવા પર આધાર રાખે છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો