તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Metro Rail Project IAS Sanjay Gupta's Kembe Hotel Sold, Vadodara Based Express Group Buys 7 Hotels

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેચાણ:મેટ્રો રેલ પ્રોજેક્ટના IAS સંજય ગુપ્તાની કેમ્બે હોટેલ વેચાઈ, વડોદરાના એક્સપ્રેસ ગ્રુપે ખરીદી 7 હોટેલ

અમદાવાદ2 મહિનો પહેલા
 • સોદો પૂરો કરવા નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલની મંજૂરીની રાહ

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટના વિવાદમાં ફસાયેલા ગુજરાતના IAS અધિકારી સંજય ગુપ્તાની નિસા ગ્રુપની 7 કેમ્બે હોટલો વડોદરાના હોટેલ ગ્રુપ એક્સપ્રેસ ગ્રુપે ખરીદી લીધી છે. સોદો પૂરો કરવા એક્સપ્રેસ ગ્રુપ નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. આ સોદાથી એક્સપ્રેસ ગ્રુપની રૂમોની ક્ષમતામાં 800 રૂમ્સનો વધારો થશે. આ નવી કેમ્બે હોટલો ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં અને રાજસ્થાનમાં નિમરાણા, ઉદેપુર અને જયપુરમાં આવેલી છે.

અમદાવાદ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટના પૂર્વ ચેરમેન અને વિવાદાસ્પદ પૂર્વ IAS સંજય ગુપ્તા નિસા ગ્રુપની કેમ્બે હોટલોનો માલિક હતો. તેની સામે 2017માં મની લોન્ડરિંગનો કેસ થયો હતો જે અંતર્ગત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 2019 તેની રૂ. 36 કરોડની સંપત્તિઓ જપ્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો