સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટા (Meta)એ ટાટા ક્લિકના પૂર્વ CEO વિકાસ પુરોહિતને ઇન્ડિયામાં ગ્લોબલ બિઝનેસ ગ્રુપના હેડ નિયુક્ત કર્યા છે. આ વાતની જાણકારી સોમવાર (9 જાન્યુઆરી)એ મેટાએ એક સ્ટેટમેન્ટ જાહેર કરીને આપી છે.
કંપનીના કી-બિઝનેસને લીડ કરશે પુરોહિત
કંપનીએ સ્ટેટમેન્ટમાં કહ્યું, 'મેટાએ દેશના લીડિંગ એડવર્ટાઇઝર્સ અને એજન્સી પાર્ટનર પર કેન્દ્રિત ચાર્ટર સ્ટ્રેટેજી અને ડિલિવરીને લીડ કરવા માટે ભારતમાં ગ્લોબલ બિઝનેસ ગ્રુપના ડાયરેક્ટરના રૂપે વિકાસ પુરોહિતને નિયુક્ત કર્યા છે. પુરોહિત ભારતમાં મેટાના એડ બિઝનેસના ડાયરેક્ટર અને હેડ અરુણ શ્રીનિવાસને રિપોર્ટ કરશે.'
પુરોહિત ભારતના સૌથી મોટા બિઝનેસેસ અને એજન્સી ઇકોસિસ્ટમની સાથે મેટાનાં કામને લીડ કરશે. તેઓ કંપનીના કી-બિઝનેસ વર્ટિકલ ટીમ્સ, એજન્સી ટીમ્સ અને બિઝનેસ સોલ્યુસન ટીમ હશે, જે તેમને રિપોર્ટ કરશે.
પુરોહિતને 20 વર્ષથી વધુનો અનુભવ
બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટના પૂર્વ છાત્ર પુરોહિતને ટાટા ક્લિક, અમેઝોન, રિલાયન્સ બ્રાન્ડ્સ, આદિત્ય બિરલા ગ્રુપ અને ટોમી હિલફિગર જેવી કંપનીઓમાં સિનિયર બિઝનેસ, સેલ્સ અને માર્કેટિંગ રોલ્સમાં 20 વર્ષથી વધારેનો અનુભવ છે.
મોટી કંપનીઓ સાથે જોડાયા બાદ પુરોહિત હવે મેટા માટે ભારતમાં બિઝનેસની મોટી ઇકોસિસ્ટમ તૈયાર કરશે. વિકાસની પાસે માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગનો લાંબો અનુભવ છે. મોટી બ્રાન્ડની સાથે કામ કરી ચૂકેલા વિકાસ મેટા માટે ભારતમાં મોટા બિઝનેસ, વિજ્ઞાપનદાતા અને એજન્સીઓની સાથે મળીને કામ કરશે. તેઓ અહીં મોટી બ્રાન્ડની સાથે મેટાના સંબંધો મજબૂત કરશે. તેમનું ફોકસ કંપનીની રેવેન્યૂ વધારવા પર હશે.
ડિસેમ્બર 2022માં પુરોહિતે ટાટા ક્લિકમાંથી રાજીનામું આપ્યું હતું
મેટામાં દાખલ થતાં પહેલાં પુરોહિત ટાટા ક્લિકના CEOના રૂપે કાર્યરત હતા. સાલ 2016થી 2018 સુધી ટાટા ક્લિકમાં તેમણે ચીફ ઓપરેટિંગ ઓપરેટર ઓફિસર તરીકે કામ કર્યું. ત્યાર બાદ વર્ષ 2018માં તેમને પ્રમોટ કરી ટાટા ક્લિકના CEO બનાવવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2022માં તેમણે ટાટા ક્લિકમાંથી રાજીનામું આપી દીધું હતું.
પુરોહિતે આદિત્ય બિરલા ગ્રુપથી કરી હતી કરિયરની શરૂઆત
પુરોહિતે ટોમી હિલફિગરમાં સામેલ થતાં પહેલાં આદિત્ય બિરલા ગ્રુપથી પોતાની કેરિયરની શરૂઆત કરી અને પછી રિલાયન્સ બ્રાન્ડ્સમાં રિટેલનું નેતૃત્વ કર્યું. એમેઝોનમાં તેમણે એમેઝોન ફેશનને આગળ વધારવા અને કંપનીને મોટી બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.