સોનાની આયાત:મર્ચેન્ડાઈઝ નિકાસ મેમાં 16 ટકા વધી 37.3 અબજ ડોલર આંબી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોનાની આયાત અનેકગણી વધી 5.82 અબજ ડોલર નોંધાઇ

દેશની મર્ચેન્ડાઈઝ નિકાસ મેમાં છેલ્લા 15 માસના સૌથી ધીમા ધોરણે 15.46 ટકા વધી છે. મેમાં 37.29 અબજ ડોલર મર્ચન્ડાઈઝ નિકાસ નોંધાઈ છે. અગાઉ ફેબ્રુઆરી, 2021માં નિકાસ 0.67 ટકા વધી હતી. આયાતો મેમાં 56.14 ટકા વધી 60.62 અબજ ડોલર નોંધાઈ છે.

આ સાથે વેપાર ખાધ પણ વધી 23.33 અબજ ડોલર થઈ છે. જે ગતવર્ષે 6.53 અબજ ડોલર હતી. 2022-23માં એપ્રિલ-મે દરમિયાન મર્ચેન્ડાઈઝ નિકાસો 22.26 ટકા વધી 77.08 અબજ ડોલર નોંધાઈ છે. જે 2021-22માં સમાનગાળામાં 63.05 અબજ ડોલર હતી. પેટ્રોલિયમ અને ક્રૂડ ઓઈલની આયાત 91.6 ટકા વધી 18.14 અબજ ડોલર જ્યારે કોલસા, કોક, અને બ્રિકેટસની આયાત 2 અબજ ડોલર સામે 5.33 અબજ ડોલર થઈ છે.

સોનાની આયાત અનેકગણી વધી 5.82 અબજ ડોલર રહી છે. ગતવર્ષે 677 મિલિયન ડોલર સોનુ આયાત થયુ હતું. એપ્રિલથી મેમાં કુલ આયાત 42.35 ટકા વધી 120.81 અબજ ડોલર નોંધાઈ હતી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે માસમાં વેપાર ખાધ બમણી 43.73 અબજ ડોલર થઈ છે. ગત વર્ષે 21.82 અબજ ડોલર હતી.

અન્ય સમાચારો પણ છે...