માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન (MFI) સેક્ટરનો આઉટસ્ટેન્ડિંગ લોન પોર્ટફોલિયો વર્ષ 2022-23 દરમિયાન 20.3% વધીને રૂ.3.25 લાખ કરોડને આંબશે તેવું MFINએ જણાવ્યું હતું. ગત નાણાકીય વર્ષ દરમિયાન MFI સેક્ટરનું કુલ આઉટસ્ટેન્ડિંગ રૂ.2.7 લાખ કરોડ હતું અને વર્ષ 2000થી આ સેક્ટરે દેશમાં 1.32 કરોડ નોકરીનું સર્જન કર્યું છે તેવું MFI નેટવર્કના CEO આલોક મિશ્રાએ જણાવ્યું હતું. લોકડાઉનને કારણે સેક્ટરના કલેક્શનની કાર્યક્ષમતાને પણ અસર થઇ હતી.
દેશમાં MFI લાભાર્થીઓની કુલ સંખ્યા 6.2 કરોડ છે. દેશના કુલ જીડીપીમાં MFI સેકટરનું યોગદાન 2.7 ટકા છે. કુલ બાકી લોન પોર્ટફોલિયોમાં પશ્વિમ બંગાળનો હિસ્સો 17 ટકા છે. જે વેલ્યૂની દૃષ્ટિએ રૂ.38,000 કરોડ છે. લોન પરના વ્યાજદરોને લઇને બેન્કો, NBFC-MFIs તેમજ NBFCs દ્વારા એક લેવલ પ્લેયિંગ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.