• Gujarati News
  • Business
  • Microsoft, Satya Nadella Emerges As King Maker As It Prepares To Buy Tiktok For 50 50 Billion

મોસ્ટ પાવરફુલ CEO:ટિકટોકને 50 અબજ ડોલરમાં ખરીદવાની તૈયારીમાં માઈક્રોસોફ્ટ, સત્યા નડેલા કિંગ મેકરના રૂપમાં આગળ આવ્યા

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ડીલ અને ડિસ્કાઉન્ટની સાઈઝ નડેલાના કદને સાબિત કરશે, તેમજ આને ડીલ ઓફ ધ ડેકેડ તરીકે યાદ રાખશે
  • ભારત ટિકટોકનું સૌથી મોટું સંભવિત બજાર છે પણ ચીન સાથે બોર્ડર વિવાદ બાદ તેના પર પ્રતિબંધ મુકાયો છે

શોર્ટ વિડીયો પ્લેટફોર્મ ટિકટોકને માઈક્રોસોફ્ટ ખરીદી લેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા આ ડીલને ક્રેક કરવાની નજીક છે. એવી ચર્ચા છે કે આ ડીલ 50 અબજ ડોલરની છે પણ નડેલા મને છે કે, આ કંપની માટે આ ભાવ વધુ છે. તેથી સોદામાં હજી ભાવતાલ થશે તે નક્કી છે. જો આવું થાય, તો તે છેલ્લા દસ વર્ષમાં સૌથી મોટી ડીલ હશે. આ ડીલ દ્વારા માઇક્રોસોફ્ટના સત્ય નડેલા કિંગ મેકર બનશે.

CEO બન્યા બાદથી સત્યા નડેલાએ અનેક ડીલ કરી છે
2014માં CEO બન્યાના એક વર્ષમાં, સત્યાએ સ્વીડિશ ગેમ કંપની ક્રાફ્ટ ખરીદી. બાદમાં તેમણે પ્રોફેશનલ-નેટવર્ક સાઇટ લિંક્ડઇન કોર્પ સાથે 24 અબજ ડોલરનો સોદો કર્યો. હકીકતમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોકને લઈને અમેરિકામાં ઘણી સમસ્યાઓ ઉભી કરી છે. આવી સ્થિતિમાં, ટિકટોક સામે એકમાત્ર વિકલ્પ એ છે કે તેઓ આ સોદા સાથે આગળ વધે. બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતે ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો છે. વિશ્વના 5-7 દેશોએ આવું પગલું ભર્યું છે. આ તે દેશો છે જ્યાં ટિકટોકમાં સૌથી વધુ યુઝર બેઝ છે. તેથી, ટિકટોક સામે સમસ્યાઓ ઉભી થઈ છે.

ડીલ થવી નક્કી છે
ટિકટોકના ભાવ અથવા સોદા અંગે આગળ શું થશે તે સમય જણાવશે. જોકે, તેની પેરન્ટ કંપની બાઈટડાન્સના કેટલાક રોકાણકારો આ સોદાની રકમને યોગ્ય માને છે. તેઓ માને છે કે 50 બિલિયન ડોલરનું મૂલ્યાંકન યોગ્ય છે. જોકે, માઇક્રોસોફ્ટે નડેલાના નેતૃત્વમાં અનેક સોદા કર્યા છે અને તે બધા સફળ રહ્યા છે. તેથી ટિકટોકના સોદા અંગે કોઈ શંકા નથી. તેમાં સમય લાગી શકે છે, પરંતુ ડીલ નડેલાના હાથ પર છે. પીસી ઓપરેટિંગ સિસ્ટમ્સથી ક્લાઉડ કમ્પ્યુટિંગ તરફ લઇ જનારા માઇક્રોસોફ્ટ આર્કિટેક્ટ નડેલા પહેલાથી જ કેટલાક મોટા સોદાઓની દેખરેખ કરી રહ્યા છે.

ટ્રમ્પ વહીવટ ટિકટોકની સમસ્યા વધારી
ટ્રમ્પે સૂચન કર્યું હતું કે તેઓ ટિકટોક પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી શકે છે, ત્યારથી જ માઇક્રોસોફ્ટે આ બાબતમાં રસ દાખવવાનું શરૂ કર્યું છે. જોકે, બાઈટડાંસ પાસેથી ટિકટોક ખરીદવાનો અથવા તેના અમેરિકન ઓપરેશનનો નિયંત્રણ લેવાનો વિચાર શરૂઆતમાં કાગળ પર ખૂબ સારો લાગતો હતો. પરંતુ ડેટા પ્રાઈવસી અને ચીનના ઓનરશીપ સ્ટ્રકચરે અમેરિકાની ચિંતાઓને ઓછી નહિ કરે. જો ટિકટોકનું ઓપરેશન વિશ્વસનીય અને લિસ્ટેડ અમેરિકન કંપનીના હાથમાં આવે, તો તે ડેટા પ્રાઈવસી મુદ્દાને ઉકેલી શકે છે.

ડેટા સિક્યુરિટીને કારણે માઇક્રોસોફ્ટ પર પણ દબાણ આવશે
માઇક્રોસોફ્ટ પણ તે વિશે વિચારતા હોવા જોઈએ કે તે વપરાશકર્તાઓના ડેટાને કેવી રીતે સુરક્ષિત કરશે. કંપનીએ કહ્યું કે તે સુનિશ્ચિત કરશે કે ટિકટોકના અમેરિકન યુઝર્સનો તમામ વ્યક્તિગત ડેટા સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરવામાં આવે અને સેફ રાખવામાં આવે. હાલમાં સંગ્રહિત આવા કોઈપણ ડેટાને વિદેશમાં મુકાયેલા સર્વર્સથી દૂર હટાવવામાં આવશે. માઇક્રોસોફ્ટને ડીલ પહેલાં અમેરિકાના વહીવટને મનાવવાની જરૂર રહેશે. અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અને વિદેશી રોકાણોની સમિતિને આપેલા નિવેદનમાં, કંપનીએ સંકેત આપ્યો હતો કે બાઈટડાન્સનો ઉલ્લેખ કરતા પહેલા તે કયા પાસા ઉપર વધારે ભાર મૂકે છે.

આ ડીલ માટે નડેલાને વોશિંગ્ટનનો સપોર્ટ
એવી સંભાવના છે કે અમુક બેન્કર્સ અને બાઈટડાંસના ઇનસાઇડરે માહિતી લીક કરી હોય અને આ દરમિયાન અમુક સંભવિત ખરીદદારો સામે આવે જેનાથી પ્રાઈસ વોર શરુ થઇ જશે. પરંતુ માઈક્રોસોફ્ટની જે રીતની વિશ્વસનીયતા અને રણનીતિ છે અને વોશીંગ્ટન જે રીતે સપોર્ટ કરી રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે બાઈટડાંસ પાસે વધુ વિકલ્પ નથી. હવે બધું જ નડેલા પર છે કે તે કેટલી જલ્દી આ ડીલને પૂરી કરે છે. માઈક્રોસોફ્ટે કહ્યું કે, અમે આ ડીલને 15 સપ્ટેમ્બર સુધીમાં ઉકેલી લેશું.

ટિકટોક પાસે વેચાણ માટે શું છે?
ગયા વર્ષે બાઇટડાન્સને 3 અબજ ડોલરનો નફો થયો હતો. આવક 17 અબજ ડોલર હતી. ડોઇન (ટિકટોકનું સ્થાનિક વર્ઝન) અને ન્યૂઝ ફીડ તુશીયો સહિત આખી કંપનીમાં ઓછામાં ઓછી 20 એપ્લિકેશનો છે. માહિતી અનુસાર, ગયા વર્ષે ટિકટોકની આવક વૈશ્વિક સ્તરે લગભગ 300 મિલિયન ડોલર હતી. એક અહેવાલ મુજબ, આ વર્ષે ટિકટોકે અમેરિકામાં વેચાણ દ્વારા 50 કરોડ ડોલર એકત્રિત કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. માઇક્રોસોફ્ટ અનુસાર, તે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડમાં કામગીરી ખરીદવા વિચારે છે.

નડેલા શેરધારકોનો ફાયદો પણ જોશે
નડેલા માટે શેરધારકોના ફાયદા માટે કોઈપણ સોદાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા શક્ય તેટલું ઓછા ભાવે ટિકિટોક ખરીદવું તેમની ફરજ બને છે. ડીલને પૂર્ણ કરવા અને સોદામાં આવતા અવરોધોને દૂર કરવા માટે નિયમનકારોને મનાવ્યા પછી, માઇક્રોસોફ્ટને ડીલમાં વધુ ડિસ્કાઉન્ટ મળશે તેવી અપેક્ષા છે. આ ડીલ અને ડિસ્કાઉન્ટનું કદ નડેલાના કદને સાબિત કરશે અને તેને ડીલ ઓફ ધ ડેકેડ તરીકે યાદ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...